ટ્રેક્ટર સહાય યોજના 2024 : સરકાર આપશે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 60,000 ની સહાય

ટ્રેક્ટર સહાય યોજના 2024 : રાજ્યના નાગરિકો ખેતીક્ષેત્રે અવનવી પદ્ધતિઓ , રીતો અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. સરકાર પણ ખેડૂતલક્ષી નીતિઓ બનાવી રહી છે અને આપનાવી પણ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેવી કે અન્ય સુગંધિત પાકો માટે સહાય યોજના , અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય યોજના તથા સરગવાની ખેતી માટે સહાય યોજના અમલમાં મૂકેલ છે. જેની ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. ચાલો મિત્રો આજે આપણે ટ્રેક્ટર સહાય યોજના 2023 વિશે માહિતી મેળવીશું.

ટ્રેક્ટર સહાય યોજના 2024

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવા માટે તથા વધારવા માટે અવનવી ખેડૂત લક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેડૂત યોજનાની યાદી ikhedut પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવે છે. ખેડૂતો ખેતીમાં સારી રીતે અને ઝડપી ખેડ કરી કરી શકે કુદરતી સાધન, પરંપરાગત સાધનો કે ટ્રેકટરનો ઉપયોગ કરે છે. ઘણા ખેડૂતો આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને ટેકનોલોજીના સાધનોની ખરીદી કરી શકતા નથી. જેથી સરકારના Krushi ane Sahkar Vibhag Gujarat દ્વારા ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. Tractor Sahay Yojana 2023 નો લાભ લેવા માટે Online Arji કરવાની રહેશે.

ટ્રેક્ટર સહાય યોજના 2024 – હાઈલાઈટ્સ

યોજનાનું નામટ્રેક્ટર સહાય યોજના 2024
ભાષાગુજરાતી અને અંગ્રેજી
ઉદ્દેશખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે ટ્રેકટરની
ખરીદી પર સબસીડી
લાભાર્થીગુજરાતના ખેડૂતોને
સહાયની રકમ-1નાના,સીમાંત,મહિલા,એસ.સી અને એસ.ટી ખેડૂતોને
કુલ ખર્ચના 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે
સહાયની રકમ-2જનરલ અને અન્ય ખેડૂતોને  કુલ ખર્ચના 40 % અથવા
45,000/- બે માંથી જે ઓછું હોય તે
સત્તાવાર વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  

ટ્રેક્ટર સહાય યોજનાનો ઉદેશ્ય

Tractor Subsidy Sahay yojana 2024 ની ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર (20 PTO HP સુધી) ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ઈ- ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. કૃષિને લગતી તમામ યોજનાઓ માટે અલગ અલગ પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યના નાના, સિમાંત અને મહિલા ખેડૂતોને તથા SC,ST,જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
  • ખેડૂતોને ફક્ત જ વાર આ યોજનાનો લાભ મળશે નહીં.
  • ખેડૂતઓએ Tractor Subsidy Scheme યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી Online Form ભરવાનું રહેશે.

ટ્રેક્ટર સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

ટ્રેકટર યોજના માટે સબસીડી નક્કી થયેલી છે. આ સહાય યોજના હેઠળ અરજદાર ખેડૂતોની જાતિ અને દરજ્જાના આધારે Subsidy આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

વર્ગનું નામમળવાપાત્ર સહાય
અનુસૂચિત જાતિ અને
અનુસૂચિત જન જાતિના ખેડૂતોને
આ જ્ઞાતિના લાભાર્થીઓને ખર્ચનાં 50 % સુધી સહાય,
મહત્તમ રૂ.0.60 લાખ//એકમ સુધી મળવાપાત્ર થશે.
સામાન્ય અને અન્ય ખેડૂતોને સામાન્ય ખેડુતને ખર્ચના 40 %  મુજબ રૂ.0.45 લાખ/એકમદીઠ,
બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.

આ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

બાગાયતી વિભાગ 2023-24 હેઠળ ઓનલાઈન મૂકાયેલ ટ્રેકટર સહાય યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે. જેના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નીચે મુજબ આપેલા છે.

  • ખેડૂતનો ikhedut portal 7-12
  • લાભાર્થી ખેડૂતની આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત SC અને ST હોય તો જાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
  • ખેડૂતના રેશનકાર્ડની નકલ
  • જો દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં 7-12 અને 8-અ જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
  • બેંક ખાતાની ઝેરોક્ષ
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

અરજી કઈ રીતે કરવી?

ટ્રેકટર સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો જાતે પણ ઘરે બેઠા Online Form ભરી શકે છે.

  • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in ખોલવી.
  • આઈ Khedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • “Bagayati ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-17 “ટ્રેક્ટર (20 PTO HP સુધી)” પર ક્લિક કરવું.
  • જેમાં “ટ્રેક્ટર 20 PTO HP” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાની રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ01/12/2023
અરજી કરવાની છેલ્લી તારીખ31/12/2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો