ખેડૂતો આનંદો : માલવાહક વાહન ખરીદવા મળશે 75000 રૂપિયા ની સહાય,કિસાન પરિવહન યોજના

કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ખેડૂતો ખેતીમાં અવનવી પદ્ધતિ અપનાવીને પાક ઉત્પાદન વધારી તે માટે સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવે છે. જેના માટે iKhedut Portal બનાવવામાં આવે છે. આ પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના વગેરે ચલાવવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા ખેતીવાડી વિભાગની કિસાન પરિવહન યોજના વિશે વાત કરીશું. Kisan Parivahan Yojana નો લાભ લેવા માટેની શું-શું પાત્રતા છે, અને લાભ કેવી રીતે મેળવી શકાય તેની માહિતી મેળવીશું.

કિસાન પરિવહન યોજનાની માહિતી

ખેડૂતો દ્વારા ઉત્પાદન થયેલા પાકને નજીકના બજારો સુધી પાક ઉત્પાદન પહોંચાડવામાં તકલીફ ન રહે તે માટે સાધન સહાય આપવામાં આવે છે. ખેડૂતોને કિસાન પરિવહન યોજના હેઠળ માલ વાહક સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. Kisan Parivahan Yojana Gujarat 2022 ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે.

કિસાન પરિવહન યોજના વિસ્તૃત માહિતી

યોજનાનું નામકિસાન પરિવહન યોજના 2022
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
યોજનાનો ઉદ્દેશખેડૂતો દ્વારા ઉત્પન્ન થયેલો પાક ખેત બજારો સુધી લઈ જવા
માલ વાહન ખરીદી પર સબસીડી
લાભાર્થીગુજરાતના ખેડૂતોને
સબસીડી નંબર-1નાના,સીમાંત,મહિલા,SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35 %
અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
સબસીડી નંબર-2સામાન્ય અને અન્ય ખેડૂતોને  કુલ ખર્ચના 25 %
અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
અરજી કરવાની છેલ્લી તારીખ21/03/2022

કિસાન પરિવહન યોજના માટે લાભાર્થીની પાત્રતા

Krushi Sahay Yojana Gujarat 2022 હેઠળ આ યોજનાનો લાભ આપવા માટે લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલી છે. Agriculture Department Gujarat દ્વારા કઈ-કઈ પાત્રતા સુનિશ્વિત કરેલ છે તે નીચે મુજબ છે.

કિસાન પરિવહન યોજના લાભ મેળવવાની શરતો

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ikhedut portal Parivahan માટે ખરીદી માટેની શરતો નક્કી થયેલ છે. ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે.

  • આઈ ખેડૂત પોર્ટલ દ્વારા નક્કી એમ્પેનલ કરેલ તથા જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • આ યોજના માટે પેનલમાં સમાવેશ થયેલ ઉત્પાદકના માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.
  • ખેડૂત આ સહાય મેળવવા માટે પાકું લાઈસન્‍સ ધરાવતો હોવો જોઈએ.

કિસાન પરિવહન યોજના કેટલી સહાય મળશે

Kisan Parivahan Yojana માં  ikhedut  subsidy અગાઉથી નક્કી કરેલી છે. આ સબસીડી યોજના 2022 અન્‍વયે અરજદાર ખેડૂતની જાતિ અને દરજ્જાના આધારે આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

મહિલા, નાના, સીમાંત,અનુસુચિત જાતિઅને અનુસુચિત જન જાતિ ખેડૂતોનેકિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 35 % અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી મળશે.
સામાન્ય અને અન્ય ખેડૂતોને Kisan Parivahan Yojana ખેડૂતોને કુલ ખર્ચના 25 % અથવા 50,000/- બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી મળશે.

કિસાન પરિવહન યોજના સહાય માટે ઉપયોગી ડોક્યુમેન્ટ

આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી Kisan Parivahan Yojana નો લાભ લેવા માટે ઓનલાઇન એપ્લાય કરવાનું હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ જોઈએ.

  1. ikhedut Portal 7-12 (Anyror Gujarat 7/12 પરથી ડાઉનલોડ કરી શકાય)
  2. લાભાર્થીના આધારકાર્ડની નકલ (આધારકાર્ડ ડાઉનલોડ કરો.)
  3. જો ખેડૂત એસ.સી જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  4. જો ખેડૂત એસ.ટી જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  5. રેશનકાર્ડની નકલ
  6. જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  7. ટ્રાઈબલ વિસ્તારના લાભાર્થીઓ માટે વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  8. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  9. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
  10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  12. લાઈસન્‍સ

કિસાન પરિવહન યોજના અરજી પ્રક્રિયા

Kisan Parivahan Yojana Gujarat હેઠળ લાભ લેવા માટે ખેડૂતોએ ikhedut Portal પરથી Kisan Registration કરવાનું રહેશે છે. ખેડૂતોએ લાભાર્થી ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા પોતાની ગ્રામ પંચાયત ખાતેથી VCE મારફતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે. કિસાન પરિવહન યોજનાની ઓનલાઈન અરજી કેવી કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google Search માં “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • આઈ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ ક્રમ નંબર-1 પર “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
  • “Khetivadi ni yojana” ખોલ્યા બાદ જ્યાં સરકારી અન્ય યોજના, ખેડૂત યોજના બતાવશે.
  • જેમાં “કિસાન પરિવહન યોજના” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ ikhedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતે માલ વાહક વાહન યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

IKhedut પોર્ટલ એપ્લિકેશન સ્ટેટસ અને રિપ્રિન્ટ

લાભાર્થી ખેડૂત ikhedu application status online જોઈ શકશે તથા Arji Print કાઢી શકશે. હવે અરજીની કાર્યવાહી જાણવા માટે ikhedut portal દ્વારા સરળતાથી જાણી શકાશે.

ikhedut portal StatusClick Here
Application PrintClick Here

કિસાન પરિવહન યોજના અરજી નો સમયગાળો

Kisan Parivahan Yojana Online Registration કરવાની રહેશે. આ યોજના માટે અરજદારોઓએ તારીખ- તા 21/02/2022 થી 21/03/2022 સુધી સુધી અરજી કરી શકશે. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે.

ઉપયોગી લિંક

સત્તાવાર વેબસાઈટClick Here
HomePageClick Here