SBI E-Mudra Loan : હવે નવો ધંધો કે વ્યાપાર શરૂ કરવા મળશે ઓછા વ્યાજે લોન

SBI E-Mudra Loan : ભારત સરકાર નાગરિકોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ બહાર પાડે છે. જેમાં પેન્શનને લગતી યોજનાઓ જેવી કે માન-ધાન યોજના, ખેડૂતોના ઉધ્ધાર માટે PM Kisan Yojana વગેરે ચાલે છે. પરંતુ નાગરિકોને નવો ધંધો કે વ્યવસાય ચાલુ કરવા માટે લોન યોજનાઓ પણ બહાર પાડેલ છે. જેમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના સૌથી પ્રચલિત છે. આ યોજના હેઠળ SBI e-Mudra Loan આપે છે. SBI e-Mudra Loan Apply Online Steps વિશે વિગતવાર માહિતી મેળવીશું.

આ પણ વાંચો : ગ્રામીણ વિકાસ કચેરી ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

SBI E-Mudra Loan

ઈ-મુદ્રા લોન યોજના હેઠળ મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેકો લોન આપે છે. જેમાં એસબીઆઈ પણ ઈ-મુદ્રા લોન આપે છે. તમારે કોઈ નવો વ્યવ્સાય ચાલુ કરવો હોય અને તાત્કાલિક રૂપિયાની જરૂર હોય તો, SBI e-Mudra Loan તમારી મદદ કરે છે. જે નાગરિકો પાસે ભારતીય સ્ટેટ બેંકમાં બચત ખાતું કે કરન્ટ એકાઉન્ટ હોય, તો તે હેઠળ રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોન મળવાપાત્ર થશે

SBI E-Mudra Loan – હાઈલાઈટ્સ

આર્ટિકલનું નામSBI e-Mudra Loan Apply Online Steps
યોજનાનું નામઈ-મુદ્રા લોન યોજના
કોણે યોજનાની શરૂઆત કરી?દેશના પ્રધાનમંત્રી દ્વારા બિન-કોર્પોરેટ, બિન-ખેતી નાના/સૂક્ષ્મ સાહસોને રૂપિયા 50 થી 10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે.
યોજનાની શરૂઆત ક્યારે થઈ?8 એપ્રિલ, 2015
યોજનાનો ઉદ્દેશ્યભારતની નાના પાયાની ધંધા, કંપનીઓ, એકમોનો વિકાસ કરવામાં અને
ફળતા સુધી પહોંચવા માટે મદદ કરવા આ યોજના શરૂ કરવામાં આવેલી છે.
અધિકૃત વેબસાઈટhttps://www.mudra.org.in/
Sbi E mudra loanhttps://emudra.sbi.co.in:8044/emudra/basic-details

SBI E-Mudra Loan યોજનાનો ઉદેશ્ય

  • ભારતની નાના પાયાની ધંધા, કંપનીઓ, એકમોનો વિકાસ કરવામાં અને સફળતા સુધી પહોંચવા માટે મદદ કરવા આ યોજના શરૂ કરવામાં આવેલી છે.
આ પણ વાંચો : GSRTC ભરૂચ દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • સ્ટેટ બેંક ઓફ ઈન્‍ડિયામાંથી ઈ-મુદ્રા લોનમાં ઓનલાઈન એપ્લિકેશન કરી શકાય છે. જેમાં રાજ્યના નાના વેપારીઓ રૂપિયા 50,000 સુધીની લોન લઈ શકે છે.

યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

સ્ટેટ બેંક ઓફ ઈન્‍ડિયામાંથી ઈ-મુદ્રા લોનમાં ઓનલાઈન એપ્લિકેશન કરી શકાય છે. જેમાં રાજ્યના નાના વેપારીઓ રૂપિયા 50,000 સુધીની લોન લઈ શકે છે. જેના માટે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે. રૂપિયા 50,000/- સુધી લોન લેવા માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના દસ્તાવેજની જરૂર પડશે.

  • Saving Account કે Current Accout નંબર અને બ્રાંચની વિગતો આપવાની રહેશે.
  • પાનકાર્ડ
  • આધારકાર્ડ
  • GSTN Number અને દુકાન કે વ્યવસાયના પ્રમાણની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્‍ટ પણ બેંકને બતાવવા પડશે.
  • જે જ્ઞાતિના હોય તેનું પ્રમાણપત્ર

SBI E-Mudra Loan માટે અરજી પ્રક્રિયા

ભારતીય સ્ટેટ બેંક તેના ગ્રાહકોને રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોનની રકમ આપે છે. જેના માટે ઓનલાઈન એપ્લિકેશન તેની Official Website પરથી કરી શકાશે. 18 થી 60 વર્ષની વયમર્યાદા ધરાવતા અરજદારો લોન મેળવી શકશે. અને ગ્રાહકો જે એકાઉન્‍ટ હોય તે ઓછામાં ઓછા 6 મહિના માટે સક્રિય હોવું જોઈએ.

  • સૌપ્રથમ Google માં SBI e-Mudra Loan ટાઈપ કરો.
  • જેમાં SBIની સત્તાવાર વેબસાઇટ https://emudra.sbi.co.in:8044/emudra ની મુલાકાત લો અને ‘Process’ પર ક્લિક કરો.
  • Online Steps of SBI e-Mudra Loan Apply Online
  • અરજદાર તેના UIDAI દ્વારા e-KYC હેતુઓ માટે અરજદારના આધાર કાર્ડ જેવી જરૂરી વિગતો આપવાની રહેશે, કારણ કે લોન પ્રક્રિયા અને વિતરણ માટે ઇ-કેવાયસી અને e-Sign ને આધારે OTP દ્વારા વેરિફિકેશન પૂર્ણ કરવાની જરૂર છે.
  • એકવાર SBIની ઔપચારિકતાઓ અને લોન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી, અરજદારને એક SMS પ્રાપ્ત થશે જે eMudra Portal પર ફરીને આગળની પ્રક્રિયા શરૂ કરવાનું જણાવશે.
  • લોન મંજૂર થયાના SMSની પ્રાપ્તિ પછી 30 દિવસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે.
આ પણ વાંચો : GSRTC ભરૂચ દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here