મહિલા સ્વાવલંબન યોજના 2023 : સરકાર આપશે નવો વ્યવસાય શરૂ કરવા માટે મહિલાઓને મળશે રૂ. 2 લાખ સુધીની લોન સહાય

મહિલા સ્વાવલંબન યોજના 2023 : ભારતમાં Ministry Of Women & Child Development દ્વારા વિવિધ મહિલાઓની યોજનાઓ ચલાવવામાં આવે છે. કેન્‍દ્ર સરકાર હેઠળ ગુજરાત સરકારમાં પણ ઘણા બધા વિભાગો કાર્યરત છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, વિધવા પુન:લગ્ન યોજના વગેરે ચલાવવામાં આવે છે. Women and Child Development Department દ્વારા મહિલા આર્થિક વિકાસ નિગમ કાર્યરત છે. આ Nigam Loan દ્વારા નવી યોજનાઓ, મહિલા જાગૃતિ શિબિર, મહિલા કલ્યાણ મેળા, પ્રદર્શન સહ વેચાણ તથા મહિલા સ્વાવલંબન યોજના વગેરે ચલાવવામાં આવે છે.

આ પણ વાંચો : PGCIL દ્વારા વિવિધ જગ્યાઓ માટે 425 જગ્યાઓ પર ભરતીની જાહેરાત, અહીંથી કરો આવેદન

મહિલા સ્વાવલંબન યોજના 2023

ગુજરાત રાજ્યના મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા Mahila Yojana તરીકે મહિલા સ્વાવલંબન યોજના” ચલાવવામાં આવે છે. આ યોજના લોન યોજના તરીકે પણ ઓળખી શકાય. મહિલાઓ સ્વરોજગારી માટે પોતાની આવડતને અનુરૂપ નવો વ્યવસાય અને ધંધા માટે શરૂ કરવા લોન આપવામાં આવે છે. Subsidy Schemes for Women અંતગર્ત પ્રોજેક્ટ કોસ્ટ માટે 15 % સુધી સબસીડી આપવામાં આવશે.

મહિલા સ્વાવલંબન યોજના 2023 – હાઈલાઈટ્સ

આર્ટિકલનું નામમહિલા સ્વાવલંબન યોજના
આ યોજના કોણા દ્વારા ચલાવવામાં આવે છે?ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ
કોણે મળે?જે મહિલાઓ નવો વ્યવસાય કરવા માંગતી હોય એમને મળવાપાત્ર થશે
લોનની રકમરૂપિયા 2,00,000/- સુધી
કેટલા ટકા સબસીડી મળે?અંદાજીત 30 % સુધી
અધિકૃત વેબસાઈટhttps://mela.gwedc.gov.in/
હેલ્પલાઈન નંબર079-232 30 713

મહિલા સ્વાવલંબન યોજનાનો ઉદેશ્ય

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ નામે મોરેન્ડમ ઓફ આર્ટીકલ્સ બહાર પાડેલ છે. જેમાં Government Scheme for Women દ્વારા મહિલાઓના આર્થિક તેમજ સામાજિક ઉત્થાન થાય તેની જોગવાઈઓ કરે છે. તેના માટે જરૂરિયાત મુજબની સવલતો, સહાય અને તાલીમ આપી મહિલાઓનો સામાજિક અને આર્થિક વિકાસ કરવાનો ઉદ્દેશ છે. સામાજિક ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી women empowerment schemes અને પ્રવૃત્તિઓનો ઝડપભેર અમલ કરી મહિલાઓ સરકારી યોજનાઓનો લાભ તે ઉદ્દેશ છે.

આ પણ વાંચો : NABARD બેન્ક દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત, અહીંથી કરો આવેદન

Mahila Yojana Gujarat હેઠળ આર્થિક પ્રવૃતિ માટે લોન આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓના આર્થિક વિકાસ માટે સહાય કરવાનો છે. મહિલા સ્વાવલંબન યોજના અંતગર્ત મહિલાઓનો આર્થિક પ્રવૃત્તિ અને વિકાસ માટે લોન બેંકો દ્વારા આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા આ Scheme for women નો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.

  • લાભાર્થી મહિલા ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
  • લાભાર્થીની ઉંમર 21 થી 50 વર્ષ હોવી જોઈએ.
  • મહિલા અરજદારની કુટુંબની આવક ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 (એક લાખ વીસ હજાર) સુધી હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારના મહિલા લાભાર્થીઓની કુટુંબની આવક 1,50,000/- (દોઢ લાખ) સુધી હોવી જોઈએ.

મહિલા સ્વાવલંબન યોજનામાં મળતો લાભ

આ લોન યોજના અન્વયે મહિલાઓએ નવો વ્યવસાય, ધંધો કે રોજગારી હેતુ માટે નાણાં જરૂરિયાત હોય તો તેમને બેંકો દ્વારા લોન આપવામાં આવે છે. બેંક દ્વારા રૂપિયા 2,00,000/- (બે લાખ) સુધી Loan આપવામાં આવે છે. જેમાં મહિલા દ્વારા જે પ્રોજેક્ટ માટે લોન લીધી હોય તેના ઉપર સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી પ્રોજેક્ટ લોન ઉપર 15% સુધી અથવા વધુમાં વધુ રૂપિયા 30,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ મળવાપાત્ર થાય છે.

આ યોજનાનો લાભ લેવા માટેના દસ્તાવેજો

મહિલાઓ માટેની આ Government Yojana નો લાભ લેવા માટે ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થીનું રેશનકાર્ડ
  • આધારકાર્ડ
  • આવકનોદાખલો
  • જાતિનોદાખલો
  • ઉંમરઅંગેનોદાખલો
  • મશીનરી, ફર્નિચર, કાચા માલનું પાકું ભાવપત્રક
  • અનુભવ અંગેનું પ્રમાણપત્ર / અભ્યાસ અંગેના પ્રમાણપત્ર
  • ફોર્મમાં જણાવેલ વિગતો (બે નકલમાં) ભરવાની રહેશે.
આ પણ વાંચો : આજનું રાશિફળ : સોમવારે આ રાશીવાળા વ્યક્તિઓ પર શિવજી કરશે કૃપા, જાણો તમારું ભવિષ્ય

અરજી કઈ રીતે કરવી?

આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી પરથી વિનામૂલ્યે અરજી ફોર્મ મળશે. આ અરજી ફોર્મ રજીસ્ટર નંબર સાથેના હોવાથી રૂબરૂ કચેરી પરથી લેવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો