આજે ગુજરાતમાં ત્રાટકશે બિપોરજોય વાવાઝોડું, ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી

આજે બિપોરજોય વાવાઝોડું ભૂક્કા બોલાવશે : ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. દિલ્હી-એનસીઆરના લોકો પણ ભેજવાળી ગરમીથી પરેશાન છે. આ સાથે જ હવામાન વિભાગના લેટેસ્ટ રિપોર્ટથી રાહતની આશા જાગી છે. ચક્રવાત બિપોરજોય આગામી કેટલાક કલાકોમાં તોફાનમાં તીવ્ર બને તેવી સંભાવના છે. આ કારણે અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ પડવાનો છે. ભારે પવન અને વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. આઇએમડીએ આ આગાહી કરી છે.

બિપોરજોય વાવાઝોડું ભૂક્કા બોલાવશે

હવામાન વિભાગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, અતિ ગંભીર ચક્રવાત ‘બિપોરજોય’ ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે તેવી અપેક્ષા નથી. હિમાચલ પ્રદેશમાં સોમવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે.

આ પણ વાંચો : અંત્યેષ્ટિ સહાય યોજના 2023 : શ્રમિકોને અંતિમક્રિયા કરવા માટે મળશે 10 હજારની સહાય

ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખા, નલિયા, માંડવી સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાનું અનુમાન છે. આ સાથે વરસાદ પણ થશે. જેના કારણે તમામ પોર્ટ પર બે નંબરનું સિગ્નલ લગાવી દીધું છે. વાવઝોડાની ગતિવિધીને લઈને હવામાન વિભાગ દ્વારા સરકારને પળેપળનો રિપોર્ટ આપી રહ્યા છે. સરકાર દ્વારા તંત્ર એલર્ટ રહેવા માટે સૂચના આપી છે.

આખરે કયા છે બિપોરજોય વાવાઝોડું?

વાવાઝોડાની ઝડપ વધીને 140 કિમી થવાની શક્યતા છે. તેથી દરિયાઈ વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. તથા માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગની સૂચના છે. તેમાં ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. આગામી 24 કલાકમાં વાવાઝોડુ વધુ જોર પકડી ગુજરાત તરફ આગળ વધશે. બિપરજોય વાવાઝોડું રાજ્યના દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. 11 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડુ ટકરાય તેવા સંકેત છે.

કેટલાક સ્થળોએ વાવાઝોડા અને કરા પડવા માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ઊંચા પહાડોમાં એક-બે જગ્યાએ હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આગામી 24 કલાક દરમિયાન તેલંગાણાના 23 જિલ્લામાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે તોફાની પવન સાથે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે.

4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદ થઈ શકે છે. આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર પણ રહેશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે 10, 11 અને 12 જૂને પવન 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. જ્યારે 13 જૂને પવન 120 કિમી પ્રતિ કલાકની ઝડપ પણ પકડી શકે છે.

આગામી 24 કલાક ગુજરાત માટે ભારે

આ વાવાઝોડું 200-300 કિમીના અંતરે ગુજરાતના પોરબંદરના દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે, પરંતુ આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વાવાઝોડા અને તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે.

વાવાઝોડુ બિપોરજોય બન્યું ડીપ ડિપ્રેશન

ઓમાન તરફ જતા વાવાઝોડાની ગતી 125 કિમી પ્રતિકલાક સુધી જશે. તેમજ વાવાઝોડાની અસરો પશ્ચિમ દક્ષિણ સૌરાષ્ટ્રના વધુ જોવા મળશે. તથા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની પણ સંભાવના રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : સાર્વજનિક કેળવણી મંડળ મહેસાણા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

વાવઝોડાની અસર મુંબઈ મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે. સાથે જ 15 જૂન સુધીમાં દેશના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળશે. તથા ઊંચા મોજા દરિયામાં ઉછળતા દરિયો ન ખેડવા માછીમારોને સલાહ આપવામાં આવી છે.

આઇએમડીએ તેની તાજેતરની આગાહીમાં જણાવ્યું છે કે ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાન ‘બિપોરજોયઆગામી 12 કલાક દરમિયાન અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી સંભાવના છે. આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધતાં પહેલાં તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતા છે, એમ તેમણે જણાવ્યું હતું.

બિપોરજોય વાવાઝોડાની લાઈવ અપડેટClick Here
HomePageClick Here