સૂર્યશક્તિ કિસાન યોજના 2024 : ગુજરાતનાં તમામ ખેડૂતોને સરકાર આપશે સિંચાઇ માટે મફત વીજળી

સૂર્યશક્તિ કિસાન યોજના 2024 : ભારતની કેન્દ્ર સરકાર અને ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં રહેતા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેથી ખેડૂતોને ખેતી કરવામાં સરળતા રહે અને વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકે. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા એક નવીનતમ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનું નામ છે સૂર્યશક્તિ કિસાન યોજના. આ યોજના હેઠળ ખેડૂતો પોતાના ખેતરમાં ગીર દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકે છે જે તેમણે સિંચાઈમાં મદદ કરશે અને વધારાની વીજળીને તેઓ સરકારને વેચીને સારો એવી વધારાની કમાણી કરી શકે છે.

સૂર્યશક્તિ કિસાન યોજના 2024

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સૂર્યશક્તિ કિસાન યોજના ચાલુ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવીને ખેડૂતો પોતાના ખેતરમાં બોરવેલમાંથી પાણી નીકળવા માટે તથા અન્ય કામો માટે વીજળીની જરૂર પડે છે. તેના માટે સોલર પેનલ લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકે છે. જો વધારાની વીજળી વધે તો તેને ગ્રેડ દ્વારા સરકારને વેચી શકે છે અને પોતાની એક નવી આવક ઊભી કરી શકે છે.

સૂર્યશક્તિ કિસાન યોજના 2024 – હાઈલાઈટ્સ

યોજનાનું નામ સૂર્યશક્તિ કિસાન યોજના
સરકારગુજરાતની રાજ્ય સરકાર
ઉદ્દેશ્ય ખેડૂતોની વીજળી આપવા માટે
લાભાર્થી ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો
વર્ષ2023
અરજી પ્રક્રીયા ઓનલાઇન 
સત્તાવાર વેબસાઇટ gprd.in/sky.php

સૂર્યશક્તિ કિસાન યોજનાનો ઉદેશ્ય

રાજ્યના ખેડૂતો માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી સૂર્યશક્તિ કિસાન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્યો ખેડૂતોને ખેતરમાં સિંચાઈ કરવા માટે વીજળી પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ ખેડૂતોના ખેતરમાં સોલાર પેનલ લગાવવામાં આવશે,જેથી ખેડૂતોને સિંચાઈમાં સરળતા રહે અને જોઈતી બધી સુવિધા પ્રાપ્ત થાય. આ સિવાય વધારાની વીજળીને ખેડૂતો બ્રેડ દ્વારા સરકારને વેચીને એક સારી આવક પ્રાપ્ત કરી શકે છે.

આ યોજનાથી ખેડૂતોને એક દિવસમાં 12 કલાક વીજળી આપવામાં આવશે. આ યોજના થકી રાજ્યના 33 જિલ્લા ના 12,400 ખેડૂતોને ખેતીમાં ફાયદો થશે.

આ યોજનાની કેટલીક વિશેષતાઓ

  • હવે ખેડૂતોને તેમના ખેતરમાં સિંચાઈ કરવા માટે ડીઝલ, વીજળી કે પેટ્રોલ પર ચાલતા પંપ ખરીદવા પડશે નહીં.
  • વીજળી, પેટ્રોલ અથવા ડીઝલ પર ચાલતા પંપ દ્વારા ખેડૂતો તેમના ખેતરોમાં પાકની વાવણીનો ખર્ચ ઘટાડી શકે છે.
  • તમે તમારા ખેતરોની નજીક સોલાર પેનલ સાથે સૌર ઊર્જાથી ચાલતા પંપ સ્થાપિત કરી શકો છો.
  • ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે જુલાઇ મહિનાથી સમગ્ર રાજ્યમાં આ યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
  • આ યોજના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ લોન્ચ કરી છે.
  • ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા પાણીના પંપ ખરીદવા માટે રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે.
  • આ યોજનાઓ ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે.
  • ખેડૂતોની સાથે રાજ્ય સરકારને પણ આ યોજનાનો લાભ મળશે.

સૂર્યશક્તિ કિસાન યોજનામાં મળતો લાભ

  • ગ્રામ્ય વિસ્તારના લોકોને આર્થિક સ્થિતિ સુધરશે ગામના અર્થતંત્રનો વિકાસ થશે.
  • આ યોજનાથી ખેડૂતો પોતાના ખેતરમાં વીજળી ઉત્પન્ન કરશે અને ખેતિમાં તેનો ઉપયોગ કરશે.
  • વધારાની બચેલી વીજળી ખેડૂતો ગ્રીડ દ્વારા સરકાર નવી આવક ઊભી કરશે.
  • પાક માટે પીવી સિસ્ટમ દ્વારા જમીનનો ઉપયોગ થશે.
  • પીવી સિસ્ટમ પર સરકાર દ્વારા વીમો મળશે.
  • યોજનાથી વીજળીના બિલમાં ઘટાડો જોવા મળશે.
  • આ પ્રોજેક્ટની કુલ કિંમતના 60% સબસીડી સરકાર આપશે અને લોન દ્વારા કુલ ખર્ચના 30 % આપવામાં આવશે. બાકીનું 5% ખર્ચ ખેડૂતને આપવાનો રહેશે.
  • આ યોજનાનો સમયગાળો 25 વર્ષનો છે જે સાત વર્ષ અને 18 વર્ષ વચ્ચે વિભાજીત છે.

આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો

આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક ડૉક્યુમેન્‍ટ માંગવામાં આવે છે. જેની યાદી નીચે મુજબ છે.

  • લાભાર્થીનું આધારકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • આવકનો દાખલો
  • મોબાઈલ નંબર
  • ઈમેલ આઈડી
  • અરજદારનો પાસપોર્ટ સાઈઝ ફોટો

અરજી કઈ રીતે કરવી?

  • Gujarat Power research and development cell ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ
  • તેના હોમ પેજ પર સૂર્ય શક્તિ કિસાન યોજના ના વિકલ્પને પસંદ કરો.
  • તમારી સામે એક નવું પેજ ખુલશે
  • આ પેજ પર જણાવેલી તમામ માહિતી સાધવાની ભરો.
  • હવે તેમાં માંગવામાં આવેલા બધા ડોક્યુમેન્ટ્સને સ્કેન કરી અપલોડ કરો.
  • અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો.
  • અરજી ફોર્મનુ પ્રિન્ટ આઉટ કાઢી લો અને તેને સાચવીને રાખો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો