રોટાવેટર સહાય યોજના 2023 : રોટાવેટરની ખરીદી પર સરકાર આપશે ખેડૂતોને 50,400 રૂપિયાની સહાય

રોટાવેટર સહાય યોજના 2023 : આજના ટેકનોલોજી યુગમાં ખેડૂતો ખેતીના આધુનિક ઓજારોથી માહિતગાર થયેલા છે. ખેડૂતો રોટરી ટીલર, પલાઉ, કલ્ટી તથા રોટાવેટરનો ઉપયોગનું મહત્વ સમજતા થયા છે. આજે ખેડૂતો માટે રોટાવેટર ખૂબ જ ઉપયોગી આધુનિક ખેત ઓજાર છે. ખેતીમાં પાકોની કાપણી કર્યા પછી નવા પાકોના વાવેતર માટે જમીનનો ભેજ જળવાઇ રહે તે જરૂરી છે. ખૂબ જ ઓછા સમયમાં રવી પાકની વાવણી કરી શકાય તે માટે જમીનને ઓછા સમયમાં તૈયાર કરતું, ટ્રેક્ટરથી ચાલતું સાધન એટલે રોટાવેટર વિકસાવવામાં આવેલ છે.

રોટાવેટર સહાય યોજના 2023

ખેતીમાં પાકોની કાપણી કર્યા પછી નવા પાકોના વાવેતર માટે જમીનનો ભેજ જળવાઇ રહે તે જરૂરી છે. ખૂબ જ ઓછા સમયમાં રવી પાકની વાવણી કરી શકાય તે માટે જમીનને ઓછા સમયમાં તૈયાર કરતું, ટ્રેક્ટરથી ચાલતું સાધન એટલે રોટાવેટર વિકસાવવામાં આવેલ છે. ગુજરાતમાં આ સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ikhedut Portal બનાવવામાં આવેલું છે. આ આર્ટિકલ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી રોટાવેટર સહાય યોજના 2023 વિશે માહિતી મેળવીશું.

રોટાવેટર સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામરોટાવેટર સહાય યોજના 2023
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો મુખ્ય ઉદ્દેશખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે આધુનિક ખેત
ઓજારો સબસીડી પર આપવામાં આવશે.
લાભાર્થીગુજરાતના ખેડૂતોના તમામ
સહાયની રકમ8 ફીટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 50 % અથવા
રૂ. 50400 /- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
સત્તાવાર વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in/  

રોટાવેટર સહાય યોજનાનો હેતુ

ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા તથા આવક બમણી કરવા માટે આધુનિક ખેતઓજારોની જરૂર પડે છે. ખેડૂતો પાક ફેરબદલ કરવા તથા નવા પાકનું વાવેતર કરવાના હેતુથી રોટાવેટરની જરૂર પડે છે. જેને ધ્યાનમાં રાખીને khetiwadi vibhag દ્વારા કિસાનોને રોટાવેટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

રાજ્યના ખેડૂતોને રોટાવેટર પર સહાય મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ રાજ્યના નાના, સિમાંત, મહિલા ખેડૂત, ST જ્ઞાતિના ખેડૂતો, જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.
  • જંગલીય વિસ્તાર માટે ટ્રાઈબલ જમીનનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. (જો જંગલીય વિસ્તારમાં રહેતા હો તો)
  • આ યોજનાનો લાભ ખેડૂતોને ફક્ત 10 વર્ષમાં એક જ વખત મળશે.

રોટાવેટર સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

આ સ્કીમમાં અલગ-અલગ ટ્રેક્ટર અને રોટાવેટર માટે જુદી-જુદી સહાય આપવામાં આવે છે.

  • ખેડૂતો માટે એમના ટ્રેકટર 20 થી વધુ અને 35 બી.એચ.પી.થી ચાલતા હોય અને 5 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ.34,000/- હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળવાપાત્ર થશે. અને અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ સિવાયના નાના,સિમાંત, મહિલા ખેડૂતો વધારે લાભ મળશે, જેવો કે કુલ ખર્ચના 50% અથવા રૂ. 42,000/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂતોને તેમના ટ્રેકટર 35 B.H.P થી વધુથી ચાલતા અને 5 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા રૂ.34,000 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
  • 6 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 40 % અથવા રૂ.35,800/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. અને અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ સિવાયના નાના,સિમાંત, મહિલા ખેડૂતો કુલ ખર્ચના 50% અથવા રૂ.44,800/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • 7 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ.38,100/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. અને એસ.સી, એસ.ટી, નાના,સીમાંત અને મહિલા ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂ.47,600/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • 8 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ. 40,300/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. એસ.સી, એસ.ટી, નાના,સીમાંત અને મહિલા ખેડૂતોને રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા રૂ.50,400/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.

આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો

ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના Online Form સ્વીકારવામાં આવે છે. ટ્રેક્ટર રોટાવેટર યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

  • ખેડૂતની જમીનની નકલ 7-12
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
  • અનુસૂચિત જાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
  • અનુસૂચિત જનજાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
  • બેંક ખાતાની પાસબુક
  • મોબાઈલ નંબર

અરજી કઈ રીતે કરવી?

આ યોજના માટે તમારે i-khedut portal પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઇન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

  • સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે.
  • હવે ગૂગલ સેર્ચમાં જઈને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમારી સામે ikhedut portal ની Official Website તમારી સામે આવશે.
  • હવે ikhedut portal ની Official Website ઓપન કરો.
  • હવે તમારી સામે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટનું Home Page ખુલીને આવશે.
  • હવે હોમપેજ પર તમને ઉપર મેનુમાં “યોજના” દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખૂલશે.
  • જેમાં તમારે “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે “ખેતીવાડી ની યોજનાઓ” ખોલ્યા બાદ નીચે આપેલી “રોટાવેટર સહાય યોજના” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
  • જેમાં “Rotavator Sahay Yojana” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.
  • જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • હવે ફરી તમારી સામે એક નવું પેજ ઓપન થશે.
  • આ પેજમાં તમને એક ફોર્મ જોવા મળશે.
  • હવે આ ફોર્મમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • હવે ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી કન્ફોર્મ કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.
  • આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો