પાકના રક્ષણ માટે ખેડૂતો વસાવી લે સૂર્યથી ચાલતું આ સાધન, 90% સુધીના પૈસા ગુજરાત સરકાર આપશે. ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતાં હોય છે ત્યારે હાલમાં ખાસ કરીને બાગાયતી પાકોમાં સૂર્ય પ્રકાશથી ચાલતા સોલર લાઇટ ટ્રેપ ઘણી લોકપ્રિય બની ગઈ છે.
- ખેડૂતોને જંતુઓના ત્રાસથી મળશે મુક્તિ
- સરકાર આપી રહી છે સબસિડી
- સોલાર લાઇટ ટ્રેપ માટે મળે છે 90% સુધીની સબસિડી
અનુક્રમણિકા
ખેડૂતો માટે સોલાર ટ્રેપ સહાય યોજના
ખેડૂતોને પાકમાં સૌથી મોટા સમસ્યા આવે છે જંતુઓની. ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતાં હોય છે ત્યારે હાલમાં ખાસ કરીને બાગાયતી પાકોમાં સૂર્ય પ્રકાશથી ચાલતા સોલર લાઇટ ટ્રેપ ઘણી લોકપ્રિય બની ગઈ છે. હવે સરકાર આ ટ્રેપ માટે ખેડૂતોને આર્થિક સહાય પણ આપે છે. ખેડૂતોને સોલાર લાઇટ ટ્રેપ ખરીદવા માટે સબસિડી આપવામાં આવી રહી છે.
ખેડૂતો માટે સોલાર ટ્રેપ સહાય યોજના- હાઇલાઇટ્સ
યોજનાનું નામ | સોલાર ટ્રેપ સહાય યોજના |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
યોજનાનો હેતુ | ખેડૂતોને જંતુના ત્રાસથી છુટકારો અપાવવા માટે |
વિભાગનું નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઇન |
મળવાપાત્ર લાભ | (1) SC/ST જાતિના ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપની કિંમતના 90 % અથવા રૂ. 4500/- ની મર્યાદામાં આ બે માંથી ઓછું હોય તે (2) જ્યારે અન્ય તમામ ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂ.3500/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે |
સત્તાવાર પોર્ટલ | https://ikhedut.gujarat.gov.in/ |
સોલાર ટ્રેપ સહાય યોજનાનો હેતુ
- સોલાર ટ્રેપ યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને જંતુઓથી પોતાના પાકને બચાવવા માટે સૂર્યથી ચાલતું આ સાધન ખરીદવા માટે આપશે સબસીડી
સોલાર ટ્રેપ સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ
- (1) SC/ST જાતિના ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપની કિંમતના 90 % અથવા રૂ. 4500/- ની મર્યાદામાં આ બે માંથી ઓછું હોય તે.
- (2) જ્યારે અન્ય તમામ ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂ.3500/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે.
ikhedut Portal પર કોને મળી શકે છે આ સહાય?
- આ યોજનાનો લાભ ગુજરાતનાં ખેડૂતોને મળી શકે છે ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ તથા પોતાની જમીનનું રેકોર્ડ અથવા 7/12 ના ઉતારાની નકલ હોવી જોઈએ
સોલાર ટ્રેપ સહાય યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા
- તમારી જમીનની 7-12ની કૉપી
- રેશનકાર્ડની કૉપી
- આધારકાર્ડની કૉપી
- SC અથવા ST કેટેગરીના ખેડૂત હોવ તો તેનું સર્ટિફિકેટ
- ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
- બેંક ખાતાની પાસબુક
- મોબાઈલ નંબર
આ યોજનાનો લાભ લેવા માટે અરજી કઈ રીતે કરવી?
- STEP-1 : ગૂગલ સર્ચ કરીને ikhedutl Portal 2022 ની વેબસાઇટ ખોલવી અને તેમાં ‘યોજના’ પર ક્લિક કરવું.
- STEP-2 : યોજના પર ક્લિક કર્યા બાદ ‘ખેતીવાડી યોજનાઓ’ પર ક્લિક કરવું જે બાદ અનેક યોજનાઓ ખુલશે, તેમ સોલાર લાઇટ ટ્રેપ પર ક્લિક કરવું.
- STEP-3 : યોજનાની માહિતી વાંચ્યા બાદ અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે. જે બાદ જો પહેલાથી જ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ હશે તો હા અને ન કર્યું હોય તો પહેલા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને તે બાદ આગળની પ્રક્રિયા કરી શકાશે.
- STEP-4 : પહેલેથી જ રજીસ્ટ્રેશન કરેલ હશે તો જે તે ડોક્યુમેન્ટ સબમિટ કરાવીને એપ્લિકેશન સેવ કરવાનું રહેશે.
- STEP-5 : ફરીથી આખી અરજી વાંચીને એપ્લિકેશન કન્ફર્મ કરવાનું રહેશે, જેની પ્રિન્ટ પણ મેળવી શકાય છે.
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર સાઈટ | Click Here |
HomePage | Click Here |