ટ્યુશન સહાય યોજના 2023 : ધોરણ 11-12 ના વિધ્યાર્થીનોને સરકાર આપશે ટ્યુશન માટે 15,000 ની સહાય

ટ્યુશન સહાય યોજના 2023 : ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી સહાય યોજના ચલાવી રહ્યા છે. જેમાં મુખ્યમંત્રી આવાસ યોજના, પશુપાલન યોજના, વિદ્યાર્થીઓ માટે ફ્રી પુસ્તકો, શિષ્યવૃતિ જેવી અનેક ઘણી સહાય આપે છે. ત્યારે આવી જ એક યોજના એક Tuition Coaching Sahay 2023 ચલાવી રહ્યા છે. આ સહાય ધોરણ11 અને 12 માં ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ટ્યુશન ફી રૂપિયા 15,000 સુધીની સહાય આપવામાં આવે છે. તો આવો જોઈએ આ Tuition Coaching Fee Scheme વિશેની માહિતી નીચે મુજબ જોઈએ.

ટ્યુશન સહાય યોજના 2023

આ Tuition Coaching Sahay 2023 ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની એક યોજના છે જેમાં બિનઅનામત જાતિના ધોરણ 11તથા 12 ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે શાળાની બહાર આવેલ ટ્યૂશન ક્લાસીસ જાય છે અને ધોરણ-10 માં 70 કે તેથી વધુ ટકા પરિણામ આવેલ હોય તેમને સરકાર તરફથી દર વર્ષ 15000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ માટે બિનઅનામત કેટેગરીના વિદ્યાર્થીઓને જ આ સહાય મળવા પાત્ર છે.

ટ્યુશન સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામકોચિંગ સહાય યોજના (ટ્યુશન સહાય યોજના)
આયોગનું નામગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ
લાભાર્થીબિન અનામત  વર્ગના વિદ્યાર્થીઓ
મળવાપાત્ર સહાયદર વર્ષે રૂા.૧૫,૦૦૦/-
સતાવાર વેબસાઇટhttps://gueedc.gujarat.gov.in/

ટ્યુશન સહાય યોજનાનો ઉદેશ્ય

  • ગુજરાત માં રહેતા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ જે ધો 11,12 વિજ્ઞાન પ્રવાહ માં કરે છે તેને આર્થિક રીતે કોચિંગ સહાય આપવામાં માટે તેનો મુખ્ય હેતુ છે. જેથી બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ સારું ભણતર મેળવી શકે અને આગળ વધે..

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

આ યોજના માટે યોગ્યતાના માપદંડ નીચે મુજબ છે. જે જરૂરી છે.

  • આ યોજનાનો લાભ લેવા માટે, તમારી પાસે વર્ગ-10માં 70% અથવા વધુ ટકાવારી હોવી આવશ્યક છે.
  • આ યોજના બિન અનામત વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે હોવી જોઈએ.
  • આ યોજના હેઠળ તમે જે ટ્યુશન ક્લાસમાં હાજરી આપો છો તે કોઈપણ શાળા અથવા કૉલેજની અંદર ન હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ વર્ષમાં માત્ર એક જ વાર મળશે.

ટ્યુશન સહાય યોજના હેઠળ મવાપત્ર લાભ

  • ગુજરાત માં વસતા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ-૧૦ માં ૭૦ ટકા કે તેથી થી વધુ મેળવેલ હોય અને ધોરણ-૧૧,૧૨ માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને દર વર્ષે રૂ.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે.

આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો

  • નિયત નમુનાનું અરજીપત્રક
  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો
  • એલસી અથવા જન્મનું પ્રમાણપત્ર
  • પ્રિન્સિપાલનું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું પ્રમાણપત્ર
  • ઘરવેરા ની રશીદ
  • ધોરણ-10 ની માર્કશીટ
  • બેંક પાસબુકની ઝેરોક્ષ
  • ટ્યુશન ક્લાસની વિગત (ભરેલ ફીની રસીદ અથવા ભરવાપાત્ર રસીદ સાથે)
  • ટ્યુશન ક્લાસીસના રજિસ્ટ્રેશનો આધાર
  • તથા માંગવામાં આવેલ અન્ય જરૂરી ડૉક્યુમેન્ટ

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ તો તમે એ ચકાસો કે તમે આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય છો કે નહીં?
  • ત્યાર બાદ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ગૂગલ ઓપન કરો અને તેમાં “Gueedc” લખી સેર્ચ કરો.
  • સર્ચ રિઝલ્ટમાં પ્રથમ લિંક ઉપર ક્લિક કરો.
  • ત્યાર બાદ જમણી બાજુ આપેલ “Apply Now” બટન ઉપર ક્લિક કરો.
  • હવે બધી યોજનાના નામ આવી જશે તો ટ્યુશન કોચિંગ ફી સહાય યોજનાની બાજુમાં આપેલ બટન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ “New Registration” ઉપર ક્લિક કરી નવું રેજીસ્ટ્રેશન કરો.
  • હવે રજીસ્ટ્રેશન કર્યા પછી ID અને Password એન્ટર કરી લોગીન કરો.
  • હવે તમારે તમારી તમામ માહિતી અને આધારપુરાવાઓ અપલોડ કરવાના રહેશે.
  • ત્યાર બાદ તમારે તમારી અરજી કન્ફર્મ કરવાની રહેશે.
  • અરજી કન્ફર્મ કર્યા બાદ તમારી અરજી સફળતા પૂર્વક સબમિટ થઈ જશે.
  • છેલ્લે આ ર્જિફોર્મની પૃંટાઉટ કાઢી લેવી.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો