તાર ફેન્સીંગ યોજના 2023 : સરકાર આપશે 2 હેક્ટર જમીનમાં ફેન્સીંગ કરવા માટે કુલ ખર્ચના 50% ની સહાય

તાર ફેન્સીંગ યોજના 2023 : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ બનાવેલ છે. રાજ્ય સરકાર દ્વારા ટ્રેક્ટર સહાય યોજના, તાડપત્રી સહાય યોજનાઓ વગેરે અમલી બનાવેલ છે. આવી Tar Fencing ખેડૂતો માટેની યોજનાઓ ikhedut Portal ઓનલાઈન મૂકવામાં આવે છે. તાજેતરમાં ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે રાજ્યરના લાભો ખેડૂતોને તેનો લાભ મળી શકશે. ખેડૂતો હવે પોતાના ખેતરમાં પાકના રક્ષણ માટે તાર ફેન્સીંગ યોજનાનો લાભ પણ લઈ શકશે.

આ પણ વાંચો : તાર ફેન્સીંગ યોજના 2023 : સરકાર આપશે 2 હેક્ટર જમીનમાં ફેન્સીંગ કરવા માટે કુલ ખર્ચના 50% ની સહાય

તાર ફેન્સીંગ યોજના 2023

Tar Fencing Yojana 2023 યોજના હેઠળ ખેડૂતોની કૃષિ પેદાશોને જંગલી પ્રાણીઓ અને ઢોરની હાનિકારક અસરોથી બચાવવાના માટે યોજના બનાવેલ છે. ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તાર ફેન્સીંગ યોજના ૨૦૨૩ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના જે 2005 માં તેની શરૂઆત પછી નોંધપાત્ર ફેરફારોમાંથી પસાર થઈ છે. તેનો હેતુ તેની અસરકારકતા વધારવા અને વધુ ખેડૂતોને ટેકો આપવા માટે તેની પહોંચ વિસ્તારવાનો છે. ખેડૂતોની આવક વધારવાના લક્ષ્‍યાંક સાથે ગુજરાત સરકાર આ લક્ષ્યને હાંસલ કરવા માટે સક્રિયપણે સામેલ છે.

તાર ફેન્સીંગ યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામTar Fencing Yojana 2023
આર્ટીકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશખેડૂતોને સબસીડી દ્વારા જમીનના ફરતે પાક રક્ષણ હેતુ ફેન્‍સીંગ તાર સહાય
લાભાર્થીગુજરાતના ખેડૂતો
સહાયની રકમઆ અગાઉ 5 હેકટર જમીનમાં લાભ મળતો હતો, હવે માત્ર 2 હેકટર જમીન વિસ્તાર માટે પણ કંટાળા તાર ફેનસિંગ યોજનાનો લાભ લઈ શકાશે. – જમીનના કલસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગેરનીંગ મીટર દીઠ રૂપિયા 200/- સહાય મળશે.- ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે સહાય મંજુર થશે.
સત્તાવાર વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  

તાર ફેન્સીંગ યોજનાનો ઉદેશ્ય

રાજ્યના ખેડૂતો માટે અઢળક યોજનાઓ બનાવેલ છે. ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના 2023 ખેડૂતો માટેની જ યોજના છે. તાર ફેન્સીંગ યોજનાનો હેતુ ખેડૂતોના પાકને જંગલી ભૂંડ, ડુક્કર અને નીલ ગાય, હરણ થી બચાવવાનો છે, જેથી આ પ્રાણીઓ દ્વારા ઉભા પાકને થતા નુકસાનને ઓછું કરી શકાય.

આ પણ વાંચો : [BDL] ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

આ યોજના વ્યક્તિગત ખેડૂતો અથવા ખેડૂતોના જૂથની અરજી હાલમાં મૂલ્યાંકન કરવામાં આવશે. સમીક્ષા પ્રક્રિયામાં ખેડૂત અથવા ખેડૂત જૂથની વિગતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમાં તેમની અરજી અને તેમના બેંક નાણાંકીય ખાતા વિશે સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે.

  • આ યોજનાનો લાભ ગુજરાતના નાગરિકોને મળશે.
  • ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
  • 2 હેક્ટર જમીન વિસ્તાર ધરાવતા ખેડૂતોને લાભ મળશે.
  • આધારકાર્ડ ધરાવતા હોય એમને લાભ મળશે.
  • ખેડૂતો 7/12 અને 8-A નો વિસ્તાર ધરાવતા ખેડૂતોને લાભ મળશે.

તાર ફેન્સીંગ યોજનામાં મળવાપાત્ર લાભ

પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્‍સીંગ બનાવવાની યોજના અન્‍વયે તારના ફેન્‍સીંગ અને માલ-મટીરીયલ્સના સ્પેસિફિકેશન નીચે મુજબ આપેલ છે.

  • થાંભલા ઉભા કરવા માટે ખાડાનું માપ 0.40 મીટર પહોળાઈ * 0.40 મીટર લંબાઈ * 0.60 મીટર ઉંડાઈ હોવી જરૂરી છે.
  • થાંભલાની સાઈઝ 2.50 મીટર ઉંડાઈ * 0.10 મીટર જાડાઈ * 0.10 મીટર પહોળાઈ હોવી જોઈએ.
  • બે થાંભલા વચ્ચેનું વધુમાં વધ અંતર 3.00 મીટર જોઈએ.
  • દર 15.00 મીટરે સહાયક થાંભલા બન્ને બાજુ મૂકવાના રહેશે, તેનું માપ/ સાઈઝ મૂળ થાંભલા મુજબ જ રહેશે.
  • થાંભલાના પાયામાં સિમેન્‍ટ કોંક્રીટથી પુરાણ કરવાનું રહેશે.
  • કાંટાળા તાર માટેના લાઈન વાયર તથા પોઈન્‍ટ વાયરના મિનિમમ ડાયામીટર 2.50 એમ.એમ રહેશે.
  • કાંટાળા તાર આઈ.એસ.આઈ માર્કા વાળા, ગેલ્વેનાઈઝડ, ડબલ વાયર અને જી.આઈ.કોટેડ હોવા જોઈએ.
  • વાડ નીચેથી જાનવર ખેતરમાં પ્રવેશી ના શકે તે માટે તારની વાડની ડિઝાઈનમાં નીચેના ભાગે લોખંડની જાળી વિકલ્પ સ્વરૂપે રાખી શકાશે.
  • લોખંડની જાળીને યોગ્ય ઉંડાઈ સુધી જમીનમાં પણ દબાવાની રહેશે. જાળીની ઊંચાઈ ગ્રાઉન્‍ડ લેવલથી 0.92 મીટર તથા જાળીના વાયરનો વ્યાસ 3.2 એમ.એમ તેમજ મેશ સાઈઝ 100 એમ.એમ * 100 એમ.એમ સુધી રાખી શકાશે.
  • તાર ફેન્‍સિંગના વિકલ્પે ઓછામાં ઓછા સેકન્‍ડ ગ્રેડ બેલાની દિવાલ બનાવી શકાશે. દિવાલની જમીનમાં ઊંડાઈ 0.6 મીટર * પહોળાઈ 0.23 મીટર * ઊંચાઈ ગ્રાઉન્‍ડ લેવલથી 2.0 મીટર હોવી જોઈએ.
  • જ્યારે બેલાની સાઈઝ 0.18 * પહોળાઈ 0.23 * લંબાઈ 0.38 મીટર વોઈડ સાથે અથવા વોઈડ વગર પણ રાખી શકાશે.

આ યોજનાનો લાભ લેવા માટેના દસ્તાવેજો

  • અરજી સાથે ખેડ્રત/ખેડૂતોના જુથની વિગતો
  • બેંક ખાતાની વિગતો
  • ૭/૧૨, ૮અ તેમજ આઘારકાર્ડની નકલ
  • જુથ લીડરને પેમેન્ટ કરવાનુ એફીડેવીટ
  • ખેડૂતો કામગીરી સામૂહિક રીતે કરવા સંમત છે તેવુ સંમતિ૫ત્ર
  • જુથના ખેડૂતોએ તાર ફેન્સીંગ યોજનાનો લાભ આગાઉ લીઘેલ નથી તે અંગેનુ બાંહેઘરી૫ત્રક

અરજી કઈ રીતે કરવી?

તાર ફેન્‍સિંગ સહાય યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી Online Arji કરવાની રહેશે. ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે. ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું.

આ પણ વાંચો : હવામાન વિભાગની આગાહી : ગુજરાતના આ વિસ્તારોમાં છે વરસાદની વોર્નિંગ, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી
  • સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
  • જે રિઝલ્ટ આવે તેમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • આઈ ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
  • “ખેતીવાડી ની યોજના” ની વિવિધ યોજનાઓ બતાવશે.
  • જેમાં “Tar Fencing Yojana 2023માં પર ક્લિક કરવાની રહેશે.
  • જેમાં તાર ફેન્‍સીંગ યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો