હવે આવકનો દાખલો મેળવો ઘરેબેઠા ઓનલાઇન ફક્ત 10 મિનિટમાં,જાણો સંપૂર્ણ માહિતી

ગ્રામ્ય વિસ્તારનાં લોકોને માં કાર્ડ કે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આવકનાં દાખલા માટે હવે ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીને અધિકૃત કરવાનો નિર્ણય કર્યો હોવાથી ગામડાનાં લોકોને આ દાખલા માટે તાલુકા કચેરીએ ધકકા ખાવા પડતા હતા તે હવે નહિ થાય અને સમય – ખર્ચની બચત થશે.
જીહા, હવે તમારે આવકનો દાખલો કાઢવા માટે કચેરી કે પંચાયતના ધક્કા ખાવાની કે તમારો કીમતી ટાઇમ બગડવાની જરૂર નથી હવે તમારો આવક્મો દાખલો મેળવો ઘરે બેઠા માત્ર અને માત્ર 20 જ મીનીટમાં. શું તમારે પણ આવકનો દાખલો ઘરે બેઠા કઢાવો છે તો તેની તમામ ગતિવિધિ તથા પ્રક્રિયા જાણવા અમારો આ લેખ શાંતિ થી વાંચો.

આવકનો દાખલો માહિતી

આરોગ્ય વિભાગે કરેલા પરિપત્રમાં જણાંવાયુ છે કે ભારત સરકારની આયુષ્યમાન ભારત અને મા કાર્ડ માટે આવકનાં પ્રમાણપત્રો હવેથી તલાટી મંત્રીઓ કાઢી આપશે. અગાઉ આ દાખલા માટે તલાટીનાં પ્રમાણપત્રોનાં આધારે ટીડીઓ અથવા મામલતદાર પાસેથી દાખલા મેળવવા પડતા હતા. હવે તલાટી જે આવકનાં પ્રમાણપત્રો કાઢી આપશે તે ત્રણ વર્ષ માટે માન્ય ગણાશે.

PM મોદીના હસ્તે કરાયું લોન્ચ આયુષ્માન ભારત ડિજિટલ મિશન

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ વીડિયો કોન્ફરન્સના આધારે આયુષ્માન ભારત ડિજિટલ મિશનની શરૂઆત કરી હતી. આ દરમ્યાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર હતાં. આ મોકા પર પીએમ મોદીએ જનતાને સંબોધિત કરતા આ મિશન અંગેની જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ’21મી સદીમાં આગળ વધતા ભારત માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વીતેલા 7 વર્ષોથી દેશની સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત કરવાનું જે મિશન ચાલી રહ્યું છે તે આજથી એક નવા જ ચરણમાં પ્રવેશ કરી રહ્યું છે.’

ખાસ દેશના ગરીબ અને મધ્યમ વર્ગ મહત્વપૂર્ણ મિશન

પીએમ મોદી આજથી આયુષ્માન ભારત ડિજિટલ મિશન પણ પૂરા દેશમાં શરૂ કરવામાં આવી રહ્યું છે. આ મિશન દેશના ગરીબ અને મધ્યમ વર્ગની સારવારમાં જે મુશ્કેલીઓ આવી રહી છે તેને દૂર કરવામાં ખૂબ મોટી ભૂમિકા નીભાવશે. તેઓએ જણાવ્યું કે, ત્રણ વર્ષ પહેલાં પંડિત દિનજદયાલ ઉપાધ્યાયની જયંતિના અવસર પર પંડિતજીને સમર્પિત આયુષ્માન ભારત યોજના પૂરા દેશમાં શરૂ થઇ હતી. મને આનંદ છે કે આજથી આયુષ્માન ભારત ડિજિટલ મિશન પણ પૂરા દેશમાં શરૂ કરવામાં આવી રહ્યું છે.

આવકનો દાખલો ઓનલાઇન કેવી રીતે મેળવવો

  • ગુજરાત સરકારની ડીજીટલ પોર્ટલ www.digitalgujarat.gov.in પર જાઓ
  • ત્યારબાદ મેનુબાર પર ક્લિક કરો
  • ત્યારબાદ સર્વિસ ઓપ્શન પર ક્લિક કરો
  • સર્વિસ માં citizen service ઓપ્શન પર ક્લિક કરો
  • citizen service માં ક્લિક કરસો એટલે નવું પેજ ઓપન થશે
  • તે પેજ પર નીચે જશો એટલે આવક ના દાખલાનું ઓપ્શન ખુલશે
  • ત્યાં ક્લિક કર્યા બાદ નવું પેજ ઓપન થશે તેમાં નીચે Apply Online પર ક્લિક કરો
  • apply online કર્યા બાદ લોગીન કરો
  • Apply Online કાર્ય બાદ બધી વિગતો તમારા ડોક્યુમેન્ટ અનુસાર ભરી આવેદન કરો

આવકના દાખલા ઉપયોગી ડોક્યુમેન્ટ

  • અરજદારનું આાધાર કાર્ડ
  • અરજદારનું રોશનકાર્ડ
  • અરજદારનું છેલ્લું લાઈટબીલ/વેરાબીલ
  • અરજદારના રહેણાંકની આાસપાસના 2 પુખ્ત પાડોશીના આાધારકાર્ડ (પંચનામું કરવા)
  • ૩ રૂ. ની કોટડ ફી ટીકીટ
  • ૫૦ રૂ. નાો સ્ટેમ્પ
  • મેયર/સાંસદ/ધારાસભ્ય (કાોઈપણ એક) પાસેથી મળતો આાવક નો દાખલો.
  • એક પાસપોર્ટ સાઈજ ફોટો  

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર વેબસાઈટClick Here
HomePageClick Here