Citizen First Mobile App : હવે ગુજરાત પોલીસની તમામ સેવાઓ મેળવો તમારા મોબાઇલમાં

Citizen First Mobile App : રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના હિતમાં અનેક સેવાઓ ઓનલાઈન શરૂ કરવામાં આવી છે. આ સેવાઓ શરૂ કરવાનો હેતુએ નાગરિકોનો સમય બચી રહે અને સેવામાં પારદર્શિતા લાવવાનો છે. આ સેવાઓમાં આધારકાર્ડ અપડેટ કરવાનું હોય કે ઈ-પાસપોર્ટ માટે અરજી કરવાની હોય છે. હાલમાં ગુજરાત પોલીસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. આ જાણવા માટે તમારે અમારો આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.

Citizen First Mobile App

ગુજરાત પોલીસ દ્વારા Citizen First Gujarat Police લોન્ચ કરવામાં આવી છે. આ એપ દ્વારા તમે ઘરે બેઠા ઓનલાઇન તમારી ફરિયાદ નોધાવી શકો છો અને ફરિયાદની સ્થિતિ પણ જાણી શકો છો. આવી અનેક સેવાનો ઉપયોગ એ તમે દ્વારા કરી શકો છો. આ સેવાઓ કઈ છે, તે જાણવા આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.

Citizen First Mobile App – હાઈલાઈટ્સ

આર્ટિકલનું નામગુજરાત પોલીસ સિટીઝન ફર્સ્ટ એપ
આર્ટિકની ભાષાગુજરાતી અને English
એપ્લીકેશન નું નામCitizen First App
પોર્ટલનું નામCitizen Portal
હેતુપોલીસ સેવાઓ ઝડપથી અને વધુ પારદર્શક રીતે લોકો સુધી પહોંચે

Citizen First Mobile App શું છે?

ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાતના લોકોના હિતમાં પોલીસે સિટીઝન ફર્સ્ટ એપ લોન્ચ કરી છે. આ મોબાઈલ એપ્લિકેશનએ ફોન ચોરી અથવા વાહન ચોરી માટે e-FIR કરવાની કરવાની મંજૂરી આપે છે. જો આ એપ દ્વારા તમે ઓનલાઈન ફરિયાદ નોંધાવો છો, તો પોલીસ તમારી ફરિયાદ દાખલ કર્યાના 48 કલાકની અંદર તમારો સંપર્ક કરશે. અને તમારી વીમા કંપનીને સૂચિત કરશે.

રાજ્યના નાગરિકોને ઘરે બેઠા ઓનલાઈન સુવિધાઓ ઉપલબ્ધ થશે. જેમાં ખાસ કરીને, e-FIR અને NOC જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. જો તમે આ એપના માધ્યમ દ્વારા e-FIR રજીસ્ટર કરાવો છો, તો યોગ્ય પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માત્ર 48 કલાકની અંદર જ તમારો સંપર્ક કરવામાં આવશે. તમારી અરજીની તપાસ કરવામાં આવશે અને જો જરૂરી હોય તો તેને FIR માં ફેરવવામાં આવશે. આ પ્રક્રિયા તે 72 કલાકમાં પૂર્ણ કરશે અને તમામ તપાસ તે 21 દિવસમાં પૂર્ણ કરશે. જો ગુનો પકડાય છે તો તેની ચાર્જશીટ એ 21 દિવસની અંદર કોર્ટમાં સબમિટ કરવામાં આવે છે.

આ એપનો શું ફાયદો છે?

ગૃહ મંત્રાલય અને પોલીસ વિભાગએ કાયદો અને વ્યવસ્થા જાળવવા તમામ પ્રયાસો કરી રહ્યા છે. લોકોને વિશેષ સેવાઓ આપવા માટે એપ લોન્ચ કરી છે. આનાથી વાહન ચોરી અને મોબાઈલ ફોનની ચોરીના દાવા ઈ-એફઆઈઆર દ્વારા નોંધાવી શકાય છે. ફરિયાદ કર્તાઓને ઈ-સિટીઝન ફર્સ્ટ એપ દ્વારા માત્ર 24 કલાકની અંદર ઈ-એફઆઈઆરની નોંધણી માટેની રસીદ પણ પ્રાપ્ત કરી શકશે. જો તમે તેનો વીમો ધરાવો છો તો તેના માટેની કાર્યવાહી શરૂ કરી શકો છો.

આ એપથી ઓનલાઈન FIR કઈ રીતે કરવી?

ફરિયાદકર્તાઓ ઘટના બાદ નિર્ધારિત સમયગાળામાં એફઆઈઆર ઓનલાઈન સબમિટ કરી શકે છે. આ માટે રાજ્યના નાગરિક પોર્ટલ [Citizen Portal] અથવા સિટિઝન ફર્સ્ટ એપ [Citizen First App] નો ઉપયોગ કરવો જરૂરી છે. આ પોર્ટલ અથવા એપ્લિકેશન દ્વારા ઓનલાઈન ફરિયાદો સબમિટ કરી શકાય છે. એકવાર ઓનલાઈન એફઆઈએ પૂર્ણ થઈ ગયા પછી, ફરિયાદ પોલીસ સ્ટેશનને ફોરવર્ડ કરવામાં આવશે અને પોલીસ સ્ટેશનનું નામ દર્શાવવામાં આવશે. જો કે પોલીસ સ્ટેશનનું નામ આપવામાં આવ્યું નથી, પરંતુ ફરિયાદો સીધી પોલીસ કમિશનર કચેરી અથવા પોલીસ વડાની કચેરીને મોકલવામાં આવે છે. ત્યાંથી, પછીથી તેમને તપાસ માટે જોડાયેલ પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવે છે.

આ એપ દ્વારા આપવામાં આવતી સેવાઓ

આ એપ દ્વારા આપવામાં આવતી સેવાઓ નીચે મુજબ છે.

  • એફ.આઈ. આર ની નકલ મેળવો
  • ઈ-અરજી
  • ગુમ થયેલ/ચોરાયેલ સંપત્તિની જાણ
  • ઈ– એફ.આઈ.આર (વાહન / મોબાઇલ ચોરી)
  • ગુમ થયેલ વ્યક્તિની જાણ
  • ઘરઘાટીની નોંધણી
  • ડ્રાઈવર નોંધણી
  • સિનિઅર સીટીઝનની નોંધણી
  • ભાડુઆત નોંધણી
  • એન.ઓ.સી. માટે અરજી કરો
  • પોલીસ વેરીફીકેશન
  • અરેસ્ટ/વોન્ટેડ વ્યક્તિ શોધો
  • ગુમ થયેલ વ્યક્તિ શોધો
  • ચોરાયેલ/પાછી મળેલ મિલકત શોધો
  • અજાણી મૃત શરીરની માહિતી શોધો

મહત્વપૂર્ણ લિન્ક

Citizen First Mobile AppClick Here
HomePageClick Here