સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2023 : યોજના અંતર્ગત સરકાર આપશે રૂપિયા 75000 ની સહાય

સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2023 : ગુજરાત રાજ્યના સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ (SEBC) અને આર્થિક રીતે નબળા વર્ગ (OBC) માં આવતા યુવક અને યુવતીના લગ્ન માટે સરકારશ્રી દ્વારા નવયુગલને સહાય ચુકવવાની યોજના ગુજરાત સરકારશ્રી દ્વારા અમલમાં છે. સરકારશ્રી દ્વારા કુવરંબાઈનું મામેરુ યોજના પણ ચલાવવામાં આવે છે.

આ પણ વાંચો : [RNSBL] રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2023

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક વિકસતી જાતિ કલ્યાણ દ્વારા સાત ફેરા સમૂહ લગ્ન યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ (SEBC) અને આર્થિક રીતે નબળા વર્ગ (OBC) માં લાભ આપવામાં આવે છે. આ ઉપરાંત યુવક અને યુવતીના લગ્ન માટે નવયુગલને તેમજ લગ્નનું આયોજન કરતી સંસ્થાને સહાય ચુકવવામાં આવે છે. યુવતીને કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળની પાત્રતા ધરાવતી હોય તો, સાત ફેરા સમૂહ લગ્ન યોજના અને કુંવરબાઈનું મામેરૂ યોજના આમ, બન્ને યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.

સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામસાત ફેરા સમૂહ લગ્ન યોજના
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
પેટા વિભાગનું નામનિયામક વિકસતી જાતિ કલ્યાણ
લાભાર્થીની પાત્રતારૂ. 6,00,000/- આવક મર્યાદા (વાર્ષિક) તેમજ યોજનાને લગતી અન્ય પાત્રતા ઘરાવતા
યોજના હેઠળ મળવાપાત્ર સહાયનબળા વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના નવ યુગલને રૂ. 12,000 અને લગ્ન કરાવનાર સંસ્થાને યુગલ દીઠ રૂ. 3,000/-
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?સામાજિક રીતે નબળા વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ
અરજી પ્રક્રિયાઓનલાઈન
Official Website@ esamajkalyan.gujarat.gov.in

સાત ફેરા સમૂહ લગ્ન યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

આ પણ વાંચો : ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
  • આવક મર્યાદાનું ધોરણ 6,00,000/
  • આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 10 નવયુગલનો સમૂહલગ્ન કાર્યક્ર્મ આયોજક સંસ્થાએ યોજવાનો રહે છે.
  • આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર.
  • કન્યાની વયમર્યાદા લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની વય 21 વર્ષ થયેલ હોવી જોઇએ.

આ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને રૂ.૧૨,૦૦૦/- તથા આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂ.૩૦૦૦/- લેખે (વધુમાં વધુ રૂ.૭૫,૦૦૦/- સુધી) પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે.
  • સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાતફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહે છે.

સાત ફેરા સમૂહ લગ્ન યોજના માટે જરૂરી દસ્તાવેજો

સાત ફેરા સમૂહ લગ્ન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે કેટલાક ડોક્યુમેન્‍ટ માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે.

  • સંસ્થાની નોંધણીનો પુરાવો (સંસ્થાની સહાય હેતુ)
  • કેન્સલ ચેક (સંસ્થાનો)
  • આધારકાર્ડ (કન્યા)
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બેન્ક પાસ બુક/રદ કરેલ ચેક (યુવતિના નામનો)
  • કન્યાના માતા/પિતા/વાલીના આવકનો દાખલો
  • આયોજક સંસ્થાનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ

અરજી કઈ રીતે કરવી?

Saat Fera Samuh Lagan Yojana ની ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ અરજી ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર કરવાની હોય છે. જેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

આ પણ વાંચો : [JSY] જનની સુરક્ષા યોજના 2023 : યોજના અંતર્ગત ગર્ભવતી મહિલાઓને મળશે દર મહિને 700 રૂપિયાની સહાય
  • સાત ફેરા સમૂહ લગ્ન યોજનાની અરજી ઓનલાઈન કરી શકો છો.
  • સૌપ્રથમ ગુગલ ઉપર @ esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ની મુલાકાત કરો.
  • અગાઉ યુઝર આઈ.ડી. બનાવેલ હોય તો તેનાથી લોગીન કરવું.
  • જો યુઝર આઈ.ડી. બનાવેલ ન હોય તો નવેસરથી યુઝર આઈ.ડી. બનાવવુ.
  • લોગીન કર્યા બાદ નિયામક વિકસતી જાતિ કલ્યાણ/ DIRECTOR DEVELOPING CASTES WELFARE પર ક્લિક કરો.
  • યોજનાઓની યાદી ઓપન થશે જેમાં સાત ફેરા સમૂહ લગ્ન પસંદ કરો.
  • ઓફલાઈન ફોર્મ ઓપન કરો, તેમાં માંગેલ પુરાવાનો અભ્યાસ કરી માંગ્યા મુજબની વિગતો તૈયાર કરી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here