જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી

જીલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા ભરતી 2023 : ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ કેન્દ્ર સરકાર પુરસ્કૃત સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS) હેઠળ જીલ્લા બાળ સુરક્ષા નર્મદામાં 11 માસના કરાર આધારિત ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે મંજુર થયેલ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ (બીજો પ્રયત્ન) કરવામાં આવી છે.

આ પણ વાંચો : GPSSB Junior Clerk Call Later Declered 2023 Download @gpssb.gujarat.gov.in

જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા ભરતી

જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા ભરતી – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલજીલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા ભરતી 2023
પોસ્ટ નામવિવિધ
કુલ જગ્યા03
સંસ્થાસંકલિત બાળ સુરક્ષા યોજના
અરજી પ્રકારઓફલાઈન

પોસ્ટ

જગ્યાનું નામસંખ્યા
સામાજીક કાર્યકર (ફક્ત મહિલા)01
ડેટા એનાલીસ્ટ01
આઉટ રીચ વર્કર01

શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત અને અનુભવ
સામાજીક કાર્યકર (ફક્ત મહિલા)MRM/MSW/MRS/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ 50% સાથે ઉત્તીર્ણ તથા શૈક્ષણિક લાયકાતને અનુરૂપ લઘુત્તમ 02 વર્ષનો અનુભવ.
ડેટા એનાલીસ્ટકોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા કોમ્પ્યુટરની ડિગ્રી/ડીપ્લોમા 50% સાથે ઉત્તીર્ણ, MS Office, ઈન્ટરનેટ અને માહિતી વિશ્લેષણ ક્ષેત્રે બે વર્ષનો અનુભવ.
આઉટ રીચ વર્કરBRS/BSW/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે સ્નાતક લઘુત્તમ 50% સાથે ઉત્તીર્ણ, સરકારી પ્રોજેક્ટ કે સ્વૈચ્છિક સંસ્થામાં અભ્યાસને અનુરૂપ લઘુત્તમ એકવર્ષનો અનુભવ.
આ પણ વાંચો : [GMRC] ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ઉમર મર્યાદા

  • 21 વર્ષની ઉંમર પૂરી થયેલ હોય અને 40 વર્ષથી વધારે ઉંમર ધરાવતા ન હોવા જોઈએ.

પગાર ધોરણ

જગ્યાનું નામપગાર
સામાજીક કાર્યકર (ફક્ત મહિલા)14,000/-
ડેટા એનાલીસ્ટ14,000/-
આઉટ રીચ વર્કર11,000/

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારે સ્વલીખીત અરજી પત્રક જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે રજીસ્ટર એ.ડી.સ્પીડ પોસ્ટ અથવા કુરિયર મારફતે જીલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં 06, ગ્રાઉન્ડ ફ્લોર કેન્ટીન સામે, જીલ્લા સેવા સદન, રાજપીપળા, જી-નર્મદા, 363145 ખાતે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસથી દિન 10માં (જાહેર રજા સાથે) મોકલી આપવાની રહેશે ત્યાર બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહી.

મહત્વપૂર્ણ તારીખ

આવેદન પ્રક્રિયા શરૂ થયાની તારીખ 14.01.2023
આવેદન કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રકાશિત થયાના 10 દિવસની અંદર
આ પણ વાંચો : જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023, ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here