[VNSGU] વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

VNSGU ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : 10 પાસ માટે ભારતીય રેલવેમાં આવી 2400 જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

VNSGU ભરતી 2023

[VNSGU] વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

VNSGU ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
નોકરીનું સ્થળસુરત, ગુજરાત
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ08 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ24 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://vnsgu.ac.in/

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બી.ઈ સિવિલ એન્જીનીયર તથા ડિપ્લોમા સિવિલ એન્જીનીયરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : PVC Aadhar Card Online : ફક્ત 50 રૂપિયામાં ATM જેવુ પીવીસી આધાર કાર્ડ બનાવો ઘરે બેઠા

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, VNSGUની આ ભરતીમાં અરજી કરવા માટે સિવિલ એન્જીનીયરીંગની ફિલ્ડમાં ડિગ્રી અથવા ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

  • VNSGUની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ બી.ઈ સિવિલ એન્જીનીયરના પદ પર માસિક રૂપિયા 55,000 જયારે ડિપ્લોમા સિવિલ એન્જીનીયરના પદ પર માસિક રૂપિયા 35,000 ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરાઈ ગયા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ/સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ http://rms.vnsgu.net/ અથવા https://www.vnsgu.ac.in/ વિઝીટ કરો.
  • હવે વેબસાઈટમાં આપેલ “Registration” ના ઓપ્શન પર ક્લિક કરો અને તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી દો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ફોર્મને ફાઈનલ સબમિટ કરો તથા પ્રિન્ટ કાઢી લો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : [GMRC] ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ08 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ24 સપ્ટેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો