અંત્યેષ્ટિ સહાય યોજના 2023 : શ્રમિકોને અંતિમક્રિયા કરવા માટે મળશે 10 હજારની સહાય

અંત્યેષ્ટિ સહાય યોજના 2023 : અંત્યેષ્ઠિ સહાય યોજના ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રના વ્યવસાયમાં જોડાયેલ અને નોંધાયેલ શ્રમયોગી નું કામ દરમિયાન મૃત્યુ થાય તો મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવાર ને આ યોજના હેઠળ અંતિમક્રિયા માટે ₹10,000 ની નાણાકીય સહાય આપવાની જોગવાઈ છે.

આ પણ વાંચો : સાર્વજનિક કેળવણી મંડળ મહેસાણા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

અંત્યેષ્ટિ સહાય યોજના 2023

જેમાં બાંધકામ વ્યવસાયમાં રહેલા શ્રમયોગીને ચાલુ કામ દરમિયાન મૃત્યુ થાય તો બાંધકામ શ્રમયોગીના કાયદેસર નિયમો મુજબ આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી આ અંત્યેષ્ઠિ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ લેખ માં આપણે જાણીશું કે અંત્યેષ્ઠિ સહાય યોજના શું છે? તેનો લાભ કોણ લઈ શકે, મળવાપાત્ર લાભ, જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી. તેથી આર્ટીકલ છેલ્લે સુધી વાંચજો.

અંત્યેષ્ટિ સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજના નું નામઅંત્યેષ્ઠિ સહાય યોજના
વિભાગગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ
લાભાર્થીબાંધકામ ક્ષેત્રે જોડાયેલા શ્રમિકો
મળવાપાત્ર સહાય₹10,000 (કામ દરમિયાન મૃત્યુ ના કિસ્સા માં)
સતાવાર વેબસાઇટhttps://bocwwb.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર079-25502271

અંત્યેષ્ટિ સહાય યોજનાનો ઉદેશ્ય

ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રના વ્યવસાયમાં જોડાયેલ અને નોંધાયેલ શ્રમયોગી નું કામ દરમિયાન મૃત્યુ થાય તો મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવાર ને અંતેષ્ઠી સહાય યોજના હેઠળ અંતિમક્રિયા માટે ₹10,000 ની નાણાકીય સહાય આપવાની જોગવાઈ આ યોજનામાં કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : ગુજરાત હાઇબ્રીડ બિયારણ યોજના : યોજના અંતર્ગત ખેડૂતોને બિયારણ ખરીદવા માટે મળશે 75,000 ની સહાય

આ યોજનાનો લાભ કોણ લઈ શકે?

ગુજરાતના બાંધકામ વ્યવસાયમાં જોડાયેલા તમામ શ્રમયોગી જેની ૧૮ થી ૬૦ વર્ષની ઉંમર છે જે નીચે મુજબ છે.

  • કડિયા
  • પ્લમ્બર
  • ઇલેક્ટ્રીસિયન
  • સુથાર
  • લુહાર
  • વાયરમેન
  • કલરકામ કરનાર
  • લિફ્ટ ઇન્સ્ટોલ કરનાર
  • ફેબ્રીકેશન કરનાર
  • ઇંટો/નળિયા બનાવનાર
  • વેલ્ડર
  • સ્ટોન કટિંગ/ક્રશિંગ કરનાર
  • મ.ન.રે.ગા. વર્કર વગેરે..

અંત્યેષ્ટિ સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • શ્રમયોગી કામ દરમિયાન મૃત્યુ પામે તો તેમના પરિવારને અંત્યેષ્ઠિ સહાય યોજના હેઠળ અંતિમક્રિયા માટે ₹10,000 ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.

આ યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો

અંત્યેષ્ઠિ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.

  • અરજી પત્રક(નમૂનામાં)
  • મરણ અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ
  • વારસદાર

અરજી કઈ રીતે કરવી?

નાણાકીય સહાય મેળવવા માટે નોંધાયેલ બાંધકામ શ્રમિક ના પરિવાર ને આ નમૂના સાથે અરજી ફોર્મ રજૂ કરવાનું રહેશે.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો ઘટાડો, જાણો આજના તાજા ભાવ

બાંધકામ શ્રમિકોના પરિવારના સદસ્યને અરજી જે તે જિલ્લાના પ્રોજેક્ટ મેનેજર અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડને આપવાની રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટ Click Here
HomePageClick Here