કુંવરબાઈનું મામેરું સહાય યોજના 2023 : યોજના અંતર્ગત સરકાર આપશે કન્યા ને રૂપિયા 12 હજારની સહાય

કુંવરબાઈનું મામેરું સહાય યોજના 2023 : ગુજરાતમાં ઇ સમાજ કલ્યાણ પોર્ટલ [esamajkalyan.gujarat.gov.in] દ્વારા કુંવરબાઈ નું મામેરું યોજના પ્રદાન કરે છે. Kuvarbai Mameru Yojana સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નમાં 12,000 રૂપિયા નો લાભ આપે છે. કુવારબાઈનું મામેરુ યોજનાનો લાભ લેવા માટે e Samaj kalyan પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. દુલ્હનને રૂ.12000 ની સીઘી બેંક ખાતામાં સહાય આપવામાં આવે છે.

આ પણ વાંચો : [IPPB] ભારતીય પોસ્ટ વિભાગમાં આવી વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

કુંવરબાઈનું મામેરું સહાય યોજના 2023

ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે અને તેમને આર્થિક મદદ કરવાના હેતુથી “કુંવરબાઈ નું મામેરું યોજના” લાંબા સમયથી ચાલી રહી છે. કુવરબાઈ નુ મામેરુ યોજનામાં પરિણીત દીકરીઓને DBT દ્વારા સીધી તેમના બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવે છે. કુંવરબાઈ નું મામેરું યોજના સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નનો લાભ આપે છે. આ યોજનામાં સહાય રૂ. 12000/- (દસ હજાર) DBT દ્વારા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

કુંવરબાઈનું મામેરું સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામકુંવરબાઈનું મામેરું સહાય યોજના 2023
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશરાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને
લગ્ન બાદ નાણાંકીય આપવામાં આવે છે.
લાભાર્થીગુજરાત દીકરીઓને
સહાયની રકમ-1તારીખ-01/04/2021 પહેલાં લગ્ન
કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય
સહાયની રકમ-2ગુજરાતની કન્યાઓએ તારીખ-01/04/2021 પછી
લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય
માન્ય વેબસાઈટesamajkalyan.gujarat.gov.in

કુંવરબાઈનું મામેરું સહાય યોજનાનો ઉદેશ્ય

અનુસૂચિત જાતિની અને જનજાતિ ની ગરીબ વર્ગ ની કન્યા ના લગ્ન થયા પછી તેને નાણાકીય સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : જુનાગઢ વન વિભાગમાં આવી વન્ય પ્રાણી મિત્ર ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

અનુસૂચિત જાતિની અને જનજાતિ ની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

મિત્રો Kuvarbai Mameru Yojana યોજના યોજના માટે અરજી કરતા પહેલા તમારે યોજનાના યોગ્ય માપદંડો વિશે જાણવું જરૂરી છે.

  • સૌપ્રથમ અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
  • આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
  • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
  • કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઇએ.
  • ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
  • અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.
  • જો કોઈ કન્યા ના પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
  • લગ્‍ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.

કૂવારબાઈનું મામેરું યોજનામાં મળતો લાભ

મંગળસૂત્ર યોજના’ હેઠળ કન્યાઓને રાજ્ય સરકાર મામેરા માટે કેટલી રકમની સહાય કરે છે? જે નીચે મુજબ છે.

કુંવરબાઈનું મામેરું યોજના 2023 હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/ ની સહાય ચૂકવવામાં આવશે.

આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાનું ચૂંટણીકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • કન્યા નો જાતિનો દાખલો
  • યુવક નો જાતિનો દાખલો (જો હોય તો)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • યુવકની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • કન્યાના પિતા/વાલીનું એકરારનામું
  • કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

અરજી કઈ રીતે કરવી?

કુંવરબાઈનું મામેરું યોજના સરકારી યોજના માટે અરજી તમે સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈ ને કરી શકો છો.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓ ઉપર આવી શકે છે મોટી આફત, જાણો તમારું ભવિષ્ય
  • સૌપ્રથમ તમારે તેમાં રજિસ્ટ્રેશન કરવું પડશે અને id અને Password તમારા ઇમેઇલ આઇડી માં મોકલવામાં આવશે.
  • રજિસ્ટ્રેશન કર્યા પછી એ આઇડી પાસવર્ડ થી તમારે તેમાં લોગીન કરવાનું રહેશે.
  • અને ત્યાર બાદ તમારે કુંવરબાઈ નું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
  • ત્યાર બાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં રહેશે.
  • એકરાર નામુ ડાઉનલોડ કરી ને તેમાં વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
HomePageઅહીં ક્લિક કરો