આભા હેલ્થ કાર્ડ ઓનલાઈન રજીસ્ટ્રેશન : જાણૉ આ કાર્ડના લાભ અને શું થશે ફાયદા

ભારત સરકાર એ ભારતના લોકો માટે અનેક હિતકારી યોજનાઓ લઈને આવે છે. આ યોજનાઓમાં મહિલાઓના સશક્તિકરણ, દરેક વયના લોકોનો સર્વાંગી વિકાસ થાય એ બધા પર ભાર મૂકવામાં આવ્યો છે. આયુષ્માન ભારત સરકારી કાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ વગેરે અમલી બનાવેલ છે. આજના આર્ટિકલમાં આપડે એના માંથી એક યોજના એટલે કે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ શું છે?, અને ABHA Card શું છે? ABHA Card ના ફાયદા શું છે? દરેક પર વિગતવાર ચર્ચા કરીશું.

આ પણ વાંચો : [NPCIL] ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

આભા હેલ્થ કાર્ડ ઓનલાઈન રજીસ્ટ્રેશન

ડૉક્ટરની મુલાકાત લેતી વખતે તમારા ભૂતકાળના તમામ તબીબી અહેવાલો સાથે રાખવાનું ખૂબ જ મુશ્કેલ હોય છે. જો તમે તમારી બધી તબીબી માહિતી તેના બદલે ડિજિટલી એકઠી હોત તો શું તે ઘણું સરળ ન હોત? આને ધ્યાનમાં રાખીને, લોકોના હિતમાં ભારત સરકારે ABHA Card લોન્‍ચ કરેલ છે. જેને Digital Health ID Card તરીકે ઓળખવામાં આવે છે. આના વિષે સંપૂર્ણ માહિતી માટે તમારે અમારો આ આર્ટીકલને અંત સુધી વાંચવો પડશે.

આભા હેલ્થ કાર્ડ ઓનલાઈન રજીસ્ટ્રેશન – હાઈલાઈટ્સ

આર્ટીકલનું નામઆભા કાર્ડ (ABHA Card), હમણાં જ આવેદન કરો
યોજનાનું નામઆયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) કાર્ડ
કોના દ્વારા શરૂ કરવામાં આવીMinistry of Health and Family Welfare
અરજી ફીનિશુલ્ક
જરૂરી દસ્તાવેજોઆધાર કાર્ડ/પાન કાર્ડ/ડ્રાઇવિંગ લાઇસન્સ
એપ્લિકેશનABHA app
ઓફિશિયલ વેબસાઈટhealthid.ndhm.gov.in

આભા કાર્ડ શું છે?

સરકારે આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત Ayushman Bharat Health Card બનાવ્યા છે. આ મિશન હેઠળ હેલ્થકેર સેક્ટરમાં પરિવર્તન લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારે કહ્યું કે આનાથી લોકોને સીધો ફાયદો થશે અને તેમના જીવનમાં પરિવર્તન આવશે. આ માટે આરોગ્ય વિભાગને સંપૂર્ણ રીતે ડિજીટલ કરવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ મિશનમાં 40 થી વધુ ડિજિટલ આરોગ્ય સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ શનિવારે માહિતી આપતા કહ્યું કે, આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત અત્યાર સુધીમાં 21.9 કરોડ ABHA Health ID Card બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, આમાં 53,341 થી વધુ આરોગ્ય સુવિધાઓ પણ નોંધવામાં આવી છે. આ સાથે, આરોગ્ય વ્યવસાય સાથે જોડાયેલા 11,677 થી પણ વધુ લોકોએ નોંધણી કરાવી છે.

આ પણ વાંચો : રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓ બની શકે છે ગૃહકલેશ ના શિકાર, જાણો તમારું ભવિષ્ય

What Is Digital Health Account?

27મી સપ્ટેમ્બર, 2021 ના રોજ, ભારત સરકારે આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશનની શરૂઆત કરી છે. આ મિશનનો ધ્યેય ભારતના તમામ નાગરિકોને ડિજિટલ હેલ્થ આઈડી પ્રદાન કરવાનો હતો જે તબીબી રેકોર્ડ્સ સુધી સરળતાથી પહોંચવાની સુવિધા પણ આપશે. ABHA એ એક 14 અંકનો અનન્ય નંબર છે જેનો ઉપયોગ લોકોને ઓળખવા, તેમને પ્રમાણિત કરવા અને તેમના આરોગ્યના રેકોર્ડને બહુવિધ આરોગ્ય સંભાળ સેવા પ્રદાતાઓ પર દોરવા માટે થાય છે. ABHA નંબર, PHR સરનામું, PHR એપ/હેલ્થ લોકરનું સંયોજન છે. આમ, તમે કોઈપણ ભૌગોલિક અવરોધો વિના સમગ્ર ભારતમાં તબીબી વ્યાવસાયિકો સાથે તમારી સ્વાસ્થ્ય માહિતી મોકલી શકો છો.

સહાય માટે આભા કાર્ડ કાઢવું જરૂરી છે?

જ્યારે પણ તમે હોસ્પિટલની મુલાકાત લો ત્યારે તમારી સાથે મેડિકલ રિપોર્ટ્સ રાખવાથી મુશ્કેલી થતી હશે. તમારા તબીબી તમારી જૂની મેડિકલ હિસ્ટ્રી ટ્રૅક કરવી પડકારજનક બની જાય છે. આભા ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ તમારી તમામ તબીબી માહિતીને એક જગ્યાએ સંગ્રહિત કરી, આ સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. તમે તમારો આઈડી નંબર ડોક્ટરો અને વીમા કંપનીઓ જેવા તબીબી વ્યાવસાયિકો સાથે શેર કરી શકો છો અને તે તરત જ તમારી તબીબી માહિતી જોઈ શકે છે.

આ કાર્ડ હેઠળ મળવાપાત્ર લાભો

જો તમે ABHA હેલ્થ આઈડી કાર્ડ માટેની અરજી કરી ડાઉનલોડ કરો તો તમે પણ નીચેના લાભો મેળવી શકો છો.

 • તમે તમારી બધી તબીબી માહિતી જેમ કે રિપોર્ટ, નિદાન, દવાના પ્રિસ્ક્રિપ્શનો વગેરે તમે સરળતાથી જાણી શકો છો.
 • તમે તમારા મેડિકલ રેકોર્ડને હોસ્પિટલો, ક્લિનિક્સ, ડૉક્ટરો સાથે સરળતાથી શેર કરી શકો છો.
 • તમે બીજા વિસ્તારોમાં પણ તબીબી સંભાળ મેળવી શકો છો.
 • તમે હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી (HPR) ને ઉપયોગ કરી શકો છો કેજે, ભારતના તમામ ડોકટરોની વિગતોનું સંકલન છે.
 • તમે હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રીને પણ ઉપયોગ કરી શકો છો કે, જે ભારતમાં તમામ સરકારી અને ખાનગી તબીબી સુવિધાઓની લીસ્ટ છે.
 • આ કાર્ડમાં આયુષ સારવાર સુવિધાઓમાં પણ માન્ય છે. સારવારમાં આયુર્વેદ, યોગ અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : [IOCL] ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં આવી 12 પાસ પર 1760 જગ્યાઓ માટે ભરતી

આ કાર્ડનો લાભ લેવા માટેના આધાર પુરાવા

 • મોબાઇલ નંબર
 • ચૂંટણી કાર્ડ
 • આધાર કાર્ડ નંબર
 • પાન કાર્ડ
 • ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર (માત્ર નોંધણી નંબર જનરેટ કરવા માટે)

મહત્વપૂર્ણ લિન્ક

  સત્તાવાર સાઇટ Click Here
  HomePageClick Here