પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2022 : સિની. ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર પશ્ચિમ રેલવે, ભાવનગર પરા 28 હોલ્ડ સ્ટેશનો માટે કોન્ટ્રાકટ આધારિત સ્થાનિક ટિકિટ બુકિંગ એજન્ટોની (હોલ્ટ સ્ટેશન પર અનારક્ષિત ટિકિટોના વેચાણ માટે) નિમણૂક માટે અરજીઓ આમંત્રિત કરે છે.
પશ્ચિમ રેલવે ભાવનગર વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે 10 પાસ ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
15% (હોલ્ટ કોન્ટ્રાકટરને ચુકવવાપાત્ર લઘુત્તમ કમિશન 2 જોડી ટ્રેનના સ્ટોપેજ સુધીના હોલ્ટ માટે દર મહિને રૂ. 1,000/- અને 2 જોડીથી વધુ ટ્રેનના સ્ટોપેજ ધરાવતા હોલ્ટ માટે દર મહીને રૂ. 1,500/- રહેશે)
અરજી સિની. ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરની ઓફિસ, કોમર્શિયલ બ્રાંચ, પશ્ચિમ રેલવે, ગઢેચીવડલા પાસે, ભાવનગર પરા–364003ની ઓફિસેથી પ્રાપ્ત થઇ શકશે અને બંધ થવાની તારીખ અને સમય 20–01-2023ના 18:00 કલાક સુધી છે.