વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભરતીની જાહેરાત, અહીંથી કરો આવેદન

VNSGU ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે. કારણ કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ક્લાર્ક તથા પટાવાળા માટે નોકરીની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

VNSGU ભરતી 2023

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી – VNSGU દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

VNSGU ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
નોકરીનું સ્થળસુરત, ગુજરાત
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોટિફિકેશનની તારીખ05 ઓગસ્ટ
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ05 ઓગસ્ટ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ17 ઓગસ્ટ
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ vnsgu.ac.in

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ક્લાર્ક તથા પટાવાળાની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત

VNSGUની આ ભરતીમાં પટાવાળાના પદ પર અરજી કરવા માટે તમારે ધોરણ 10 પાસ જયારે ક્લાર્કના પદ પર અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

ઉમર મર્યાદા

  • VNSGUની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ છે જયારે વધુમાં વધુ કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.

પગાર ધોરણ

  • VNSGUની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી આપવામાં આવી નથી. પગાર સંબંધી માહિતી ઉમેદવારને ઇન્ટરવ્યૂ અથવા સ્કિલ ટેસ્ટ સમયે જણાવવામાં આવી શકે છે.

પસંદગી પ્રક્રિયા

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં પટાવાળાના પદ પર ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે જયારે ક્લાર્ક ના પદ પર ઉમેદવારની પસંદગી નિયત તારીખે પરીક્ષા અથવા કોમ્પ્યુટર ટેસ્ટ અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ @ rms.vnsgu.net અથવા @ vnsgu.ac.in વિઝીટ કરો.
  • હવે વેબસાઈટમાં આપેલ “Registration” ના ઓપ્શન પર ક્લિક કરો અને તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી દો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ફોર્મને ફાઈનલ સબમિટ કરો તથા પ્રિન્ટ કાઢી લો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ05 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ17 ઓગસ્ટ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો