વાહન અકસ્માત સહાય યોજના 2023 : યોજના હેઠળ મળશે હોસ્પિટલ ખર્ચ માટે રૂપિયા 50000 ની સહાય

વાહન અકસ્માત સહાય યોજના 2023 : મિત્રો આ એક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યોજના છે. ગુજરાત સરકાર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. જેવી કે આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, જનની સુરક્ષા યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આ ગુજરાત સરકાર વાહન અકસ્માત સહાય યોજના માટે અરજદારે કેવી રીતે અરજી કરવી તેની માહિતી મેળવીશું. અરજદારને આ યોજનાથી શું લાભ થશે?, અરજદાર આ યોજના માટે કેવી રીતે અરજી કરી શકે?, વગેરે બાબતોની તમામ જાણકારી આપણે આગળ આ જ પોસ્ટમાં જાણીશું.

આ પણ વાંચો : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટો માટે 171 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

વાહન અકસ્માત સહાય યોજના 2023

આજે દેશ અને દુનિયામાં વાહનોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળે છે. જેમ જેમ વાહનોની સંખ્યામાં વધારો થાય છે, તેમ તેમ Accident ના પ્રમાણમાં પણ વધારો થતો જોવા મળ્યો છે. નિષ્ણાંત ડોક્ટરોના મત અનુસાર, જો Accident થયાના એક કલાકની અંદર ઇજાગ્રસ્તોને સારવાર મળવી જોઈએ. જો તાત્કાલિક સારવાર મળે ઇજાગ્રસ્તને બચવાના ચાન્સ વધી જતા હોય છે. અકસ્માત પછીનો એક કલાક એક એવો ગોલ્ડન અવર છે.

જેમાં જો ઈજા પામનારને સારવાર મળી જાય તો મૃત્યુનુ પ્રમાણ ટાળી શકાય છે. જેને ધ્યાને રાખી ગુજરાત સરકારે Vahan Akasmat Sahay Yojana અમલમાં મુકેલ છે. જેમાં ગુજરાતના કોઈપણ વિસ્તારમાં અકસ્માતમાં ઇજા પામનારને અકસ્માતના પ્રથમ 48 કલાક માટે મફત તબીબી સારવાર પુરી પાડવા માટે આ યોજના અમલમાં મુકેલ છે. જેના વિશે વધુ માહિતી આપણે આ જ આર્ટિકલમાં જાણીશું.

વાહન અકસ્માત સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજના નું નામVahan Akasmat Sahay Yojana 2023
યોજનાની શરૂઆત કોણે કરીગુજરાત સરકાર
યોજનાનો હેતુવાહન અકસ્માત માં ઇજા પામનાર ને મફત તબીબી સારવાર પૂરી પાડવી
લાભાર્થીઅકસ્માત માં ઇજાગ્રસ્ત વ્યક્તિ
સત્તાવાર વેબસાઇટhttps://gujhealth.gujarat.gov.in/
આ પણ વાંચો : હવામાન વિભાગની ભયંકરમાં ભયંકર આગાહી, આ જિલ્લોમાં પડશે કરા સાથે વરસાદ

વાહન અકસ્માત યોજનાનો ઉદેશ્ય

આ યોજનાનો એ જ ઉદ્દેશ્ય છે કે, ગુજરાત રાજ્યમાં કોઇપણ વિસ્તારમાં થયેલ અકસ્માતમાં ઇજા પામનાર વ્યક્તિને મફત સારવાર સુવિધા પુરી પાડવી. જેમાં સરકાર દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને Accident ના 48 કલાક સુધીની સારવાર મફતમાં પૂરી પાડવામાં આવે છે. જેથી કરીને રોડ અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યામાં ઘટાડો કરી શકાશે અને પરિવારને વિખેરાતા બચાવી શકાશે.

આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ

Vehicle Accident નો ભોગ બનનાર વ્યક્તિને હોસ્પિટલ બિલમાં સહાય આપવામાં આવે છે. જેમાં થયાના પ્રથમ 48 કલાકમાં અપાયેલ સારવાર, ઓપરેશન,વગેરે માટે થયેલ ખર્ચ પેટે સરકાર 50,000/ ની મર્યાદામાં સીધેસીધો હોસ્પિટલને ચૂકવે છે.

આ યોજનામાં ઇજાગ્રસ્ત જે હોસ્પિટલમાં દાખલ થાય છે, તે હોસ્પિટલમાં ઉપસ્થિત તમામ સહાય મેળવી શકે છે. તેમજ જો અમુક સારવાર સીટી સ્કેન, ડાયગ્નોસ્ટિક સારવાર માટે પણ સહાય આપવામાં આવે છે. તે હોસ્પિટલમાં ઉપલ્બ્ધ ના હોય તો નજીકની અન્ય હોસ્પિટલમાં ઉપલ્બ્ધ હોય તો ત્યાંથી ઇજાગ્રસ્ત આ સારવાર મેળવી શકે છે. જેનું ચૂકવણુ દાખલ થયેલ હોસ્પિટલે ચૂકવવાનું રહેતુ હોય છે. ગુજરાત સરકાર દ્વારા નિયત દરોમાં તેનું ચુકવણુ કરવામાં આવતુ હોય છે.

આ યોજનામાં ઇજાગ્રસ્તને રોકડમાં કોઈ સહાય ચૂકવવામાં આવતી નથી. પરંતુ સરકાર દ્વારા થયેલ ખર્ચનું ચુકવણુ સીધેસીધુ હોસ્પિટલને કરવામાં આવતું હોય છે. ઇજાગ્રસ્તે આ યોજનાનો લાભ મેળવવા માટેની પ્રક્રિયા કરવા માટે કોઇ નાણાં ચૂકવવાના રહેતાં નથી.

આ પણ વાંચો : મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 2023 : ગાયોના રક્ષણ માટે સરકાર આપશે સહાય

વાહન અકસ્માત સહાય યોજના માટેની પાત્રતા

આ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા તમામ ઇજાગ્રસ્તોની લાભ આપવામાં આવે છે. કોઈ નાણાકીય પરિસ્થિતિ, રાજ્ય કે રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વગર લાભ આપવામાં આવે ગુજરાત રાજ્યની હદમાં થયેલ રોડ એક્સિડન્‍ટમાં ઇજા પામનાર તમામ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાનો લાભ મેળવવા માટે ઇજા પામનાર વ્યક્તિ અથવા તેના સગાંએ લાભ મેળવવા અંગેનું સંમતિપત્ર આપવાનું રહેતુ હોય છે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here