ફક્ત ૩૩૦ રૂપિયા ભરીને મેળવો 2 લાખનો વીમો

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા 9 મે 2015ના રોજ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો હેતુ દેશના દરેક નાગરિકોને નજીવા દરે અને સરળ રીતે જીવન વીમાની સુરક્ષા પહોંચાડવાનો છે. ભારતીય જીવન વીમા નિગમ (LIC) અને અન્ય ખાનગી વીમા કંપનીઓના માધ્યમથી જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો મારફતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો અમલ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત વીમા ધારક વ્યક્તિ 55 વર્ષની ઉંમર સુધીમાં કોઈપણ કારણસર મૃત્યુ પામે છે તો PMJJBY યોજના હેઠળ, તેમના વારસદારોને સરકાર દ્વારા રૂ. 2 લાખનો જીવન વીમો મળશે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના

વડા પ્રધાને આ વીમા યોજના શરૂ કરી હતી, જેમાં એક વર્ષમાં ફક્ત 330 રૂપિયાના પ્રીમિયમ પર 2 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે. આ યોજનાનું નામ છે – પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના. ચાલો આપણે જાણીએ કે આ યોજનાની વિશેષતા શું છે અને તેનો લાભ કેવી રીતે લઈ શકાય?

આ પણ વાંચો : તમારા આધારકાર્ડમાં નામ અને જન્મતારીખ બદલાવો ઘરે બેઠા

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજનાનો લાભ કોને કોને મળે ?

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના માટેનું વાર્ષિક પ્રીમિયમ ફક્ત 330 રૂપિયા છે. આ યોજના કોઈપણ ભારતીય નાગરિક દ્વારા 18 થી 50 વર્ષની વયની વચ્ચે લઈ શકાય છે. જીવન જ્યોતિ વીમા પોલિસીની પરિપક્વતાની ઉંમર 55 વર્ષ છે. આ ટર્મ પ્લાન દર વર્ષે રીન્યુ કરવાનો રહેશે. આમાં એશ્યોર્ડ અમોઉન્ટ એટલે કે વિમાની રકમ 2,00,000 રૂપિયા છે.

આ પણ વાંચો : શૌચાલય સહાય યોજના ગુજરાત ૨૦૨૨

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજનાનો હેતુ

આર્થિક સુરક્ષાના અભાવ હેઠળ જીવન જીવતા મહત્તમ લોકોની સુરક્ષા માટે ખાસ

પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના અમલમાં મુકવામાં આવેલ છે, જેની લાક્ષણિકતા નીચે મુજબ છે.

  • આ યોજના એક વર્ષના જીવનવીમાની યોજના છે. જે દર વર્ષે રીન્યુ કરાવી શકાય છે.
  • આ યોજનાનો ઉદ્દેશ્ય એ એક પ્રકારની જીવન વીમા પોલીસી છે. જેમાં વીમા ધારકના કોઇપણ કારણસર થયેલા મૃત્યુ સામે તેના વારસદાર/પરિવારજનોને રૂપિયા બે લાખ ચૂકવવામાં આવશે. આ માટે દરેક ઉપભોક્તાએ રૂ. ૩૦  જેટલું પ્રિમિયમ ભરવાનું રહેશે.

આ પણ વાંચો : ગુજરાત ૧૦૮ ભરતી ૨૦૨૨

જાહેરાત ફોર્મ PDF ડાઉનલોડ કરો
HomepageClick Here