ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના : 60થી 79 વર્ષની વ્યક્તિઓને મળશે દર મહિને 1250 ની સહાય

વૃદ્ધ પેન્શન યોજના 2023 : વૃદ્ધ પેન્શન યોજના 2023, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. વૃદ્ધ પેન્શન યોજના પણ આવી જ એક યોજના છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે. આજે આ પોસ્ટમા આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ની માહિતી મેળવીશુ.

વૃદ્ધ પેન્શન યોજના 2023

ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૬૦ વર્ષ કે તેથી ઉપરના (વર્ષ-૨૦૧૧માં સુધારેલી વયમર્યાદા મુજબ ૬૫ વર્ષ) અને ગરીબી રેખા નીચે હોય તથા ભારત સરકારશ્રીના સમયાનુસાર સુધારેલા ધારા-ધોરણો મુજબ લાયકાત ધરાવતાં હોય તેવા લાભાર્થિઓ માટે છે. Gujarat Vridha Pension Yojana 2023 આ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ભાગરૂપે ચલવવામાં આવે છે.

વૃદ્ધ પેન્શન યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનુ નામઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના
લાભાર્થી જૂથ૬૦થી ૭૯ વર્ષની વયની વ્યક્તિ
મળતી સહાયરૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને
અમલીકરણમામલતદાર કચેરી
સત્તાવાર સાઇટsje.gujarat.gov.in

વૃદ્ધ પેન્શન યોજનાનો ઉદેશ્ય

આ Vrudh Pension Yojana Gujarat થકી ગુજરાતના નિરાધાર વૃદ્ધ લોકો ને આર્થિક રીતે મદદ મળે અને તેઓ પણ પોતાની રીતે પગભર રહીને જીવન પસાર કરે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે તેમજ તેઓ પણ આર્થિક રીતે ભૌતિક સગવડ મેળવી શકે અને સારી રીતે જીવન જીવી શકે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • લાભાર્થી પાસે ૦-૧૬ આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઇએ.
  • લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઇએ.
  • લાભાર્થી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરવતો હોવો જોઇએ.

વૃદ્ધ પેન્શન યોજના હેઠળ મળવાપાત્ર લાભ

Vrudh Pension Yojana માં જે લાભાર્થીની ઉમર ૬૦ વર્ષથી વધુ છે તેને કુલ ૧૦૦૦ રુપિયા સહાય પેટે તેના બેંક ખાતામાં ડાયરેક્ટ જમા થાય છે. અને જે અરજદારની ઉમર ૮૦ કે તેનાથી વધુ છે તેને કુલ ૧૨૫૦ રુપિયાની સહાય તેના ખાતામાં ડાયરેક્ટ DBT દ્વારા જમાં થાય છે.

દિવ્યાંગ પેન્શન યોજનામાં જે દિવ્યાંગની ઉમર ૪૫ વર્ષ કરતા વધુ છે અને દિવ્યાંગતા ૭૫ ટકા કરતા વધુ છે તેને દર મહિને ૧૦૦૦ રુપિયા સહાય પેટે મળવા પાત્ર થશે.

આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો

મિત્રો, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ ભરતા પહેલા તમારે નિચે મુજબના ડોક્યુમેન્ટ ની જરુર પડશે.

  • અરજદારનો ઉંમર અંગેનો દાખલો અથવા પુરાવો (L.C, જન્મ તારીખનો દાખલો)
  • આધારકાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાતના રહેવાસી અંગેનો પુરાવો (ક્રિમીનલ)
  • રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ, ચુટણીકાર્ડ)
  • જો લાભાર્થી દિવ્યાંગ હોય તો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર
  • પુત્ર હોય તો તેની ઉમર ૨૧ વર્ષથી વધુ ના હોવી જોઈએ
  • જો પુત્રની ઉમર ૨૧ વર્ષથી વધુ છે પણ પિડિત હોય તો તે અંગેનુ ડોક્ટરનું પ્રમાણપત્ર
  • બેન્ક ખાતાની પાસબુકની ઝેરોક્ષ

અરજી કઈ રીતે કરવી?

આ યોજનાનો લાભ લેવા માટે પેન્શન યોજના ફોર્મ નીચેની રીતે મેળવી શકાય છે.

  • જિલ્લા કલેકટર કચેરી પરથી
  • મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
  • ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
  • નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે.
  • https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
  • ઉપરાંત આ પોસ્ટમા નીચે PDF ડાઉનલોડ કરવા ઓપ્શન આપેલ છે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો