માલ વાહક વાહન સહાય યોજના 2023 : યોજના અંતર્ગત ખેડૂતોને માળવાહક સાધનની ખરીદી માટે મળશે 75 હજારની સહાય

GPSSB Junior Clerk Call Letter 2023

માલ વાહક વાહન સહાય યોજના 2023 : ગુજરાત રાજ્યમાં વિવિધ વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ખેડૂતો ખેતી કામમાં અવનવી રીતો અપનાવીને, પાક ઉત્પાદન વધારી તે માટે સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવે છે. જેના માટે iKhedut Portal બનાવવામાં આવે છે.

આ પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના વગેરે ચલાવવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા ખેતીવાડી વિભાગની માલ વાહક વાહન પર સબસીડી વિશે વાત કરીશું. Khedut Mal Vahak Vahan Sahay Yojana નો લાભ લેવા માટેની શું-શું પાત્રતા છે, અને લાભ કેવી રીતે આઈ ખેડૂતો પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાય તેની માહિતી મેળવીશું.

આ પણ વાંચો : [JMC] જામનગર મહાનગર પાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

માલ વાહક વાહન સહાય યોજના 2023

કેંદ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે અવનવી ખેડૂતલક્ષી યોજનાઓ અમલીકરણ કરે છે. જે ઉદ્દેશને સિદ્ધ કરવા માટે રાજ્ય સરકાર ખેડૂત યોજનાઓ દર વર્ષે બહાર પડે છે. ખેડૂતો દ્વારા ખેતરમાં ઉત્પન્ન થતાં પાકના પરિવહન માટે ટ્રેકટરનો ઉપયોગ કરે છે. ઘણા ખેડૂતોની ઓછી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને Goods Carriage Vehicle નો પણ ઉપયોગ કરીને ખેત બજારોમાં મોકલતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને ખેતપેદાશોને સરળતાથી ખેત બજારો સુધી પહોંચાડી શકે અને ખેડૂતો ગુડ્ઝ કેરેજ વાહન ખરીદી શકે તે માટે માલ વાહક વાહન પર સબસીડી બહાર પાડેલ છે.

માલ વાહક વાહન સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામમાલ વાહક વાહન પર સબસીડી 2023
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશખેડૂતો દ્વારા ઉત્પન્ન થયેલો પાક APMC સુધી લઈ જવા
માલ વાહન સાધનની ખરીદી પર સબસીડી
લાભાર્થીગુજરાતના પાત્રતા ધરવતા ખેડૂતોને
સબસીડી નંબર-1નાના,સીમાંત,મહિલા, એસ.સી/એસ.ટી ખેડૂતોને કુલ ખર્ચના 35 %
અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
સબસીડી નંબર-2સામાન્ય અને અન્ય ખેડૂતોને  કુલ ખર્ચના 25 %
અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે
અધિકૃત વેબસાઈટ@ ikhedut.gujarat.gov.in

માલ વાહક વાહન સહાય યોજનાનો ઉદેશ્ય

ખેડૂતો દ્વારા ઉત્પાદન થયેલા પોતાના પાકને નજીકના બજારો સુધી, પહોંચાડવામાં તકલીફ ન રહે તે માટે સાધન સહાય આપવામાં આવે છે. ખેડૂતોને માલ વાહક સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. Kisan Parivahan Yojana Gujarat ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે.

આ પણ વાંચો : MDM ગુજરાત દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, પગાર 15,000 થી શરૂ

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

કૃષિ સહાય યોજના હેઠળ આ યોજનાનો લાભ આપવા માટે લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલી છે. કૃષિ વિભાગ દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરેલ છે તે નીચે મુજબ છે.

 • અરજદાર ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
 • નાના, સિમાંત, મહિલા, એસ.ટી,એસ.સી,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
 • લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
 • લાભાર્થી ખેડૂત વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
 • લાભાર્થી ખેડૂતોઓએ કિસાન પરિવહન યોજનાનો પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી 5 વર્ષની સમય મર્યાદા અરજી કરી શકે.
 • ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા Ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.

માલ વાહક સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ

કિસાન પરિવહન યોજનામાં ikhedut subsidy અગાઉથી નક્કી કરેલી છે. આ સબસીડી યોજના 2023 અન્‍વયે અરજદાર ખેડૂતની જાતિ અને દરજ્જાના આધારે આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

સામાન્ય અને અન્ય ખેડૂતોનેKisan Parivahan Yojana ખેડૂતોને કુલ ખર્ચના 25 % અથવા 50,000/બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી મળશે.
મહિલા, નાના, સીમાંત,અનુસુચિત જાતિઅને અનુસુચિત જન જાતિ ખેડૂતોનેકિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 35 % અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી મળશે.

યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

ikhedut Portal પર ચાલતી Khedut Mal Vahak Vahan Sahay Yojana નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ જોઈએ.

 • ikhedut Portal 7-12
 • લાભાર્થીના આધારકાર્ડની નકલ
 • જો ખેડૂત S.C.જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
 • જો ખેડૂત S.T. જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
 • રેશનકાર્ડની નકલ
 • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
 • વન અધિકાર વિસ્તારના લાભાર્થીઓ માટે વન અધિકાર પત્રની નકલ (હોય તો)
 • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
 • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
 • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
 • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
 • લાઈસન્‍સ

અરજી કઈ રીતે કરવી?

માલ વહન પરિવહન યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતોએ ikhedut Portal પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે છે. ખેડૂતોએ લાભાર્થી ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા પોતાની ગ્રામ પંચાયત ખાતેથી કોમ્પ્યુટર સાહસિક (VCE) મારફતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે. કિસાન પરિવહન યોજનાની ઓનલાઈન અરજી કેવી કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

આ પણ વાંચો : પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 2023 : પાકમાં નુક્શાન થયેલ ખેડૂતોને સરકાર આપશે વળતરરૂપે સહાય
 • સૌપ્રથમ Google Search માં “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
 • જેમાં Google Search માં જે પરિણામ આવે તેમાંથી @ ikhedut.gujarat.gov.in વેબસાઈટ ખોલવી.
 • આઈ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
 • યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર-1 પર “ખેતીવાડી ની યોજના” ખોલવું.
 • “ખેતીવાડી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં સરકારી અન્ય યોજના, ખેડૂત યોજના બતાવશે.
 • જેમાં “માલ વાહક યોજના” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
 • ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
 • જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
 • લાભાર્થીએ ikhedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • લાભાર્થી ખેડૂતે કિસાન પરિવહન યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
 • લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Scroll to Top