આયુષ્માન ભારત યોજના 2023 : સરકાર આપશે આયુષમાન કાર્ડ ધારકોને 5 લાખનો વીમો

આયુષ્માન ભારત યોજના 2023 : ભારત સરકાર દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બનાવેલ છે. જેમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બનાવેલ છે. અટલ પેન્‍શન યોજના જેવી વીમા યોજનાઓ પણ બનાવેલ છે. આરોગ્યની પણ ઘણી યોજનાઓ બહાર પાડેલી છે. જેમ કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે આયુષ્યમાન ભારત જેવી ખૂબ જ પ્રચલિત યોજના બનાવેલ છે.

આયુષ્માન ભારત યોજના 2023

ભારત સરકારના સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Pradhan Mantri Jan Arogya – PMJAY) બનાવવામાં આવી છે. આ ‘આરોગ્ય યોજના’ને આયુષ્યમાન ભારત યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. PMJAY ની શરૂઆત 15 ઓગષ્ટ 2018 ના રોજ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દેશના 10 કરોડ પરિવારને લાભ મળશે, જેમાં 50 કરોડ લોકોને દર વર્ષે 5 લાખનો સ્વાસ્થ્ય વીમો મળશે. આયુષ્માન ભારત યોજના હેઠળ લાભાર્થી પરિવારોને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં તદ્દન મફત સારવાર મળશે. ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સલ્ય યોજના ચલાવવામાં આવે છે.

આયુષ્માન ભારત યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામપ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
યોજનાની શરૂઆતશરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે
મંત્રાલયઆરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર
લાભાર્થીભારતના 10 કરોડ પરિવારો કે જે BPL કાર્ડ ધારક છે
માધ્યમઓનલાઇન
સત્તાવાર વેબસાઇટpmjay.gov.in

આયુષ્માન ભારત યોજનાનો ઉદેશ્ય

આયુષ્માન ભારતનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે જે ગરીબ લોકો અનેક બીમારીઓ સામે લડી રહ્યા છે અને પૈસા ન હોવાના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકતા નથી અને ઘરે વેદનામાં મૃત્યુ પામે છે. તેઓ આયુષ્માન કાર્ડ દ્વારા તેમની સારવાર મફતમાં કરાવી શકશે, આ યોજના લાયકાત ધરાવતા અરજદારોને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના કાર્ડ તરીકે ઓળખાતું સ્માર્ટ કાર્ડ પ્રદાન કરે છે. જેથી તેઓ સરકાર તરફથી આર્થિક મદદ મેળવી શકશે. તે પોતાની નજીકની સરકારી હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલમાં જઈને 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે. આયુષ્માન કાર્ડ માટે, વ્યક્તિઓ તેમના નજીકની આયુષ્માન યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ અથવા CSC સેન્ટર માં જઈ ને આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • અરજી કરનાર નાગરિકની 16 વર્ષથી લઈને 59 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિ અથવા એસટી જાતી ધરાવતો હોવો જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિએ આયુષ્માન કાર્ડ યોજના માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અધિકૃત વેબસાઈટ પર નોંધણી કરાવેલી હોવી.
  • આયુષ્માન કાર્ડ ધરાવવા માટે અરજી કરનાર પરિવારની વાર્ષિક આવે કે 2.5 લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જોઈએ છે.

આયુષ્માન ભારત યોજનામાં મળવાપાત્ર લાભ

  • યોજના હેઠળ ગરીબ લોકો 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે.
  • દેશના નાગરિકો આયુષ્માન ભારત કાર્ડ દ્વારા તેમની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જઈ શકે છે.
  • 50 કરોડથી વધુ અરજદારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
  • આ અંતર્ગત તમામ લેખિત કામમાં ઘટાડો કરવામાં આવશે.

આ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

  • લાભાર્થી નું આધાર કાર્ડ
  • રાશન કાર્ડ
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • HHID નંબર (સરકાર દ્વારા ઘરે ટપાલ આવી હોય એમાં હશે તમે ઉપર મુજબ ઓનલાઇન ચેક કરી શકો છો)

અરજી કઈ રીતે કરવી?

જે પણ નાગરિક મિત્રોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ શરૂ થયેલા ભારત કાર્ડ યોજના માટે અરજી કરવા ઈચ્છે છે તેમને નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરીને આ કાર્ડ મેળવી શકે છે.

  • આયુષ્માન ભારત કાર્ડ મેળવવા માટે અરજી કરનાર વ્યક્તિને સૌપ્રથમ અધિકૃત વેબસાઈટ ની મુલાકાત લો.
  • ત્યારબાદ “Am I Eligible Button” પર ક્લિક કરો.
  • આયુષ્માન ભારત કાર્ડ યોજના માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન
  • ત્યારબાદ તમે તમારો મોબાઈલ નંબર દાખલ કરો. ત્યાર પછી તમને આયુષ્માન ભારત કાર્ડ નું એપ્લિકેશન ફોર્મ જોવા મળશે તે સંપૂર્ણ માહિતી સચોટ અને શાંતિપૂર્વક પૂરો.
  • ફોર્મ ભર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.
  • તમારી અરજી મંજૂર થયા બાદ તમને આયુષ્માન ભારત કાર્ડ એ pdf સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો.
  • આમ તમે ઉપરના Steps અનુસરણ કરીને આયુષ્માન ભારત કાર્ડ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો