શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2023 : ઉચ્ચ શિક્ષણ મેળવવા વિધ્યાર્થીઓને મળશે 30,000 રૂપિયાની સહાય

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2023 : આ લેખ માં શ્રમયોગી શિક્ષણ સહાય યોજના શું છે? મળવાપાત્ર સહાય, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી વગેરે ની સંપૂર્ણ માહિતી જાણવા મળશે. તેથી આર્ટીકલ છેલ્લે સુધી વાંચવા વિંનતી. બાંધકામ વ્યવસાય માં જોડાયેલા જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકો ના બાળકો પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્‍ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2023

રાજ્ય માં બાંધકામ વ્યવસાય માં જોડાયેલા જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકો ના બાળકો જે ઉચ્ચતર અભ્યાસ અને શિક્ષણ માં આગળ વધી તેનું બાળક પણ ડોકટર, એન્જિનિયર બને તેવા હેતુસર તેના માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય પૂરી પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામશ્રમયોગી શિક્ષણ સહાય યોજના
વિભાગબાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત
લાભાર્થીગુજરાત ના બાંધકામ શ્રમિકો ના બાળકો
મળવાપાત્ર સહાયરૂ. 30,000 સુધી શિક્ષણ સહાય
સતાવાર વેબસાઇટhttps://sanman.gujarat.gov.in/
હેલ્પલાઈન નંબર079-25502271

શ્રમયોગી શિક્ષણ સહાય યોજનાનો હેતુ

શ્રમયોગી શિક્ષણ સહાય; Shramyogi Shikshan Sahay Yojana ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા અને સાક્ષરતા દર વધી રહ્યો છે, જ્યારે ડ્રોપઆઉટ રેશિયોમાં પણ છેલ્લા કેટલાક વર્ષો થી ઘટાડો નોંધાયો છે. રાજ્યના બાંધકમ ક્ષેત્રે કામ કરતા શ્રમિક પરિવારના બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહે અને સારુ શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘શિક્ષણ સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અમલમાં મૂકી ત્યારથી લઇ ૩૦ જૂન, ૨૦૨૩ સુધીમાં કુલ ૨,૮૦,૯૦૬ લાભાર્થી બાળકોને રૂ. ૧૫૯.૬૩ કરોડથી વધુની સહાય ચૂકવવામા આવી છે.

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના ના નિયમો

  • શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
  • બાંધકામ શ્રમિકે નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • જો બાંધકામ શ્રમિકના બે બાળકોને જ સહાય મળવા પાત્ર રહેશે. તે બંને બાળકના અલગ અલગ ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે.
  • બાંધકામ શ્રમયોગીના બાળકો ની ઉંમર વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ. પુત્ર કે પુત્રી જો મૂંગા કે અપંગ હોય તો તેને વયમર્યાદામાં લાગુ પડશે નહીં.
  • જે તે શૈક્ષણિક વર્ષમાં પહેલી ટ્રાયલ પૂરતી જ મર્યાદિત રહેશે. જો વિદ્યાર્થી વર્ગમાં નાપાસ થાય તો તે જ વર્ગ કે ધોરણમાં બીજી વાર સહાય મળવા પાત્ર રહેશે નહીં.
  • જે બાળકો ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તે બાળકોને આ સહાય મળવા પાત્ર રહેશે નહીં.
  • અરજદાર હોય ઓનલાઇન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ સાચી માહિતી ભરવાની રહેશે અન્યથા તેની અરજી રદ શકે છે.

આ યોજનામાં મળવાપાત્ર લાભ

ધોરણસહાયની રકમહોસ્ટેલ સાથે
ધોરણ ૧ થી ૪₹ ૫૦૦/-
ધોરણ ૫ થી ૯₹ ૧૦૦૦/-
ધોરણ ૧૦ થી ૧૨₹ ૨,૦૦૦/-₹ ૨,૫૦૦/-
આઇ.ટી.આઇ.₹ ૫,૦૦૦/-
પી.ટી.સી.₹ ૫,૦૦૦/-
ડિપ્‍લોમાં કોર્ષ₹ ૫,૦૦૦/-₹ ૭,૫૦૦/-
ડીગ્રી કોર્ષ₹ ૧૦,૦૦૦/-₹ ૧૫,૦૦૦/-
પી.જી. કોર્ષ₹ ૧૫,૦૦૦/-₹ ૨૦,૦૦૦/-
પેરા મેડીકલ, નર્સિંગ, ફાર્મસી, ફીસીયોથેરાપી, હોમીયોપેથી, આયુર્વેદ₹ ૧૫,૦૦૦/-₹ ૨૦,૦૦૦/-
મેડીકલ/એન્‍જિનીયરીંગ/ એમ.બી.એ./એમ.સી.એ./ આઇ.આઇ.ટી.₹ ૨૫,૦૦૦/-₹ ૩૦,૦૦૦/-
પી.એચ.ડી₹ ૨૫૦૦૦/-

યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.

  • વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસક્રમનું બોનાફાઇડ સર્ટિફિકેટ
  • આધાર કાર્ડ
  • બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક
  • વિદ્યાર્થીના છેલ્લા વર્ષનું રીઝલ્ટ
  • શાળા કે કોલેજમાં ફી ભર્યા ની રીસીપ્ટ
  • જો રૂપિયા 5000 કે તેથી વધુની સહાય હોય તો સોગંદનામુ અને સંબંધી પત્રક ભરવાનું રહેશે.

અરજી કઈ રીતે કરવી?

  • અરજદાર @ sanman.gujarat.gov.in વેબસાઇટ પર જઈ ને ઓનલાઇન અરજી કરી શકે છે.
  • સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને તમને આઈડી પાસવર્ડ મળશે.
  • રજિસ્ટ્રેશન માં તમને બાંધકામ શ્રમિક ની વિગતો પૂછશે તે ભરવાની રહેશે.
  • Create બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ આઈડી પાસવર્ડ દ્વારા લૉગઇન કરવાનું રહેશે.
  • પછી તમારે શિક્ષણ સહાય/ પી.એચ.ડી યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સામે યોજના વિશે માહિતી અને નિયમો જોવા મળશે તે વાંચી ને Accept બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ Apply બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • પછી તમારે Personal Details ભરવાની રહેશે જેમાં શ્રમિક ઓળખ કાર્ડ ની વિગતો, વિદ્યાર્થી ની માહિતી અને સરનામું લખવાનું રહેશે. અને Save બટન ક્લિક કરવાનું રહેશે.
  • પછી તમારે Scheme Details ભરવાની રહેશે જેમાં અભ્યાસ ની વિગતો ભરવાની રહેશે.
  • પછી તમારે ડોક્યુમેંટ્સ અપલોડ કરવાના રહેશે.
  • ડોક્યુમેંટ્સ અપલોડ કર્યા બાદ તમારે નિયમો વાંચી ને હું ઉપર ની બધી શરતો થી સહમત છું.
  • સિલેકટ કરવાનું રહેશે અને Save બટન ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને તમને અરજી નંબર મળ્યા હશે એ સાચવી ને રાખવા તેની મદદ થી તમે તમારી અરજી ની સ્થિતિ ચેક કરી શકો છો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો