પરીક્ષા વગર ગુજરાત એમ્બુલેન્સ વિભાગમાં સીધી ભરતીની જાહેરાત

ગુજરાત એમ્બુલેન્સ ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 108 માં અલગ અલગ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : 10 પાસ માટે ભારતીય રેલ વિભાગ દ્વારા ભરતીની જાહેરાત, અહીંથી કરો આવેદન

ગુજરાત એમ્બુલેન્સ ભરતી 2023

ગુજરાત એમ્બુલેન્સ વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ગુજરાત એમ્બુલેન્સ ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામએમરી ગ્રીન હેલ્થ સર્વિસીઝ
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ17 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ www.emri.in

પોસ્ટ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એમરી ગ્રીન હેલ્થ સર્વિસીઝ દ્વારા મેડિકલ ઓફિસર તથા લેબર કાઉન્સિલરની જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : અમદાવાદ મહાનગર પાલિકામાં આવી પરીક્ષા વગર સીધી ભરતી, અહીંથી કરો આવેદન

શૈક્ષણિક લાયકાત

GVK EMRI 108 ની આ ભરતીમાં મેડિકલ ઓફિસર ની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે BHMS અથવા BAMS કરેલું હોવું જોઈએ જયારે લેબર કાઉન્સિલર ની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે MSW કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં બિનઅનુભવી એટલે કે ફ્રેશર્સ ઉમેદવારો પણ ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકે છે.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

  • GVK EMRIની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.

આ ભરતી માટે ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ

મિત્રો, જેમ તમને અમે આગળ જણાવ્યું આ ભરતીમાં કોઈપણ માધ્યમથી અરજી મોકલવાની રહેતી નથી ફક્ત તમારે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવાનું છે. આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 18 મે 2023 સવારે 10:00 થી 2:00 કલાક સુધી છે. ઉમેદવારે તમામ જરૂરી પુરાવાઓ તથા તેની ઝેરોક્સ કોપી સાથે તમારા નજીકના સ્થળે હાજર રહેવું.ઇન્ટરવ્યુના તમામ સ્થળની માહિતી નીચે મુજબ છે.

  • અમદાવાદ – એમરી ગ્રીન હેલ્થ સર્વિસીઝ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા, કઠવાડા રોડ, અમદાવાદ
  • સુરત – 108 ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધીગાર્ડન, ચોકબજાર, સુરત
  • વડોદરા – 108 ડીસ્ટ્રીકટ ઓફિસ, એસ.એસ.જી હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા
  • પંચમહાલ – 108 ઓફિસ, કલેકટર કચેરી, સેવા સદન – 1, ગોધરા, પંચમહાલ
  • વલસાડ- 108 એમ્બ્યુલન્સ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર 2, ઓલ્ડ ટ્રોમા સેન્ટર, GMERS હોસ્પિટલ, વલસાડ
  • રાજકોટ – 108 ઓફિસ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ.ટી.બસ.સ્ટેન્ડ નજીક, રાજકોટ
  • ભાવનગર – 108 એમ્બ્યુલન્સ ઓફિસ, સર ટી હોસ્પિટલ, ભાવનગર
  • જૂનાગઢ 108 ઓફિસ, જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજ ની સામે, જૂનાગઢ
  • કચ્છ – 108 ઓફિસ, રામબાગ ગવર્મેન્ટ હોસ્પિટલ, હોસ્પિટલ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ
  • પાટણ – 108 ઓફિસ, એક્સિસ અને એસ.બી.આઈ એ.ટી.એમ રૂમ પાસે, ગેટ નંબર 3, GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ધારપુર, બાલીસણા રોડ, પાટણ
  • સાબરકાંઠા – 108 એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા
આ પણ વાંચો : તમારા નામ પર કોઈ બીજા વ્યક્તિ તો સિમકાર્ડ નથી વાપરતા ને? જુઓ તમારા નામ પર કેટલા સીમ છે

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here