કલોલ નાગરિક સહકારી બેંક દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, અહીંથી કરો આવેદન

કલોલ નાગરિક સહકારી બેંક ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાતની બેંકમાં પટાવાળા તથા અન્ય પદો માટે ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

કલોલ નાગરિક સહકારી બેંક ભરતી

કલોલ નાગરિક સહકારી બેન્ક દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈછતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

કલોલ નાગરિક સહકારી બેંક ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામકલોલ નાગરિક સહકારી બેંક
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન તથા ઓફલાઈન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ26 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ06 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://knsbl.co.in/

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા કલોલ નાગરિક સહકારી બેંક દ્વારા પ્યુન એટલે કે પટાવાળા, ડ્રાઈવર કમ પટાવાળા, ક્લાર્ક, મેનેજર તથા ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

  • કલોલ કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. જો તમને બેન્કિંગ ક્ષેત્રે અનુભવ છે તો તમને અગ્રીમતા આપવામાં આવશે.

ઉમર મર્યાદા

ઓછામાં ઓછી ઉમર18 વર્ષ
વધુમાં વધુ ઉમર30 વર્ષ

પગાર ધોરણ

  • કલોલ નાગરિક સહકારી બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. બેંક દ્વારા ઇન્ટરવ્યૂ સમયે પગાર સંબંધિત માહિતી આપવામાં આવી શકે છે.

પસંદગી પ્રક્રિયા

  • કલોલ કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. બેંક ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • મિત્રો, આ ભરતીમાં તમે ઓફલાઈન ઇન્ડિયા પોસ્ટ RPAD અથવા કુરિયરથી અરજી કરી શકો છો.
    • અરજી કરવાનું સરનામું – ઘી કલોલ નાગરિક સહકારી બેંક લી., હેડ ઓફિસ, નાગરિક બેંક ચાર રસ્તા, કલોલ, તાલુકો – કલોલ (ઉત્તર ગુજરાત) – 382721, જિલ્લો – ગાંધીનગર છે.
  • ઓફલાઈન અરજી કર્યા બાદ તમારે ઓનલાઈન ઇમેઇલ દ્વારા પણ અરજી મોકલવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કરવા માટે ઇમેઇલ આઈડી – md@knsbl.co.in છે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ26 ઓક્ટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ06 નવેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો