ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાયું હતું. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું હતું. બધી બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અંદાજિત 60.47 ટકા મતદાન નોંધાયું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ ચાલી રહ્યું છે. મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી યોજાશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 (718 પુરૂષ ઉમેદવાર, 70 મહિલા ઉમેદવાર) ચૂંટણી મેદાનમાં છે, ત્યારે સવારે 10 વાગ્યા સુધીમાં 12 ટકા મતદાન થયું છે. તો જોઈએ મતદાન અંગેની સંપૂર્ણ માહિતી…
ઓછા મતદાનથી કોને થશે નુકશાન?
જાણકારોનું કહેવું છે કે ઓછું મતદાન હંમેશાં સત્તાપક્ષને નુકસાન કરતું હોય છે.
આ પણ વાંચો : ઇ આધારકાર્ડ શું છે? કયા કામ આવે છે એ આધાર કાર્ડ? ઓનલાઈન કઈ રીતે કઢાવવું? જાણો તમામ માહિતી |
રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે કે “આ પહેલી વાર નથી થયું કે ગ્રામીણ વિસ્તારના લોકોએ વધુ મતદાન કર્યું હોય, આ એક પરંપરા રહી છે કે શહેરી વિસ્તાર કરતાં ગ્રામીણ વિસ્તારના લોકો વધુ મતદાન કરે છે.“
તેઓ કહે છે કે “નવું ફૅક્ટર એ છે કે શહેરી મતદારોએ નોંધપાત્ર માત્રમાં ઓછું મતદાન કર્યું છે.”
તેઓ કહે છે, “પહેલેથી લોકો (મતદારો) નિષ્ક્રિય હતા. અને મતદારની નારાજગી કે નિષ્ક્રિયતા હંમેશાં શાસક પક્ષ સામે હોય છે. લોકો જ્યારે શાસક પક્ષથી નારાજ હોય ત્યારે તેઓ મતદાનથી અલિપ્ત રહેતા હોય છે.”
“ગ્રામીણ લોકો શહેરી નાગરિકો કરતાં વધુ જાગૃત નાગરિકો છે. એ પોતાનાં સમાજ, જ્ઞાતિ અને ગામનું હિત જોઈને મોટી સંખ્યામાં મતદાન કરતા હોય છે.”
તેઓ ઉદાહરણ આપતા કહે છે, “તાલુકાની કક્ષાની જે બેઠકો હોય છે તેમાં તાલુકા કક્ષાના મત 25-30 ટકા હોય છે અને 70-75 ટકા મત આસપાસનાં ગામડાંના હોય છે.
તેમનું કહેવું છે કે ગ્રામ્ય મતદારો દરેક બેઠકમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી
આજ રોજ 19 જીલ્લાની કુલ 89 બેઠકો પર મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન તાપી જીલ્લામાં સરેરાશ 72.32% અને સૌથી ઓછુ મતદાન અમરેલી જીલ્લામાં સરેરાશ 52.73% મતદાન થયું હતું. 89 બેઠકો પરના 788 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું છે.
નંબર | વિધાનસભા નામ | ટકાવારી |
1 | અબડાસા | 62.00% |
2 | માંડવી | 52.55% |
3 | ભૂજ | 59.20% |
4 | અંજાર | 64.13% |
5 | ગાંધીધામ | 39.89% |
6 | રાપર | 58.25% |
60 | દસાડા | 59.55% |
61 | લીંબડી | 61.25% |
62 | વઢવાણ | 53.28% |
63 | ચોટીલા | 62.67% |
64 | ધાંગધ્રા | 66.77% |
65 | મોરબી | 67.16% |
66 | ટંકારા | 64.23% |
67 | વાંકાનેર | 71.19% |
68 | રાજકોટ પૂર્વ | 55.50% |
69 | રાજકોટ પશ્ચિમ | 58.59% |
70 | રાજકોટ દક્ષિણ | 54.50% |
71 | રાજકોટ ગ્રામ્ય | 61.42% |
72 | જસદણ | 62.35% |
73 | ગોંડલ | 54.99% |
74 | જેતપુર | 63.22% |
75 | ધોરાજી | 57.16% |
76 | કાલાવાડ | 53.58% |
77 | જામનગર ગ્રામ્ય | 53.83% |
78 | જામનગર ઉત્તર | 55.96% |
79 | જામનગર દક્ષિણ | 55.69% |
80 | જામજોધપુર | 61.73% |
81 | ખંભાળિયા | 60.29% |
82 | દ્વારકા | 57.90% |
83 | પોરબંદર | 58.54% |
84 | કુતિયાણા | 48.30% |
85 | માણાવદર | 59.34% |
86 | જુનાગઢ | 58.20% |
87 | વિસાવદર | 50.10% |
88 | કેશોદ | 61.61% |
89 | માંગરોળ | 55.55% |
90 | સોમનાથ | 66.54% |
91 | તાલાળા | 60.24% |
92 | કોડીનાર | 53.77% |
93 | ઉના | 57.42% |
94 | ધારી | 52.70% |
95 | અમરેલી | 55.76% |
96 | લાઠી | 58.66% |
97 | સાવરકુંડલા | 54.18% |
98 | રાજુલા | 63.30% |
99 | મહુવા | 61.96% |
100 | તળાજા | 55.01% |
101 | ગારિયાધાર | 59.30% |
102 | પાલિતાણા | 57.43% |
103 | ભાવનગર ગ્રામ્ય | 60.45% |
104 | ભાવનગર પૂર્વ | 56.08% |
105 | ભાવનગર પશ્ચિમ | 54.56% |
106 | ગઢડા | 50.92% |
107 | બોટાદ | 62.80% |
148 | નાંદોદ | 65.14% |
149 | દેડીયાપાડા | 81.34% |
150 | જંબુસર | 61.83% |
151 | વાગરા | 63.10% |
152 | ઝઘડિયા | 77.65% |
153 | ભરૂચ | 54.35% |
154 | અંકલેશ્વર | 59.43% |
155 | ઓલપાડ | 59.04% |
156 | માંગરોળ | 60.00% |
157 | માંડવી | 80.45% |
158 | કામરેજ | 64.83% |
159 | સુરત પૂર્વ | 67.25% |
160 | સુરત ઉત્તર | 64.06% |
161 | વરાછા રોડ | 55.63% |
162 | કરંજ | 49.53% |
163 | લીંબાયત | 58.52% |
164 | ઉધના | 55.69% |
165 | મજુરા | 58.07% |
166 | કતારગામ | 64.08% |
167 | સુરત પશ્ચિમ | 60.04% |
168 | ચોર્યાસી | 54.40% |
169 | બારડોલી | 65.97% |
170 | મહુવા | 71.36% |
171 | વ્યારા | 65.29% |
172 | નિઝર | 77.87% |
173 | ડાંગ | 64.84% |
174 | જલાલપોર | 67.13% |
175 | નવસારી | 61.81% |
176 | ગણદેવી | 66.24% |
177 | વાંસદા | 70.62% |
178 | ધરમપુર | 64.77% |
179 | વલસાડ | 61.31% |
180 | પારડી | 63.60% |
181 | કપરાડા | 75.17% |
182 | ઉમરગાવ | 61.75% |
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : ફેડની નરમાઈ અને મુખ્ય સેન્ટ્રલ બેંકની ખરીદીને કારણે સોના અને ચાંદીમાં ઉછાળો |