Aadhar PAN Link Check : તમારું આધારકાર્ડ પાનકાર્ડ સાથે લિન્ક થયું કે નહીં, જાણો અહીંથી

Aadhar PAN Link Check : આધારપાન કાર્ડ લીંક: સરકારે ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવા સહિતની કેટલીક સુવિધાઓનો લાભ લેવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક કરવુ ફરજિયાત બનાવ્યું છે. જે માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો આ નહીં કર્યું હોય તો તમે ITR પણ નહીં ભરી શકો. ત્યારે આ રીતે તમે ઓનલાઇન ચેક કરી શકો કે તમારા પાન અને આધાર લિંક થયેલા છે કે નહીં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના આદેશો મુજબ જો પાનને આધાર સાથે જોડવામાં નહીં આવે તો પાન કાર્ડ 31 માર્ચ, 2023 પછી De Active બની જશે.

પાન અને આધાર લિંક કરવા માટે 1000 રૂપિયાનો દંડ ભરવો પડે છે. જો તમે પાનને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો, તો તેનાથી હવે પછી તમારુ ઇન્કમ ટેક્ષ રિટર્ન ભરવાનું તો બંધ થઇ જ જશે, સાથે જ તમે પાન કાર્ડ સાથે જોડાયેલી અન્ય સુવિધાઓ નો પણ લાભ નહીં લઇ શકો. આથી તમામ લોકોએ વહેલી તકે આ કામગીરી પુરી કરવા CBDT દ્વારા સૂચના આપી છે.

આ પણ વાંચો : જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે 12 પાસ પર ભરતીની જાહેરાત

દેશના CBDT વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, 31 મી માર્ચ 2023 પહેલાં દેશના બધા નાગરિકો પોતાના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું રહેશે. નાગરિકો પોતાનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહિં માહિતી આપણી હોવી જોઈએ. PAN AADHAAR Link Status Check કેવી રીતે કરવું તેની માહિતી આ આર્ટિક્લ દ્વારા મેળવીશું. તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.

સુવિધાનું નામPAN Aadhaar Linking Check
વિભાગIncome Tax Department
આધાર પાન લિંક છેલ્લી તારીખ૩૧ માર્ચ, ૨૦૨૩
આધાર પાન લિંક ફીરૂપિયા 1000/
આવકવેરા પોર્ટલincometax.gov.in

પાનકાર્ડ અને આધાર કાર્ડ લિન્ક

આમ તો મોટા ભાગના લોકોએ આધાર નંબર પાન કાર્ડ સાથે લીંક કરેલા છે પરંતુ અનેક લોકોને ખબર નથી હોતી કે તેમનું આધાર-પાન સાથે લિંક છે કે નહીં? આ માહિતી ખૂબ જ સરળતાથી જાણી શકાય છે. PAN Aadhaar Linking Check 2023 આ માટે તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફીસીયલ વેબસાઇટ પર ચેક કરવા જવું પડશે.

30 જૂન 2023 બાદ લાગે છે 1000 રૂપિયા ફી

આધાર અને પાન લીંક કરવાની છેલ્લી તા. 30-6-2022 હતી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ 30 જૂન, 2022 બાદ પાનને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની લેટ ફી લઇ રહ્યું છે. ઇન્કમ ટેક્ષ વિભાગના જણાવ્યા અનુસાર આવકવેરા કાયદા, 1961′ મુજબ, તમામ પાનકાર્ડ ધારકો, જેઓ આવકવેરા અનુસાર મુક્તિની શ્રેણીમાં આવતા નથી, તેમના માટે પાનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31.3.2023 છે.’ જો પાનકાર્ડ ને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો 31 માર્ચ 2023 બાદ પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ શકે છે.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો ભારે ઘટાડો, જાણૉ આજના તાજા ભાવ

પાન કાર્ડ ઇનએકટીવ થવાથી પાન સાથે જોડાયેલા ઘણા કામ અટકી પડશે તેથી આધાર પાન લીંક છે કે નહિ તે સ્ટેટસ ચેક કરી જો ન હોય તો વહેલીતકે આ કામ પુરૂ કરવુ જોઇએ.

મહત્વપૂર્ણ લિન્ક

Aadhar PAN Link CheckClick Here
HomePageClick Here