[નવા ફોર્મ] વ્હાલી દીકરી યોજના 2023 : સરકાર તરફથી દિકરીઑને મળશે ત્રણ હપ્તામાં 1 લાખ 10 હજારની સહાય

વ્હાલી દીકરી યોજના 2023 : ભારત સરકાર અને ગુજરાત સરકાર દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. કેન્‍દ્ર સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે બહાર પાડેલ છે. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે Women and Child Development Department (WCD Gujarat) બનાવવામાં આવેલ છે.

વ્હાલી દીકરી યોજના 2023

આ વિભાગ દ્વારા મહિલાઓ માટે ઘણી યોજનાઓ અને સેવા કાર્યરત છે. જેવી કે મહિલાઓની સામાજિક અને આર્થિક સુરક્ષા માટે વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક પુન:લગ્ન યોજના, વ્હાલી દીકરી યોજના વગેરે. સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે 181 મહિલા અભયમ, સખી વન સ્ટોપ સેન્‍ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્‍ટર, સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા Vahali Dikri Yojana 2023 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2023 કાર્યરત છે. આ યોજના સમાજમાં દીકરી જન્મને પ્રોત્સહન આપવા માટે બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ નાગરિકો ઓનલાઈન અરજી કરી શકે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળે છે.

વ્હાલી દીકરી યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામવ્હાલી દીકરી યોજના 2023
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
વ્હાલી દીકરી યોજના નવો પરિપત્રમહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા-20/09/2022 ના રોજ સુધારા ઠરાવ
લાભાર્થીગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ
અધિકૃત વેબસાઈટhttps://wcd.gujarat.gov.in/  
અરજી ક્યાં કરવી?લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર પાસે જઈને અરજી કરી શકાશે.

વ્હાલી દીકરી યોજનાનો ઉદેશ્ય

વ્હાલી દીકરી યોજનાના મુખ્ય ઉદ્દેશ અને હેતુઓ નીચે મુજબ આપેલા છે.

  • દીકરીનો જન્મદરમાં વધારવો કરવો.
  • દીકરીના શિક્ષણને ઉતેજન આપવું.
  • દીકરી/સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું.
  • બાળલગ્ન થતા અટકાવવા.
  • દીકરીઓના શિક્ષણમાં વધારો કરવો.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
  • દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
  • દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે.
  • માતા-પિતાની સંયુકત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી (ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે) હોય તેમને લાભ મળશે.
  • એકલ માતા-પિતાના કિસ્સામાંમાં કે પિતાની આવક ને ધ્યાન માં રકવા માં આવશે.
  • માતા-પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા, દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે.
  • બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુક્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે.

વ્હાલી દીકરી યોજના હેઠળ મળવાપાત્ર લાભ

Vahli Dikri Yojana Onlin હેઠળ કુલ ત્રણ હપ્તામાં લાભ મળે છે. લાભાર્થી દીકરીઓને ત્રણ હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર) નો લાભ મળવાપાત્ર થશે.

સહાયમાં હપ્તા અંગેની વિગતકેટલી અને ક્યારે સહાય મળશે?
પ્રથમ હપ્તા પેટેલાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/-  મળવાપાત્ર થશે.
બીજો હપ્તો પેટેલાભાર્થી દીકરી ધોરણ-9 માં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.
છેલ્લા હપ્તા પેટેદીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.  

આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો

આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્‍ટ જરૂર પડે છે. જેની યાદી નીચે મુજબ છે.

  • દીકરીના જન્મનું પ્રમાણપત્ર
  • દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)
  • માતા-પિતાના આધારકાર્ડ
  • માતા–પિતાનું જન્મનું પ્રમાણપત્ર
  • આવકનો દાખલો
  • દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
  • લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)
  • સ્વ-ઘોષણાનો નમૂનો
  • અરજદારના રેશનકાર્ડની નકલ.
  • લાભાર્થી દીકરી અથવ માતા/પિતાની બેંક ખાતાની પાસબુક

અરજી કઈ રીતે કરવી?

  • જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તમારે ગ્રામ પંચાયતમાં જઈને ત્યાં VCE ઓપરેટર હશે તે ઓનલાઈન અરજી કરી આપશે.
  • અને જો શહેરમાં રહેતા હોય તો તમારે મામલતદાર કચેરી એ જઈને અરજી કરાવી શકો છો.
  • પછી તમારે જરૂરી ડોક્યુમેન્ટ તે ઓપરેટરને આપવાના રહેશે અને ત્યારબાદ તે તમને ઓનલાઇન અરજી કરી આપશે.
  • અને પછી તે ઓનલાઈન ફોર્મ ભર્યાની પહોંચ તમને આપશે તે તમારે સાચવીને રાખવાની રહેશે.
  • તમારું ફોર્મ જમા કરાવ્યા પછી વધુ માં વધુ 45 દિવસ માં તમારું ફોર્મ માં મંજુર થાય છે કૈં નામંજુર થાય છે એ તમને જાણ કરી દેવામાં આવશે

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો