તમારા નામ પર કોઈ બીજા વ્યક્તિ તો સિમકાર્ડ નથી વાપરતા ને? જુઓ તમારા નામ પર કેટલા સીમ છે

તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? : અત્યારના સમયમાં ફ્રોડ બહુ વધી રહ્યા છે, ત્યારે આપણા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તે જાણવું આપણા માટે ખૂબ જ મહત્વનું છે. ઘણી વખત આપણી જાણ બહાર આપણા નામ પર કોઈ કાર્ડ વાપરતું હોય છે અને આપણને જાણ પણ હોતી નથી. આજે અમે તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી લાવ્યા છીએ. જેની મદદ થી તમે તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે જાણી શકશો. સીમકાર્ડ ચેક કરવાની લીંક

આ પણ વાંચો : [PMMVY] પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના : ગર્ભવતી મહિલાઓને મળશે રૂપિયા 5000/- ની સહાય

તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે?

તમારા નામ પર કોઈ બીજા વ્યક્તિ તો સિમકાર્ડ નથી વાપરતા ને? આ રીતે કરો ચેક, અત્યારના સમયમાં ફ્રોડ બહુ વધી રહ્યા છે, ત્યારે આપણા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તે જાણવું આપણા માટે ખૂબ જ મહત્વનું છે. ઘણી વખત આપણી જાણ બહાર આપણા નામ પર કોઈ કાર્ડ વાપરતું હોય છે અને આપણને જાણ પણ હોતી નથી. આજે અમે તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી લાવ્યા છીએ. જેની મદદ થી તમે તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે જાણી શકશો. સીમકાર્ડ ચેક કરવાની લીંક

તમારા નામ પર કેટલા મોબાઈલ નંબર ચાલુ છે તે આવી રીતે ચેક કરો!

ટેલિકોમ્યુનિકેશન વિભાગે એક પોર્ટલ શરૂ કર્યું છે જ્યાં કોઈપણ આધાર કાર્ડ ધારક તેમના નામે કેટલા સિમ કાર્ડ કઢાવેલા છે અને કેટલા ચાલુ છે તે ચકાસી શકે છે. પોર્ટલને ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન (TAFCOP) કહેવામાં આવે છે. થોડા સરળ રીતે આપણે જાણીયે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, તમે તમારા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તેની યાદી ચકાસી શકો છો.

આ પોર્ટલ સિમ કાર્ડ વપરાશકર્તા ને એવી ફેસિલિટી આપે છે કે યુઝર તેના આધાર કાર્ડ પાર કેટલા સીમકાર્ડ ચાલુ છે એ બતાવશે. અને સિમ કાર્ડ યુઝર તે નંબર ને ચેક કરી શકે છે અને જે તેના નંબર નથી કે પછી ખોટો ઉપયોગ થાય છે જે નંબર નો તે નંબર પાર રિપોર્ટ કરી શકે છે, તેથી સીમકાર્ડ કંપની તે નંબર ને બ્લોક અને ડિએક્ટિવેટ કરી નાખશે.

તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે ઓનલાઇન ચેક કરવા માટેના પગલાં

સ્ટેટ બાય સ્ટેપ પ્રોસેસ

  • સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર ક્લિક કરો.
  • અહીં બોક્સમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને OTPની મદદથી લોગ-ઇન કરો.
  • હવે એ બધા નંબરોની વિગતો આવશે, જે તમારા ID પરથી ચાલી રહ્યા છે.
  • જો લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમને ખબર નથી, તો તમે તેની જાણ કરી શકો છો.
  • આ માટે નંબર પસંદ કરો અને ‘This is not my number’.
  • હવે ઉપરના બોક્સમાં IDમાં લખેલું નામ લખો
  • હવે નીચે આપેલા રિપોર્ટ બોક્સ પર ક્લિક કરો.
  • ફરિયાદ કર્યા બાદ તમને ટિકિટ ID સંદર્ભ નંબર પણ આપવામાં આવશે.

તમારા નામ પર ઇસ્યૂ થયેલા સિમકાર્ડની સંખ્યા જાણો

ટેલિકોમ વિભાગે TAFCOP (ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન) નામનું પોર્ટલ તૈયાર કર્યું છે. tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર દેશમાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટાબેઝ અપલોડ થયેલો છે. પોર્ટલના માધ્યમથી સ્પૅમ અને ફ્રોડ કોલ્સ કન્ટ્રોલ પણ કરી શકાય છે. તમારા નામે કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે એ માત્ર 30 સેકન્ડમાં જાણી શકો છો.

આ પણ વાંચો : રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વેટરનરી ઓફિસરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

જો તમને એવું લાગે છે કે આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમે યુઝ નથી કરી રહ્યા અને તમારા નામે ખોટી રીતે ઈસ્યુ થયો છે, તો તમે આ નંબર સામે પગલાં પણ લઈ શકો છો. આવા શંકાસ્પદ નંબરને બંધ કરવા માટે તમે આ જ વેબસાઈટ પરથી રિક્વેસ્ટ કરી શકો છો. આ માટે તમારે બસ આ અનઓથોરાઈઝ્ડ મોબાઈલ નંબર સામે રિપોર્ટ અને બ્લોકના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. જો તમને લિસ્ટમાં કોઈ એવો નંબર મળે છે, જે તમે નથી વાપરી રહ્યા તો, તમારે તાત્કાલિક આવા નંબર સામે પગલાં લેવા જોઈએ. તમારી અને દેશની સુરક્ષા માટે આ એક જરૂરી પગલું છે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટ Click Here
HomePageClick Here