ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન : હવે તમારું ઇ શ્રમ કાર્ડ કાઢવો ઘરે બેઠા, આ રહી પ્રક્રિયા

Gujarat police Bharti 2023

ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશમાં ખેતી કે અન્ય રોજગાર સાથે જોડાયેલા શ્રમિકોની સંખ્યા સૌથી વધારે છે. દેશમાં સંગઠિત કે અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલ શ્રમિકો માટે સરકારશ્રી દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે. જેવી કે, ખેડૂત માન-ધાન યોજના, પીએમ સ્વનિધિ, UWIN Card વગેરે.

આટલી બધી સરકારી યોજનાઓ હોવા છતાં પણ ઘણા શ્રમિકો માહિતીના અભાવને કારણે યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. જેથી તમામ શ્રમિકોને લાભ આપવા માટે ભારત સરકાર દ્નારા શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈશ્રમ પોર્ટલ બનાવવામાં આવ્યું. આ પોર્ટલ દ્વારા તમામ શ્રમિકોની માહિતી એકઠી કરવામાં આવશે. આ આર્ટિકલ દ્વારા ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ? તેની માહિતી મેળવીશું. E Shram Card 2023 Registration ની શું પ્રોસેસ તેની પણ વિગતવાર માહિતી મેળવીશું.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓના જીવનમાં આવશે ઉતાર ચડાવ, જાણૉ તમારું ભવિષ્ય

ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન

કેન્‍દ્ર સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ-શ્રમ કાર્ડ બનાવવામાં આવેલ છે. E-Shram Portal દ્વારા દેશના અસંગઠિત ક્ષેત્રના 38 કરોડથી વધુ શ્રમિકોનો ડેટા તૈયાર કરવામાં આવશે. જેમને આધારકાર્ડ સાથે જોડવામાં આવશે. જેનાથી અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના નામ, વ્યવસાય,સરનામુ, શૈક્ષણિક લાયકાત, ધંધાની આવડત અને પરિવારની માહિતી એકત્રીકરણ થશે. જેના દ્વારા રોજગારી માટે તેમજ સામાજિક સુરક્ષાની યોજનાનો લાભ આપી શકાશે. E Shram Card 2023 Registration કરેલ શ્રમિકોને 12 આંકડાનું એક કાર્ડ આપવામાં આવશે. જેના દ્વારા વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે.

ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન – હાઈલાઈટ્સ

પોર્ટલનું નામE Shram Portal
આર્ટિકલનું નામઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?
કોને બનાવેલ છે.ભારત સરકાર (શ્રમ અને રોજગાર વિભાગ)
લાભાર્થીઓદેશના અસંગઠિત ક્ષેત્રના કામદારો
ઉદ્દેશ્યશ્રમિકોના ડેટાબેઝ તૈયાર કરવો, જેથી એમને વિવિધ યોજનાઓનો લાભ આપી શકાય
ઓફિશિયલ વેબસાઈટhttps://eshram.gov.in/

ઈ-શ્રમ કાર્ડ વિષે અગત્યની માહિતી

ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ શ્રમિક પોર્ટલ ખૂબ જ મહત્વનું છે. આ પોર્ટલ શ્રમિકોના ઉત્થાન માટે બહુ યોગદાન આપશે. E Shram Portal ની અગત્યની બાબતો નીચે મુજબ છે.

  • E Shram Card બનાવવાની કામગીરી 26 ઓગસ્ટ 2021 ના રોજ ભારત સરકારના Ministry Of Labour And Employment દ્વારા લોંચ કરવામાં આવેલ હતું.
  • આ કાર્ડ દેશના કોઈપણ રાજ્યના નાગરિક બનાવી શકે છે.
  • ઈ શ્રમ કાર્ડ દ્વારા શ્રમિકો વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે.
  • અસંગઠિત ક્ષેત્ર તમામ કામદારો ઈ શ્રમ કાર્ડ બનાવી શકશે.
  • શ્રમિકોએ આ કાર્ડ બનાવવા માટે ઈ શ્રમ કાર્ડની ઓફિશીયલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • દરેક શ્રમિકોને એક કાર્ડ આપવામાં આવશે. જેમાં યુનિક આઈડેટિફિકેશન નંબર હશે.
  • ઈ શ્રમિક કાર્ડ બનાવવાથી પીએમ સુરક્ષા વીમા યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે. જેના અંતર્ગત 2.00 લાખ સુધી દુર્ઘટના વીમો આપવામાં આવશે. જો આ કાર્ડ હશે તો વીમાનું પ્રીમિયમની રકમ સરકાર દ્વારા ભરવામાં આવશે.
આ પણ વાંચો : સુરક્ષા સેતુ સોસાયટી મોરબી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ઈ-શ્રમ કાર્ડ કઢાવતા પહેલા ધ્યાન રાખવાની બાબતો

ઈ શ્રમિક કાર્ડ કઢાવતાં પહેલા લાભાર્થીઓ નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે.

  • અરજદાર લાભાર્થી Income Tex ન ભરતો હોવો જોઈએ.
  • શ્રમિકની ઉંમર 16 વર્ષ કરતાં વધારે અને 59 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ.
  • શ્રમિક EPFO/ESIC નો સભ્ય ન હોવો જોઈએ.

ઈ-શ્રમ કાર્ડ યોજનાનો ઉદેશ્ય

ઈ-શ્રમ પોર્ટલ નો મુખ્ય ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો જેવા કે, પ્રવાસી શ્રમિક, નિર્માણ શ્રમિક, ઘરકામના શ્રમિક, કૃષિક્ષેત્રે જોડાયેલ શ્રમિકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. ઈ-શ્રમ કાર્ડના આધારે કામદારોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ એકસૂત્રતામાં આપી શકાય. આ પોર્ટલ પર નોંધાયેલ શ્રમિકો પોતાના કૌશલ્યના આધારે નોકરી મેળવી શકશે.

ઈ-શ્રમ કાર્ડ દ્વારા મળવાપાત્ર લાભો

ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આ કાર્ડ લોન્‍ચ કરવામાં આવેલ છે. જેના નીચે મુજબના ફાયદાઓ અને લાભ છે.

  • e-Shram Card આખા દેશમાં માન્ય રાખવામાં આવશે.
  • PMSBY યોજનાનું વીમા કવરેજ મળશે.
  • અકસ્માતથી થતું મૃત્યુના કિસ્સાઓમાં 2 લાખ રૂપિયાની સહાય અથવા સ્થાયરૂપથી વિકલાંગ થાય તો 1 લાખ રૂપિયાની સહાય મળશે.
  • સરકારની સામાજિક સુરક્ષાના લાભોનું વિતરણ ઈ-શ્રમ કાર્ડના યુનિક નંબરના આધારે કરવામાં આવશે.
  • કોરોના કે અન્ય મહામારીના સમય દરમિયાન કેન્‍દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઈ-શ્રમ કાર્ડના ધારકોને પ્રથમ આપવામાં આવશે.
  • સરકારી સબસીડી અથવા સહાય ઈ-શ્રમ કાર્ડ ધરાવતા લાભાર્થીઓના બેંક કે પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવશે.
  • આરોગ્યને લગતી યોજનાઓ, શિક્ષણ સહાયને લગતી યોજનાઓને ઈ-શ્રમ કાર્ડ સાથે જોડવામાં આવશે.

ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

અસંગઠિત ક્ષેત્ર શ્રમિકોને અનેક લાભ આપતું આ કાર્ડ કઢાવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.શ્રમિક કાર્ડનું ઓનલાઈન રજીસ્ટ્રેશન e Shram Official Website પરથી અને Common Service Center (CSC) પરથી કરી શકાશે. જેના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નીચે મુજબ છે.

  • આધારકાર્ડ
  • આધારકાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર
  • બચત ખાતાની ઝેરોક્ષ
  • રેશન કાર્ડની નકલ
  • ઉંમર અંગેનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

ઈ-શ્રમ કાર્ડ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

અસંગઠિત ક્ષેત્રના કામદારોને ભારત સરકાર દ્વારા શ્રમિક કાર્ડ પૂરું પાડવામાં આવશે. આ શ્રમિક કાર્ડ માટે જાતે ઓનલાઈન રજીસ્ટ્રેશન તથા નજીકના કોમન સર્વિસ સેન્‍ટર પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઈ-શ્રમ કાર્ડનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

આ પણ વાંચો : Gujarat police Bharti 2023 : પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ માટે કરાશે ભરતીની જાહેરાત
  • સૌથી પહેલાં Google માં E Shram Portal ટાઈપ કરવાનું રહેશે.
  • How to Registration Shram Card 2023
  • ઈ શ્રમ ખોલ્યા બાદ તેમાં Official Website ખોલવાની રહેશે.
  • હવે તેમાં Home Page ખૂલશે.
  • જેમાં Register on eShram પર ક્લિક કરવાનું રહેશે.
  • Registration Login Page
  • હવે નવુ પેજ ખૂલશે એમાં આધારકાર્ડ સાથે મોબાઈલ લિંક હોય તે દાખલ કરવો અને સાથે Captcha Code નાખવાનો રહેશે.
  • હવે તમને Employees’ Provident Fund Organization (EPFO) અને Employees’ State Insurance Corporation (ESIC) આવા પ્રશ્ન પૂછવામાં આવશે. જેમાં EPFO/ESICના સભ્ય ન હોય તો “ના” પસંદ કરીને આગળ જવાનું રહેશે.
  • ત્યારબાદ OTP પર વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર OTP આવશે, જે તેના બોક્સમાં નાખવાનો રહેશે.
  • ત્યારબાદ Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે આપણે આપનો આધારકાર્ડ નંબર નાખવાનો રહેશે. અને સબમીટ આપવાનું રહેશે.
  • જેનાથી તમારા મોબાઈલ નંબર પર એક નવો OTP આવશે તે OTP ફરીથી નવા Box માં નાખી વેરીફાઈ કરવાનું રહેશે.
  • વેરીફાઈ કર્યા બાદ આપના આધાર કાર્ડ પરથી ડેટાબેઝના આધારે ફોટો અને અન્ય જાણકારી સ્કીન પર જોવા મળશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here