નળાકાર નેટહાઉસ સ્ટ્રક્ચર સહાય યોજના : ખેડૂતોને નેટહાઉસ બનાવવા માટે મળશે 14 લાખની સહાય

નળાકાર નેટહાઉસ સ્ટ્રક્ચર માટે સહાય યોજના : @ ikhedut.gujarat.gov.in બાગાયતી પાકોમાં વાતાવરણ ખૂબ અસર થાય છે. આ માટે સરકાર દ્વારા નેટહાઉસને પ્રોત્સાહન આપવા યોજના શરૂ કરવામાં આવી છે. ચોકકસ પ્રકારનું માળખુ કે જેને પારદર્શક અથવા અર્ધપારદર્શક ઢાંકણથી ઢાંકી અંદરનું વાતાવરણ નિયમન કરી કમોસમમાં શાકભાજી, ફૂલો તથા ધરૂ તૈયાર કરવાના વૈજ્ઞાનિક અભિગમને ગ્રીનહાઉસ કે નેટહાઉસ કહેવામાં આવે છે.

આ પણ વાંચો : પરીક્ષા વગર ગુજરાત એમ્બુલેન્સ વિભાગમાં સીધી ભરતીની જાહેરાત

નળાકાર નેટહાઉસ સ્ટ્રક્ચર સહાય યોજના

આજકાલના સમય દરમ્યાન સાનુકૂળ વાતાવરણ રહેતુ નથી. પ્રતિકૂળ હવામાન જેમ કે વધારે ઠંડી-ગરમી, તીવ્ર પ્રકાશ, અતિ વરસાદ કે પાણીની ખેંચ, હિમવર્ષા, ભારે પવન તેમજ રોગ – જીવાતનો ભયંકત ઉપદ્રવ જેવા પરિબળોને નિયંત્રિત કરવા ગ્રીનહાઉસ કે નેટહાઉસ આર્શિવાદરૂપ છે.

આ માટે સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવે છે. જેમાં Support Scheme for Net House Cylindrical Structure in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.

નળાકાર નેટહાઉસ સ્ટ્રક્ચર સહાય યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામનેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશખેડૂતને નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય પૂરી પાડવા
વિભાગનું નામબાગાયતી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે? પ્રતિ ચો.મી  રૂ.710/- અને પહાડી વિસ્તાર માટે ચો.મી રૂ.816/-પ્રતિ ચો.મી અથવા ખેડુતને 50 ટકા સહાય
ઓફિશિયલ વેબસાઈટ@ ikhedut.gujarat.gov.in
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ31/05/2023

નેટહાઉસ સહાય યોજનાનો ઉદેશ્ય

નેટહાઉસ પધ્ધતિમાં તમે પ્રતિકૂલ વાતાવરણમાં પણ વધુ ઉત્પાદન મેળવી શકો છો. સરકાર દ્વારા નેટહાઉસ પધ્ધતિ દ્વારા ખેતી કરવા માટે યોજના બનાવવામાં આવી છે. આ યોજનાનો હેતુ એ ખેડૂતને નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય પૂરી પાડવાનો છે.

આ પણ વાંચો : 10 પાસ માટે ભારતીય રેલ વિભાગ દ્વારા ભરતીની જાહેરાત, અહીંથી કરો આવેદન

આ યોજનાનો લાભ લેવા ઉમેદવારની પાત્રતા

નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

 • આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
 • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
 • ખેડૂતને નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર પ્રોજેક્ટ બેઝ- MIDHની ગાઇડ્લાઇન મુજબ એમ્પેનલ થયેલ કંપનીઓ દ્વારા બનાવવાનું રહેશે તેમજ નક્કી થયેલ ધારા ધોરણો માન્ય રહેશે.
 • લાભાર્થી દીઠ 2 હે. ની મર્યાદામાં રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડુતને ૧૫ ટકા જયારે દેવીપૂજક લાભાર્થીને ૨૫ ટકા સહાય મળવા પાત્ર છે.
 • લાભાર્થી દીઠ 2 હે. ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
 • લાભાર્થી દીઠ વધુમાં વધુ 4૦૦૦ ચો.મી. ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.

નેટહાઉસ સહાય યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ

આ યોજના હેઠળ દરેક જ્ઞાતિઓને સમાન લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

અનુસુચિત જાતિના  ખેડૂતો માટેઅનુસુચિત જાતિના ખેડૂત માટે નળાકાર સ્ટ્રક્ચર માટે પ્રતિ ચો.મી  રૂ.710/- અને પહાડી વિસ્તાર માટે ચો.મી રૂ.816/-પ્રતિ ચો.મી અથવા ખેડુતને ૫૦ ટકા સહાય મળવા પાત્ર છે.
અનુસુચિત જનજાતિના  ખેડૂતો માટેઅનુસુચિત જનજાતિના ખેડૂત માટે નળાકાર સ્ટ્રક્ચર માટે પ્રતિ ચો.મી  રૂ.710/અને પહાડી વિસ્તાર માટે ચો.મી રૂ.816/-પ્રતિ ચો.મી અથવા ખેડુતને ૫૦ ટકા સહાય મળવા પાત્ર છે.
સામાન્ય જાતિના ખેડૂતો માટેસામાન્ય જનજાતિના ખેડૂત માટે નળાકાર સ્ટ્રક્ચર માટે પ્રતિ ચો.મી  રૂ.710/- અને પહાડી વિસ્તાર માટે ચો.મી રૂ.816/-પ્રતિ ચો.મી અથવા ખેડુતને 50 ટકા સહાય મળવા પાત્ર છે.

યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

 • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
 • આધારકાર્ડની નકલ
 • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
 • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
 • રેશનકાર્ડની નકલ
 • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
 • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
 • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
 • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
 • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
 • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
 • મોબાઈલ નંબર

આ યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી?

નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

આ પણ વાંચો : 10 પાસ માટે ભારતીય રેલ વિભાગ દ્વારા ભરતીની જાહેરાત, અહીંથી કરો આવેદન
 • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
 • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in ખોલવી.
 • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
 • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
 • “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-33 નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે પર ક્લિક કરવું.
 • જેમાં નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
 • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
 • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
 • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
 • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
 • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here