બેટરી પંપ સહાય યોજના 2023 : સરકાર આપશે દવા છાંટવાનો પંપ ખરીદવા માટે રૂપિયા 10,000 સુધીની સહાય

GPSSB Junior Clerk Call Letter 2023

બેટરી પંપ સહાય યોજના 2023 : કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓ અમલી બનાવેલ છે. જે યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ પર ખેતી વાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ અને મત્સ્યપાલનની યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. આ આર્ટિકલના માધ્યમથી ખેતીવાડીની યોજના વિશે વાત કરીશું. ખેતીવાડી વિભાગ દ્વારા “પાવર સંચાલિત નેપસેક પમ્પ તથા પાવર સંચાલિત તાઈવાન પમ્પ” વિશે માહિતી આપીશું. બેટરી પંપ સહાય યોજનામાં દવા છાંટવાના પંપ યોજનામાં કેટલી સહાય મળે, કેવી સહાય મળશે અને ઓનલાઈન અરજી માટે કયા-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ તેની વિસ્તૃત માહિતી મેળવીશું.

આ પણ વાંચો : સર્વોદય કોમર્શિઅલ બેંક દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

બેટરી પંપ સહાય યોજના 2023

ગુજરાતની સરકાર તમામ ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. કૃષિ યોજનાનો લાભ આપવા માટે Directorate of Agriculture, Government of Gujarat દ્વારા ikhedut Portal બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ પર ખેડૂતો વિવિધ ખેતીને લગતી યોજનાઓનો ઓનલાઈન અરજી કરીને મેળવી શકે છે. અત્યારે હાલમાં આઈ-ખેડૂત પોર્ટલ પર Battery Operated Spray Pump Sahay Yojana” માટે ઓનલાઈન ફોર્મ ભરાય છે. તેનું ફોર્મ કેવી રીતે ભરવું? તેની સંપૂર્ણ માહિતી આજે આ આર્ટિક્લ દ્વારા મેળવીશું.

બેટરી પંપ સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામદવા છાંટવાનો બેટરી સંચાલિત પંપ સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
યોજનાનો ઉદ્દેશખેડૂતોને પાક સંરક્ષણ માટે દવા છંટકાવનો
પંપ સબસીડીના આધારે પૂરો પાડવો
લાભાર્થીગુજરાતના ખેડૂતોના તમામ
સહાયની રકમ16 થી વધુ લિટર કેપેસીટી ધરાવતા પંપ માટે અનુસુચિત જાતિ,
અનુસુચિત જન જાતિ,નાના, સીમાંત અને મહિલા ખેડૂતને
રૂ.10,000/- સુધીની સબસીડી સહાય અને
અન્ય તમામ લાભાર્થીઓને રૂ. 8૦૦૦/- ની સહાય
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ06/09/2023

બેટરી પંપ સહાય યોજનાનો ઉદેશ્ય

ખેતી પાકોમાં નુકશાન કરતા કીટકો અને રોગોના નિયંત્રણ માટે પાક સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. પાકમાં જીવાત અને રોગની ઓળખ થયા બાદ તેને અનુરૂપ જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે છે. આ બાબતને ધ્યાને રાખીને સરકારશ્રી દ્વારા આ યોજના અમલી બનાવેલ છે. આ યોજનામાં ખેડૂતોને દવા છંટકાવ માટે પમ્પ ઉપર સબસીડી આપવામાં આવશે.

આ પણ વાંચો : [CBI] સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં આવી મેનેજરની 2000+ જગ્યાઓ માટે નવી ભરતી જાહેરાત

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
  • Battery Operated Spray Pump Sahay Yojana મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતોઓએ આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

બેટરી પંપ સહાય યોજનામાં મળતો લાભ

  • 8 થી 12 લિટર કેપીસીટીવાળા પાવર સંચાલિત નેપસેક પમ્પ અને પાવર સંચાલિત તાઇવાન પમ્પ જાતિવાર સહાય નક્કી થયેલી છે. જેમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, મહિલા, નાના, સીમાંત ખેડૂતોને  રૂ. 3100/- સુધી સહાય મળશે. તથા અન્ય લાભાર્થીઓને રૂ.2500/સહાય મળશે.
  • 12 થી 16 લિટર કેપીસીટીવાળા પમ્પમાં એસ.સી/એસ.ટી, નાના, સીમાંત અને મહિલા ખેડૂતને રૂ. 3800/- સુધી સહાય મળશે અને અન્ય લાભાર્થીઓને રૂ.3000/- સુધી સહાય મળશે.
  • 16 થી વધુ લિટર કેપેસીટી Power Spray Pump અને Power Tiava Sprayer Pump અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, નાના ખેડૂતો, સીમાંત અને મહિલા ખેડૂતને રૂ.10000/- અને, અન્ય લાભાર્થીઓને રૂ.8000/- ની સહાય મળશે.

આ યોજનાનો લાભ લેવા માટેના દસ્તાવેજો

ikhedut portal દ્વારા ખેડૂત યોજનાઓના ઓનલાઈન અરજી ફોર્મ સ્વીકારવામાં આવે છે. દવા છંટકાવના પંપ માટેની યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

  • જમીનની નકલ 7-12
  • અરજદારનું રેશનકાર્ડની નકલ
  • આધારકાર્ડની નકલ
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ કઢાવેલ હોય તો
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો

અરજી કઈ રીતે કરવી?

ખેડૂતોને દવા છાંટવાનો બેટરી સંચાલિત પંપ સહાય યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. લાભાર્થી ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Online Application કરી શકે છે. ખેડૂતો તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓ પર ચંદ્રમા કરશે પોતાની કૃપા, જાણો તમારું ભવિષ્ય
  • અરજદારે સૌપ્રથમ ‘Google” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
  • પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” ખોલવું.
  • “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ પાક સંરક્ષણ ના ઘટકો તેના પર ક્લિક કરો.
  • જેમાં ક્રમ નંબર-1 પર “પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત” માં પર ક્લિક કરવાની રહેશે.
  • જેમાં પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીતની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો Aadhar Card અને Mobile Number નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  • જો લાભાર્થી ખેડૂતેએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
  • ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો