કોચિંગ સહાય યોજના 2023 : સરકારી નોકરીની તૈયારી કરતાં વિધ્યાર્થીઓને મળશે 20 હજારની સહાય

કોચિંગ સહાય યોજના 2023 : શું તમે કોચિંગ સહાય યોજના શોધી રહ્યાં છો @esamajkalyan.gujarat.gov.in| શું તમે કોચિંગ સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માત્યે અહીં આ પોસ્ટમાં ગુજરાતી કોચિંગ સહાય યોજના વિશે માહિતી જણાવવામાં આવે છે તો અંત સુધી વાચવાનો વિનંતી કરો. ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે તેમાં આર્થિક, શૈક્ષણિક, સામાજિક વગેરે જેવાં ક્ષેત્રે ઘણી બધી યોજનાઓ છે.

આ પણ વાંચો : [RCM] રાજકોટ મહાનગર પાલિકામાં આવી લાઈનમેનની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

કોચિંગ સહાય યોજના 2023

તેમાંથી શૈક્ષણિક ક્ષેત્રે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે ટ્યુશન સહાય યોજના ચાલું કરવામાં આવી છે. આ યોજના થકી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કોચિંગ માટે ઘણી ફી ભરે છે. તેના લીધે સરકાર દ્વારા કોચિંગ માટે સહાય આપવામાં આવે છે. આ યોજના વર્ષ ૨૦૧૭-૧૮ માં શરૂ કરવામાં આવી હતી. તો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ને સરકર દ્વારા આપવામાં આવતી કોચિંગ માટે સહાય લેવા માટે તેનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેમજ આ યોજનામાં કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે.

ગુજરાતમાં અનુસૂચિત જાતિ વર્ગના રહેતાં વિદ્યાર્થીઓને UPSC, GPSC, તેમજ Class 3 ની ગૌણ ભરતીઓ માટે તેમજ કેન્દ્ર સરકારની તમામ ભરતીઓ માટે સરકાર દ્વારા ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે વધુમાં વધું રૂપિયા ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે.

કોચિંગ સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામ કોચિંગ સહાય યોજના
વિભાગનિયામક અનુસૂચિત જાતી વિભાગ
લાભાર્થીઅનુસૂચિત જાતી વર્ગના વિદ્યાર્થીઓ
મળવાપાત્ર સહાય૨૦,૦૦૦/- સુધી સહાય
સત્તાવાર વેબસાઇટ@ esamajkalyan.gujarat.gov.in
જિલ્લા હેલ્પલાઈન નંબર 07923256959

કોચિંગ સહાય યોજનાનો ઉદેશ્ય

ગુજરાતમાં અનુસૂચિત જાતિ વર્ગના રહેતાં વિદ્યાર્થીઓને UPSC, GPSC, તેમજ Class 3 ની ગૌણ ભરતીઓ માટે તેમજ કેન્દ્ર સરકારની તમામ ભરતીઓ માટે સરકાર દ્વારા ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે વધુમાં વધું રૂપિયા ૨૦,૦૦૦/ સુધીની સહાય આપવામાં આવે છે.

આ પણ વાંચો : [CHE] ઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાત દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

કોચિંગ સહાય યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ પત્રતા હોવી જરૂરી છે :

  • વિદ્યાર્થી અનુસૂચિત જાતી વર્ગનો હોવો જોઈએ
  • વિદ્યાર્થીએ સ્નાતક ની પરીક્ષા માં 50% કે તેથી વધું માર્કસે પાસ કરેલી હોવી જરૂરી છે.
  • પુરૂષ હોય તો 35 વર્ષ અને સ્ત્રી હોય તો 40 વર્ષ સુધી વયમર્યાદા રહેશે.
  • વિદ્યાર્થીના માતા-પિતા કોઈ પણ સરકારી નોકરી કરતા ના હોવા જોઈએ.

કોચિંગ સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ

ગુજરાત માં વસતા અનુસૂચિત જાતીના વિદ્યાર્થીઓને ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે સરકાર દ્વારા વધુમાં વધું ૨૦,૦૦૦/- રૂપિયા ની સહાય આપવામાં આવે છે. આ સહાય વિદ્યાર્થીની કોચિંગ પુરી થાય ત્યાર પછી નાયબ અરજી મંજુર થઈને રકમ વિદ્યાર્થીના બેન્ક ખાતા માં જમાં થાય છે. આ રકમ છે તે સંપૂર્ણ કોચિંગ પુરી થાઈ ત્યાર પછી સમાજ કલ્યાણ ઓફિસે જાણ કરવાની હોય છે અને ત્યાર પછી મળે છે.

આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો

કોચિંગ સહાય યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબ ડોકયુમેન્ટ ની જરૂર પડશે:

  • વિદ્યાર્થીનું આધારકાર્ડ
  • આવકનો દાખલો
  • જાતી અંગેનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • સ્નાતક કક્ષાની માર્કશીટ
  • બેન્ક પાસબુક
  • જે સંસ્થામાં એડમિશન લીધું છે તે સંસ્થાનું બોર્ડ દર્શાવતો ફોટો
  • જે સંસ્થામાં એડમિશન લીધેલ છે તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર
  • ફી ભરેલ પહોંચ

અરજી કઈ રીતે કરવી?

કોચિંગ સહાય યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો:

આ પણ વાંચો : શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના 2023 : સરકાર આપશે નવો ધંધો શરૂ કરવા માટે રૂપિયા 8 લાખની સહાય
  • સૌપ્રથમ સરકારની ઓફિશ્યિલ વેબસાઈટ Samaj Kalyan પર જવાનું રહેશે.
  • ત્યાર પછી નીચે મુજબ પેજ ખુલશે.
  • ઉપર મુજબ જણાવ્યા પ્રમાણે “New User?” પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશન માટે ઉપર દર્શાવેલ સ્ટેપ થી રજીસ્ટ્રેશન કરીને લાસ્ટ માં સબમિટ કરવાનું રહશે.
  • સબમિટ કરશો એટલે ઉપર મુજબ પેજ પ્રમાણે “User Id અને “Password” થી લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ ઉપર મુજબ ઘણી યોજનાઓ જોવા મળશે.
  • તેમાંથી ઉપર દર્શાવેલ “કોચિંગ સહાય યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  • ઉપર મુજબ આખુ બોક્સ ખુલશે અને તેના ઉપર ટેપ કરવાનું રહેશે.
  • ત્યાર પછી ઉપર દર્શાવેલ પેજ ખુલશે અને તેમાં સ્ટેપ બાય સ્ટેપ બધી જ માહિતી ઓનલાઈન ફોર્મ માં ભરવાની રહશે.
  • ત્યાર પછી 1 MB સાઈઝ ના ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહશે.
  • લાસ્ટ માં બાંહેધરી આપીને અરજી સબમિટ કરવાની રહશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો