ઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના : યોજના અંતર્ગત મળશે બાઇક ખરીદવા માટે 12000 રૂપિયાની સહાય

ઈલેક્ટ્રીક બાઈક યોજના 2023 : આજના ટેકનોલોજીના યુગમાં આખા વિશ્વમાં પેટ્રોલ ડીઝલ થી વાહનો ચાલે છે. પેટ્રોલ ડીઝલ થી ચાલતા વાહનોને કારણે પ્રદૂષણ ફેલાય છે. પ્રદૂષણ એ વિશ્વની એક મોટી સમસ્યા છે. વિશ્વના તમામ દેશો પ્રદૂષણ ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પેટ્રોલ ડીઝલ ચાલતા વાહનોને બદલે હવે ઈલેક્ટ્રીક થી ચાલતા વાહનો આપણે હવે અપનાવા પડશે.

આ પણ વાંચો : સુગર ફેક્ટરી બારડોલીમાં આવી વિવિધ જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

ઈલેક્ટ્રીક બાઈક યોજના 2023

Electric Vehicle Subsidy Gujarat યોજના મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી દ્વારા બહાર પાડવામાં આવી. આ Subsidy Scheme હેઠળ ધોરણ-9 થી 12 તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલતિ દ્વિ-ચક્રી વાહનની ખરીદી પર 12,000 (બાર હજાર) આપવામાં આવશે. તેમજ નાગરિકો અને સંસ્થા માટે ત્રિ ચક્રી વાહન ખરીદી પર 48,000/- (અડતાળીસ) હજાર સબસીડી આપવામાં આવશે.

ઈલેક્ટ્રીક બાઈક યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામGujarat Electric E-Vehicle Scheme 2023
ગુજરાતી ભાષામાંઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના
રાજ્યગુજરાત સરકાર
લાભાર્થીઓ-01ધોરણ 09 થી 12, કોલેજના વિદ્યાર્થીઓ (ઈલેક્ટ્રીક બાઈક,સ્કૂટર)
લાભાર્થીઓ-02વ્યક્તિ અને સંસ્થાઓ માટે (Three Wheeler e Rickshaw )
Launched ByGovernment of Gujarat
Supervised ByGujarat Energy Development Agency – GEDA
સત્તાવાર વેબસાઇટgeda.gujarat.gov.in

ઈલેક્ટ્રીક બાઈક સહાય યોજનાનો ઉદેશ્ય

આ યોજના મુખ્યત્વે ગુજરાત સરકારના એનર્જી વિભાગ ગેડા દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.જેનો ઉદ્દેશ આજ છેકે વાહનો થી ફેલાતા પ્રદૂષણ ને નિયંત્રણ મા લાવવું. તેથી જ આ સહાય ને સરકાર દ્વારા અમલ મા મુકવામાં આવેલ છે.

આ પણ વાંચો : તાપી જિલ્લા પંચાયત દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

આ સહાય ટોટલ 2 પ્રકાર ના વાહનો માપવામાં આવે છે. રાજ્યમાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જો તેઓ દ્વી ચક્રીય ઈલેક્ટીક વાહન ખરીદે તો તેઓને રૂ.12,000/- સબસિડી આપવામાં આવે છે.અને અન્ય વ્યક્તિ/સંસ્થા ને ત્રી ચક્રીય ઈલેક્ટ્રીક વાહન ખરીદે તો તેઓ ને રુ.48,000/- ની સબસિડી આપવામાં આવે છે.

ઇ બાઇક યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

ઇલેક્ટ્રીક બાઇકની સબસીડી ગુજરાત સરકારના GEDA Gujarat Govt. Bike Yojana દ્વારા આપવામાં આવે છે. જો ગુજરાતનો કોઈપણ વ્યક્તિએ આ ગુજરાતી એક ટ્રિક બાઇકની યોજનામાં લાભ લેવા માંગતા હોય તો ગુજરાત ઊર્જા વિકાસ એજન્‍સી“ દ્વારા અમુક પાત્રતા મૂકવામાં આવેલી છે જે વ્યક્તિને પાલન કરવી જરૂરી છે.

  • અરજી કરનાર વ્યક્તિએ ગુજરાતનો નાગરિક હોવા જરૂરી છે.
  • ઈલેક્ટ્રીક બાઈક યોજનાનો લાભ ગુજરાત માં ભણતા ધોરણ 09 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.
  • ત્રિચક્રી ઈલેક્ટ્રીક બાઈક યોજનામાં ગુજરાતની કોઈ પણ સંસ્થા તેમ જ વ્યક્તિ આ યોજનાનો લાભ લઇ શકે છે.
  • લાભાર્થી ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
  • Gujarat two wheeler scheme રાજ્યના ધોરણ-9 અને 12 તથા કોલેજના વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર થશે.
  • Three Wheeler Scheme રાજ્યના વ્યક્તિઓ અને સંસ્થાઓને મળવાપાત્ર જ થશે.

આ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ

પર્યાવરણનું રક્ષન અને જતન કરવા માટે e-scooter અને erickshaw નો ઉપયોગ વધારવો જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને Battery Operated Two Wheeler Scheme 2021-22 અમલમાં મૂકવામાં આવી છે, જેમાં લાભાર્થીઓને વાહનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. આ યોજના શું લાભ મળે તેની વિગતો નીચે મુજબ છે.

  • આ યોજના હેઠળ ધોરણ-9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓને electric scooter ની ખરીદી પર 12,000/સહાય આપવામાં આવશે.
  • વ્યક્તિ અને સંસ્થાઓ માટે Three Wheeler અથવા e rickshaw ની ખરીદી પર 48,000/- Subsidy આપવામાં આવશે.
  • Gujarat Electric e-Vehicle Scheme યોજના હેઠળ લાભાર્થીઓને સબસીડીની રકમ Direct Benefit Transfer (DBT) દ્વારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
  • આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઇલેક્ટ્રીક વાહનો આવજ વગરના આપવામાં આવશે.
  • આ યોજના માટે છોકરા અને છોકરીઓ બન્ને લાભ મળવાપાત્ર થશે.

અરજી કઈ રીતે કરવી?

આ યોજનાનો લાભ લેવા માટે Gujarat Energy Development Agency GEDA ની ઓફિશીયલ વેબસાઈટ પર જઈને અરજી ફોર્મ મેળવવાના રહેશે. આ યોજનાનું Application Form વિનામૂલ્યે Download કરી શકાશે. ત્યારબાદ નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે.

આ પણ વાંચો : યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
  • લાભાર્થીએ પોતાના Application Form માં માંગ્યા મુજબ માહિતી ભરવાની રહેશે.
  • એપ્લિકેશન ફોર્મ ભરીને સાથે ડોક્યુમેન્‍ટ જોડવાના રહેશે.
  • ત્યારબાદ ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરીને એમ્પેનલ થયેલી કંપનીઓ પાસે સહિ-સિક્કા કરવાના રહેશે.
  • અરજીપત્રકમાં માહિતી ભર્યા બાદ તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરેલ ઉત્પોદકોના ડીલર્સ પાસે ફોર્મ જમા કરાવી શકાય.
  • Electric Bike Subsidy in Gujarat નો લાભ લેવા માટે અરજી ફોર્મ GEDA ની ઓફિસ ખાતે પણ જમા કરાવી શકાય છે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here