પશુ સંચાલિત વાવણીયો ગુજરાત | Pashu Sanchalit Vavaniyo | iKhedut Portal

ગુજરાત સરકારના હંમેશા ખેડૂતોના વિકાસ માટે અને ખેડૂતોની ખેત પેદાશોના ઉત્પાદનમાં વધારો કરવા માટે કાયમ પ્રયત્નશીલ રહેતી હોય છે.રાજ્યમાં ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓના લાભ આપવાના હેતુથી આઈ ખેડુત પોર્ટલ બનાવેલ છે. આ પોર્ટલ થકી ખેડૂતો સરળતાથી ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતીની યોજનાઓ વગેરે તમામ ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી તથા લાભ મેળવી શકે છે. જેમાં ખેડૂતોને વાવણી કરવા માટે, ખેડાણ કરવા માટે, કે અન્ય ઉપયોગ માટે સાધનોની ખરીદી પર તથા પશુપાલનના સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. જેથી ખેડૂતો ઓછા ભાવે ખરીદી કરીને ખેતીમાં અને પશુપાલનમાં અવનવી પદ્ધતિનો ઉપયોગ કરી શકે.

પશુ સંચાલિત વાવણીયો

ગુજરાત રાજ્યના જંગલીય વિસ્તાર, પર્વતીય વિસ્તારમાં કે અન્ય કોઈપણ વિસ્તારમાં વસવાટ કરતા હોય અને જેઓ પશુ સંચાલિત ખેતી કરતા હોય તેવ ખેડૂતોને સાધન સહાય આપવાના ઉદેશ્યથી આ યોજના બહાર પાડવામાં આવી છે. નાના, સીમાંત અને મહિલા ખેડૂતો જો પશુ આધારિત વાવણી (ખેતી) કરતા હોય તો તેવા ખેડૂતોને પશુ સંચાલિત વાવણીયો આપવામાં આવશે. આ સહાય યોજના અંતરગર્ત ૪૦% થી ૫૦% સુધી સબસીડી આપવામાં આવશે. વધુ માહિતી માટે આઈ ખેડુત પોર્ટલ (સતાવાર વેબસાઈટ)નો ઉપયોગ કરવો.

યોજના પશુ સંચાલિત વાવણીયો
રાજ્ય ગુજરાત
ઉદ્દેશખેત મજૂરોને રાહત દરે સાધનની સહાય
સહાયની રકમકુલ ખર્ચના ૪૦% અને ૫૦% અથવા રૂ ૮૦૦૦/- (આઠ હજાર) અને રૂ.૧૦,૦૦૦/- (દસ હજા) બે માંથી જે ઓછું હોય તે.
ફોર્મ ભરવાણી છેલ્લી તારીખ૦૨-૧૦-૨૦૨૧
સતાવાર વેબસાઈટઅહી ક્લિક કરો.

પશુ સંચાલિત વાવણીયો Eligibility

Pashu Sanchalit Vavaniyo માટે કયા કયા ખેડૂતો પાત્રતા ધરાવે છે. તેના અંગેની માહિતી નીચે મુજબ છે.

  • અરજદાર નાના, સીમાંત અને મહિલા ખેડૂત હોવો જોઈએ.
  • ખેડૂત અરજદાર આર્થિક રીતે નબળા, OBC, એસ.સી. એસ.ટી, જનરલ  જ્ઞાતિઓને આ યોજનાઓને લાભ મળશે.
  • ખેડૂત જમીન રેકોર્ડ અથવા ટ્રાઈબલ લેન્‍ડ કે વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો.
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.
  • દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.

વધુ માહિતી માટે iKhedut પોર્ટલ વેબસાઈટની મુલાકાત લેવી.

પશુ સંચાલિત વાવણીયો જરૂરી ડોક્યુમેન્ટ્સ

પશુ સંચાલિત વાવણીયોનું ફોર્મ ભરવા માટે નીચે દર્શાવેલા તમામ Documents જરૂર પડશે.

  • આધારકાર્ડની નકલ (Copy).
  • રેશનકાર્ડની નકલ.
  • (7-12) અને (8-અ) ની નકલ.
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો).
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ (જો હોય તો).
  • જમીનના (૭-૧૨) અને (૮-અ) માં સંયુક્ત ખાતેદારના કેસમાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક.

આ તમામ Documents અરજદાર જયારે ફોર્મ ભરાવા જાય ત્યારે સાથે લઇ જવા.

Read Also: Khedut Akasmat Sahay Yojana

પશુ સંચાલિત વાવણીયોમાં મળવા પાત્ર લાભ

ગુજરાત રાજ્યના નાના અને સીમાંત ખેડૂતો તથા મહિલા ખેડૂતોને જાતિ આધારિત કુલ ખર્ચના (૪૦% અને ૫૦%) અથવા રૂ.૮,૦૦૦/- (આઠ હજાર) અને રૂ.૧૦,૦૦૦/- (દસ હજાર) બે માંથી જે ઓછું હોય તે લાભાર્થીને મળવાપાત્ર થશે. પશુ સંચાલિત વાવણીયો મળવા પાત્રની લાભની વધુ માહિતી નીચે મુજબ છે.

સ્કીમ- AGR 2 (FM) મહિલા, નાના અને સીમાંત ખેડૂતો માટે: આ સ્કીમમાં સમાવેશ થનાર લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા રૂ.10,000 બન્નેમાંથી જે ઓછું હોય તે મળશે. અન્ય ખેડૂતો માટે:- કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૮,૦૦૦/- બન્નેમાંથી જે ઓછું હોય તે મળશે.

સ્કીમ- AGR 3 (FM) અનુસુચિત જન જાતિના ખેડૂતો માટે: આ ખેડૂતોને કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૧૦,૦૦૦/-બન્નેમાંથી જે ઓછું હોય તે મળશે.

સ્કીમ- AGR 4 (FM) અનુસુચિત જાતિના ખેડૂતો માટે: આ જ્ઞાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૧૦,૦૦૦/- બન્નેમાંથી જે ઓછું હોય તે મળશે.

SMAM: નાના / સિંમાંત/ મહિલા/ અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે: કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૧૦૦૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર થશે. અન્ય ખેડૂતો માટે: કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૮૦૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે.

પશુ સંચાલિત વાવણીયો ઓનલાઈન અરજી પ્રક્રિયા

પશુ સંચાલિત વાવણીયોનો લાભ મેળવવા માટે ikhedut પોર્ટલ ઉપર Online ફોર્મ ભરવાનું રહેશે. આ Form ગ્રામ પંચાયત, સાયબર કાફે અથવા તો કોમ્પ્યુટરનું કામ કરનાર (ઝેરોક્ષની દુકાન) પાસેથી ભરાવી લેવું.

પશુ સંચાલિત વાવણીયો ઓનલાઈન અરજી પ્રક્રિયા
  • અરજદારે સૌપ્રથમ iKhedut Portal ની સત્તાવાર વેબસાઈટ ઉપર જવું.
  • iKhedutની સત્તાવાર વેબસાઈટ ખોલ્યા બાદ “Yojana” પર ક્લિક કરવું.
Pashu Sanchalit Vavaniyo
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-2 પર આવેલી “ખેતીવાડીની યોજનાઓ” ઉપર ક્લિક કરવું.
પશુ સંચાલિત વાવણીયો ગુજરાત
  • પશુપાલન ની યોજનાઓ પર ક્લિક કર્યા બાદ વિવિધ યોજનાઓ દર્શાવશે.
  • જેમાં પશુ સંચાલિત વાવણીયો દર્શાવશે. જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • જો રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઈમેજ સબમીટ કર્યા પછી Online અરજી કરવાની રહેશે.
  • જો લાભાર્થીએ રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન એપ્લીકેસન કરવાની રહેશે.
  • પશુપાલકે તમામ માહિતી ધ્યાનપૂર્વક ભર્યા બાદ એપ્લીકેસન સેવ કરવી.
  • લાભાર્થી દ્વારા પોતાની અરજીની વિગતો ચકાસીને આવેદન કન્ફોર્મ કરવાનું રહેશે.
  • અરજી કન્‍ફર્મ થયા પછી અરજી નંબરમાં કોઈપણ પ્રકારનો સુધારો કે વધારો થશે નહીં.
  • લાભાર્થી એપ્લિકેશન આધારે પ્રિન્ટ મેળવી શકશે.

Read Also: Pashu Khandan Sahay Yojana

પશુ સંચાલિત વાવણીયો સ્ટેટસ તપાસો

લાભાર્થી ખેડુત એક વાર ફોર્મ ભર્યા પછી પોતાનું એપ્લીકેસન સ્ટેટસ જાતેજ તપાસી શકે છે. application status તપાસવા માટે ikhedut પોર્ટલની સતાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે. અને જો સીધું જ તપાસવું હોય તો એના માટે નીચે લિંક આપેલી છે.

એપ્લીકેસન સ્ટેટ્સ જાણવા Click Here
Official WebsiteClick Here