ડ્રેગન ફ્રૂટ ખેતી સહાય યોજના 2023 : ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે મળશે રૂપિયા 3 લાખની સહાય

ડ્રેગન ફ્રૂટ ખેતી સહાય યોજના 2023 : ગુજરાત રાજ્યના ખેડૂતો ખેતીવાડી ક્ષેત્રે, બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજી, રીતો વગેરે અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતલક્ષી અવનવી યોજનાઓ અપનાવી રહી છે. જેને ધ્યાને રાખીને બાગાયત વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના વાવેતર માટે બાગાયતી યોજનાઓ 2023-24 ચાલુ કરવામાં આવેલ છે. આ યોજનાઓમાંથી ડ્રેગન ફ્રૂટના વાવેતર સહાય યોજના બહાર પાડેલ છે.

આ પણ વાંચો : પોરબંદર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ડ્રેગન ફ્રૂટ ખેતી સહાય યોજના 2023

કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે ikhedut portal વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં બાગયતી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, ખેતીવાડીની યોજના અને મત્સ્ય પાલનની યોજનાઓ બહાર પાડવામાં આવે છે. તમામ ખેડૂતલક્ષી યોજનાનું લિસ્ટ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવે છે.

ડ્રેગન ફ્રૂટ ખેતી સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામDragon Fruit Farming Scheme
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશઔષિધી ગુણોથી ભરપૂર ડ્રેગન ફ્રૂટની  ખેતી કરવા માટે 
ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે યોજના અમલમાં મૂકેલી છે.
લાભાર્થીગુજરાતના ખેડૂતોને
સહાયની રકમ-1ખેડૂતોને યુનિટ કોસ્ટ અંદાજિત ખર્ચ રૂ. 6,00,000/હેકટર ખર્ચના સહાયની રકમ સામાન્ય જાતિના ખેડુતને 50% અથવા મહત્તમ રૂ. 3,00,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજી કરવાની છેલ્લી તારીખ31/05/2023

ડ્રેગન ફ્રૂટ સહાય યોજનાનો હેતુ

ડ્રેગન ફ્રૂટની ઓનલાઈન અરજી કરવાની ચાલુ થયેલ છે. ટેકનોલોજીના આ યુગ દરેક મનુષ્યની જીવનશૈલી બદલાયેલ છે. ક્લાઈમેટ ચેન્‍જ થવાથી મનુષ્યમાં વિવિધ રોગોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતુ જાય છે. કમલમ ફ્રૂટમાં પલ્સની માત્રા સારા પ્રમાણમાં હોય છે. જેમાં એન્‍ટી ઓક્સિડન્‍ટ, વિટામીન C, કેલ્શિયમનું પ્રમાણ ખૂબ ભરપુર માત્રામાં હોય છે. જે શરીરમાં બ્લડ પ્રેશરને કાબુમાં રાખી, ડાયાબિટીસને પણ રોકે છે વગેરે ઘણા બધા ફાયદા થાય છે. જેથી આ પાકનું ઉત્પાદન વધે તે માટે સરકારશ્રી આ પાકના વાવેતર પર સહાય આપે છે.

આ પણ વાંચો : IIT ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત, અહીંથી કરો આવેદન

આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવારની પાત્રતા

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અને Bagayati Vibhag દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેના ઓનલાઈન ફોર્મ ikhedut પરથી ભરાય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.

  • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યના નાના, સિમાંત ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
  • ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
  • ખેડૂતોને ફક્ત જ વાર આ યોજનાનો લાભ મળશે.
  • એસ.ટી, એસ.સી, આર્થિક રીતે નબળા, ઓબીસી અને જનરલ વર્ગના લોકોને આ સહાય આપવામાં આવશે.

ડ્રેગન ફ્રૂટ યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • ખેડૂતોને યુનિટ કોસ્ટ અંદાજિત ખર્ચ રૂ. 6,00,000/હેકટર ખર્ચના સહાયની રકમ સામાન્ય જાતિના ખેડુતને 50% અથવા મહત્તમ રૂ. 3,00,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.

યોજનાનો લાભ લેવા માટે આવશ્યક દસ્તાવેજો

ikhedut portal પર ચાલતી કમલમ ફ્રૂટની ખેતીમાં સહાય મેળવવા માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના અગત્યના ડોક્યુમેન્‍ટની જરૂર પડશે.

  • લાભાર્થી ખેડૂતનો ikhedut portal 7-12
  • ખેડૂતના આધારકાર્ડની નકલ
  • લાભાર્થી ખેડૂત SC અને ST હોય તો જાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • જો દિવ્યાંગ ખેડૂત હોય તો તેનું દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)
  • જમીન સંયુક્ત ખાતેદાર તરીકે હોય તો તેવા કિસ્સામાં 712 અને 8-A જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેનું પ્રમાણપત્ર
  • બેંક ખાતાની પાસબુકની નકલ
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ Google ઓપન કરીને “ikhedut Portal” સર્ચ કરવાનું રહેશે.
  • જ્યાં ikhedut Official Website ખોલવાની રહેશે.
  • જ્યાં આઈ ખેડૂતના હોમ પેજ આવશે જેમાં “યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  • Yojana પર ક્લિક કર્યા બાદ “બાગાયતી વિભાગની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • “Bagayati ni yojana” ખોલ્યા બાદ હાલમાં ચાલતી ક્રમ નંબર-12પર “કમલમ ફ્રુટ” પર ક્લિક કરવું.
  • જેમાં “ડ્રેગન ફ્રુટ “કમલમ ફ્રુટ”નો વાવેતર વિસ્તાર વધારવા માટે સહાય” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળ ઓનલાઈન પ્રક્રિયા કરવાની રહેશે.
  • જો તમે Register ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • ખેડૂત દ્વારા ikhedut portal રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ I khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” એના પર ક્લિક કરવાનું રહેશે.
  • યોજનામાં ભરેલી માહિતીની સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર આપની અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્‍ટ મેળવી શકશે.
આ પણ વાંચો : GSEB Board Result 2023 : ધોરણ 12 બોર્ડ વિજ્ઞાન પ્રવાહનું રિજલ્ટ જાહેર, અહીંથી જુઓ તમારું પરિણામ

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here