વ્હાલી દીકરી યોજના 2023 : સરકાર આપશે દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે 1 લાખ 10 હજારની સહાય

વ્હાલી દીકરી યોજના 2023 : શું તમે વ્હાલી દીકરી યોજના નું ફોર્મ ભરવા માંગો છો? અહીં અમે તમને આ લેખ દ્વારા વહાલી દીકરી યોજના ની સંપૂર્ણ માહીતી આપીશુ. આ યોજના નો મુખ્ય હેતુ દીકરી ની હત્યા અટકાવવા નો છે. તે માટે ગુજરાત સરકાર જન્મતી દીકરી ના માતા-પિતા ને 1 લાખ 10 હાજર ની આર્થિક સહાય કરે છે. હવે અમે તમને વ્હાલી દીકરી યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

વ્હાલી દીકરી યોજના 2023

વ્હાલી દીકરી યોજના એ દીકરીની ભૃણ હત્યા થતી અટકાવવા તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એટલે ગુજરાત સરકાર દ્વારા 2 ઓગસ્ટ 2019 ના રોજ એક નવી યોજના ચાલુ કરવામાં આવી. વ્હાલી દીકરી યોજના માં દીકરીના માતા પિતા ને કુલ 1 લાખ 10 હાજર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે.આ રકમ ત્રણ હપ્તા માં ચૂકવવામાં આવે છે. જે આ મુજબ છે. વ્હાલી દીકરી યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે.

પ્રથમ હપ્તો દીકરી જયારે 1 ઘોરણ માં પ્રવેશ મેળવે ત્યરે 4 હજાર રૂપિયા, બીજો હપ્તો દીકરી જયારે માધ્યમિક શાળાના ધોરણ નવમાં પ્રવેશ કરે ત્યરે 6 હજાર રૂપિયા તેમજ ત્રીજો હપ્તો દીકરી જયારે 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ અભ્યાસ માટે 1 લાખ રૂપિયા એમ ટોટલ Rs. 1,10,000 ની આર્થિક સહાય મળશે.

વ્હાલી દીકરી યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામવ્હાલી દીકરી યોજના
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશસમાજમાં સ્ત્રીઓનું પ્રમાણ વધારવું, શિક્ષણનો વ્યાપ વધારવો, સ્ત્રીઓના બાળલગ્નો અટકાવવા વગેરે
લાભાર્થીતા-02/08/2019 બાદ જન્મેલ ગુજરાતની દીકરીઓ
સહાયની રકમકુલ ત્રણ હપ્તામાં 1,10,000 (એક લાખ દસ હજાર) ની સહાય
અધિકૃત વેબસાઈટwcd.gujarat.gov.in

વ્હાલી દીકરી યોજનાનો ઉદેશ્ય

Vahali Dikri Yojana નો ઉદેશ્ય જન્મ ગુણોત્તર સુધારવા, છોકરીઓના શિક્ષણનું પ્રમાણ વધારવા, છોકરીઓનું ભવિષ્ય બચાવવા અને બાળજન્મને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકારે આ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ સરકાર છોકરીઓના માતા -પિતાને આર્થિક સહાય આપશે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • પરિવારની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને Vahali Dikri Yojana નો લાભ મળવાપાત્ર રહેશે
  • 2 ઓગસ્ટ 2019 બાદ જન્મેલી દીકરીઓ જ આ યોજના નો લાભ લઇ શકે (vahali dikri yojana age limit)
  • દીકરી ના સમયે માતા ની ઉમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જરૂરી છે
  • અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
  • કુટુંબની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.

વ્હાલી દીકરી યોજના અંતર્ગત મળતો લાભ

વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીને કુલ રૂ.110000 ની સહાય ત્રણ હપ્તા માં મળવા પાત્ર છે .

પહેલો હપ્તો

  • દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ સાથે રૂ. 4000

બીજો હપ્તો

  • દીકરી નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000

ત્રીજો હપ્તો

  • ત્રીજો અને છેલ્લો હપ્તો દીકરી જયારે 18 વર્ષની થાય ત્યારે અને લગ્ન કરવા માટે રૂ.100000 ની સહાય મળશે.

યોજનામાં અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો

  • બેંક એકાઉન્ટ પાસબુક
  • દીકરી નું જન્મ પ્રમાણપત્ર
  • ડોમિસાઇલ પ્રમાણપત્ર
  • આવક પ્રમાણપત્ર
  • માતાપિતાની ઓળખનો પુરાવો
  • ફોટોગ્રાફ

અરજી કઈ રીતે કરવી?

  • જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તમારે ગ્રામ પંચાયતમાં જઈને ત્યાં VCE ઓપરેટર હશે તે ઓનલાઈન અરજી કરી આપશે.
  • અને જો શહેરમાં રહેતા હોય તો તમારે મામલતદાર કચેરી એ જઈને અરજી કરાવી શકો છો.
  • પછી તમારે જરૂરી ડોક્યુમેન્ટ તે ઓપરેટરને આપવાના રહેશે અને ત્યારબાદ તે તમને ઓનલાઇન અરજી કરી આપશે.
  • અને પછી તે ઓનલાઈન ફોર્મ ભર્યાની પહોંચ તમને આપશે તે તમારે સાચવીને રાખવાની રહેશે.
  • તમારું ફોર્મ જમા કરાવ્યા પછી વધુ માં વધુ 45 દિવસ માં તમારું ફોર્મ માં મંજુર થાય છે કૈં નામંજુર થાય છે એ તમને જાણ કરી દેવામાં આવશે

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો