વ્હાલી દીકરી યોજના 2024 : સરકાર તરફથી દિકરીઑને મળશે 1 લાખ 10 હજારની સહાય

વ્હાલી દીકરી યોજના 2024 : આપણે બધા નાગરિકો જાણીએ છીએ કે આપણા દેશમાં નાગરિકોને મદદ પૂરી પાડવા માટે ઘણી પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવે છે, તેવી જ રીતે ગુજરાત સરકારે ઓગસ્ટ 2019 ના મહિનામાં રાજ્યના નાગરિકોને મદદ કરવા માટે વ્હાલી દીકરી યોજના (Vahli Dikri Yojana Gujarat) ની જાહેરાત કરી હતી. આ લેખમાં વહાલી દીકરી યોજના વિશેની માહિતી જાણવા મળશે જેમ કે યોજનાની પાત્રતા, જરૂરી દસ્તાવેજો, અરજી કરવાની પ્રક્રિયા, યોજનાના લાભો અને અન્ય ઘણી સંબંધિત વિગતો.

વ્હાલી દીકરી યોજના 2024

આ વિભાગ દ્વારા મહિલાઓ માટે ઘણી યોજનાઓ અને સેવા કાર્યરત છે. જેવી કે મહિલાઓની સામાજિક અને આર્થિક સુરક્ષા માટે વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક પુન:લગ્ન યોજના, વ્હાલી દીકરી યોજના વગેરે. સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે 181 મહિલા અભયમ, સખી વન સ્ટોપ સેન્‍ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્‍ટર, સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા Vahali Dikri Yojana 2023 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

વ્હાલી દીકરી યોજના 2024 – હાઈલાઈટ્સ

યોજનાનું નામ વ્હાલી દીકરી યોજના (Vahali Dikri Yojana)
કોના દ્વારા શરૂ કરવામાં આવી ગુજરાત સરકાર 
યોજના નો ઉદેશ્યકન્યા બાળજન્મને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવી
યોજના ના લાભાર્થીઓગુજરાત ની દીકરીઓ 
અરજી નો પ્રકાર ઓફલાઈન 
સત્તાવાર વેબસાઇટhttps://wcd.gujarat.gov.in

વ્હાલી દીકરી યોજનાનો ઉદેશ્ય

Vahali Dikri Yojana નો ઉદેશ્ય જન્મ ગુણોત્તર સુધારવા, છોકરીઓના શિક્ષણનું પ્રમાણ વધારવા, છોકરીઓનું ભવિષ્ય બચાવવા અને બાળજન્મને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકારે આ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ સરકાર છોકરીઓના માતા -પિતાને આર્થિક સહાય આપશે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • પરિવારની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને Vahali Dikri Yojana નો લાભ મળવાપાત્ર રહેશે
  • 2 ઓગસ્ટ 2019 બાદ જન્મેલી દીકરીઓ જ આ યોજના નો લાભ લઇ શકે (vahali dikri yojana age limit)
  • દીકરી ના સમયે માતા ની ઉમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જરૂરી છે
  • અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
  • કુટુંબની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.

વ્હાલી દીકરી યોજના હેઠળ મળતો લાભ

સહાયમાં હપ્તા અંગેની વિગતકેટલી અને ક્યારે સહાય મળશે?
પ્રથમ હપ્તા પેટેલાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/-  મળવાપાત્ર થશે.
બીજો હપ્તો પેટેલાભાર્થી દીકરી ધોરણ-9 માં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.
છેલ્લા હપ્તા પેટેદીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.  

આ યોજનામાં અરજી કરવાના દસ્તાવેજો

  • દિકરીનું જન્મનું પ્રમાણપત્ર.
  • દીકરી નું આધારકાર્ડ – જો કઢાવેલ હોય તો
  • પિતાનો આવકનો દાખલો
  • માતા-પિતાનું રેશનીંગ કાર્ડ
  • માતા-પિતાના આધાર કાર્ડ
  • માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર
  • માતા-પિતાના તમામ હયાત બાળકોના જન્મના પ્રમાણપત્ર
  • માતા-પિતાનું લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર
  • સંતતિ નિયમનનું પ્રમાણપત્ર (દીકરી બીજું સંતાન હોય ત્યારે)

અરજી કઈ રીતે કરવી?

  • જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તમારે ગ્રામ પંચાયતમાં જઈને ત્યાં VCE ઓપરેટર હશે તે ઓનલાઈન અરજી કરી આપશે.
  • અને જો શહેરમાં રહેતા હોય તો તમારે મામલતદાર કચેરી એ જઈને અરજી કરાવી શકો છો.
  • પછી તમારે જરૂરી ડોક્યુમેન્ટ તે ઓપરેટરને આપવાના રહેશે અને ત્યારબાદ તે તમને ઓનલાઇન અરજી કરી આપશે.
  • અને પછી તે ઓનલાઈન ફોર્મ ભર્યાની પહોંચ તમને આપશે તે તમારે સાચવીને રાખવાની રહેશે.
  • તમારું ફોર્મ જમા કરાવ્યા પછી વધુ માં વધુ 45 દિવસ માં તમારું ફોર્મ માં મંજુર થાય છે કૈં નામંજુર થાય છે એ તમને જાણ કરી દેવામાં આવશે

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો