સોલાર રૂફ ટોપ યોજના 2023 : એકવાર સોલાર પેનલ ઘર પર લગાવો અને મેળવો 25 વર્ષ માટે બિલથી છુટકારો

સોલાર રૂફ ટોપ યોજના 2023 : ગુજરાતમાં સોલાર રૂફ ટોપ યોજના વર્ષ 2012 માં શરૂ કરવામાં આવી હતી.રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા હવાનું પ્રદુષણ ઓછું થાય અને લોકો સૌર ઉર્જાનો ઉપયોગ વધુમાં વધુ રીતે કરતા થાય એ માટે કેન્દ્ર સરકાર દ્વારા સોલાર રૂફ ટોપ યોજના શરૂ કરવામાં આવી છે. how do solar panels work ગુજરાત સરકારે વર્ષ 2009 માં સૌર ઊર્જા નીતિ અમલમાં મૂકી હતી.સૌર ઊર્જા નીતિ ના ભાગ રૂપે રાજ્ય સરકારે સોલાર રૂફટોપ યોજના અમલમાં મૂકી છે.

સોલાર રૂફ ટોપ યોજના 2023

સોલાર રૂફ ટોપ યોજના દ્વારા લોકો પોતાના મકાનની છત પર સોલાર પ્લેટ લગાવીને સૌર ઊર્જા દ્વારા પોતાના ઘરમાં વીજળી મેળવી શકશે. આ યોજના અંતર્ગત જે વ્યક્તિ સોલાર પેનલ સિસ્ટમ પોતાના મકાન પર લગાવે છે તેમને સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે.સરકારે નક્કી કરેલા ધોરણો મુજબ લોકોને સબસીડી આપવામાં આવે છે.સોલાર રૂફ ટોપ યોજના અંતર્ગત ઉત્પન્ન થયેલી વિજળી માંથી વીજળીનો વપરાશ કર્યા બાદ જે ઇલેક્ટ્રિસિટી વધે છે તેને વેચી પણ શકાય છે અને આનું પેમેન્ટ પણ કંપની દ્વારા ઉપભોક્તા ને ચુકવવામાં આવે છે.

સોલાર રૂફ ટોપ યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામસોલાર રૂફ ટોપ યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવીકેન્દ્ર સરકાર
લાભ કોને મળેદેશના તમામ નાગરિકો
મળવાપાત્ર સબસીડી20% થી 40%
સત્તાવાર વેબસાઇટsolarrooftop.gov.in

સોલાર રૂફ ટોપ યોજનાનો ઉદેશ્ય

  • રાજ્યમાં સૌર ઊર્જા ને પ્રોત્સાહન આપવું.
  • હવામાં કાર્બનનું ઉત્સર્જન ઘટાડવું.
  • પેટ્રોલ,ડીઝલ અને કોલસા જેવા પુન:પ્રાપ્ય સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડવી.
  • સ્થાનિક ઉત્પાદકો ને પ્રોત્સાહન આપી આત્મ નિર્ભર ભારતનું લક્ષ્ય સિદ્ધ કરવું.

આ યોજનાનો લાભ કોણ લઈ શકે?

  • સોલાર પેનલના ઈન્સ્ટોલેશન માટેની જગ્યા વ્યક્તિની પોતાના માલિકીની હોવી જોઈએ અથવા ગ્રાહક કાયદેસર તે જગ્યાનો હક ધરાવતો હોવો જોઈએ.
  • સોલાર રૂફ ટોપમાં ઉપયોગ થયેલ સોલાર સેલ અને સોલાર મોડ્યુલ મેડ ઇન ઇન્ડિયા હોવા જોઈએ.જો વિદેશી કંપની ના હશે તો સબસીડી મળશે નહીં.
  • ફક્ત નવા સોલાર પ્લાન્ટ અને મશીનરી માટે જ મંજૂરી આપવામાં આવશે અને તેને બીજે ક્યાંય ખસેડી શકાશે નહિ.

સોલાર રૂફ ટોપ યોજનામાં મળતો લાભ

  • સોલાર પેનલ છત પર લગાવવાથી મફત વીજળી મળશે,આ વીજળીનો ઉપયોગ ઘર વપરાશ માટે કરી શકાય છે અને લાઈટબીલ માંથી મુક્તિ મળે છે.
  • ઘર વપરાશ દરમિયાન વધેલી વધારાની વીજળીને નજીકના ગ્રીડમાં વેચીને વીજ નિયમન પંચ દ્વારા નક્કી કરેલા ભાવ મુજબ કિલોવોટ પ્રમાણે ગ્રાહકોને નિયત રકમ ચુકવવામાં આવે છે.આ રકમ દ્વારા ડાયરેકટ બેંક ખાતામાં ચુકવવામાં આવશે.
  • સોલાર રૂફ ટોપના ઈન્સ્ટોલેશન બાદ 5 વર્ષ સુધી એજન્સી દ્વારા પેનલનું મફત મેન્ટેનન્સ કરી આપવામાં આવશે.
  • સૌર ઊર્જાના ઉપયોગ થી દેશમાં હવાનું પ્રદુષણ ઘટશે અને હરિત ઉર્જાનો ઉપયોગ વધશે.

અરજી કઈ રીતે કરવી?

  • સોલાર રૂફ ટોપ યોજનાના ઓનલાઈન ફોર્મ માટે રાજ્ય સરકાર ની વેબસાઈટ www.suryagujarat.guvnl.in અથવા કેન્દ્ર સરકાર ની વેબસાઈટ www.solarrooftop.gov.in પર જઈને એપ્લાય કરી શકાશે.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ ટેક્નિકલ ફિઝિબિલિટી અપૃવલ માટે સંબંધિત ડિસ્કોમને ઓનલાઈન મોકલવામાં આવશે.
  • ટેક્નિકલ ફિઝિબિલિટી અપૃવલ થયા બાદ પોર્ટલ પર નોંધણી થયેલ કોઈપણ વેન્ડર ના માધ્યમથી રૂફ ટોપ સોલાર લગાવો.
  • રૂફટોપ લગાવ્યા પછી તેનું વિવરણ પોર્ટલ પર ભરો અને નેટ મીટરિંગ માટે અરજી કરો.
  • સંબંધિત ડિસ્કોમ પ્લાન્ટ ની તપાસ બાદ નેટ મીટર લગાવશે અને પોર્ટલ પર અપલોડ કરશે.
  • નેટ મીટર લાગ્યા પછી ઉપભોક્તા મીટર માટે અરજી કરી શકે છે જેના માટે તેમને તેમના બેંક એકાઉન્ટ ની ડિટેલ્સ તથા કેન્સલ કરેલ ચેકની એક કોપી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.
  • કેન્દ્ર સરકારની સબસીડી ઉપભોક્તાના ખાતામાં કામકાજ ના 30 દિવસમાં ખાતામાં જમા કરવામાં આવશે.
  • પ્રત્યેક ચરણની નવીનતમ સ્થિતિ ની જાણકારી પોર્ટલ પર ઓનલાઈન ઉપલબ્ધ રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો