સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2024 : યોજના અંતર્ગત સરકાર આપશે સોલાર લગાવા માટે કુલ ખર્ચના 20 થી 40% ની સહાય

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2024 : સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના (Solar Rooftop Gujarat Scheme) ગુજરાત સરકારે ગ્રીન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત ઉર્જાને ઘટાડવા માટે સૌર ઉર્જા નીતિ હેઠળ ગુજરાત રેસિડેન્શિયલ સોલર રૂફટોપ યોજના શરૂ કરી છે. આ યોજના સૌર પેનલના સ્થાપન અને જાળવણી માટે સબસિડી પૂરી પાડે છે. આ પોસ્ટ તમને તમારા મિત્રોને અથવા અન્યને આ યોજના વિષે સંપૂર્ણ માહિતી મોકલવામાં મદદ રૂપ થશે. Here we are providing Solar Rooftop Yojana । સોલાર સૂર્ય-ઉર્જા યોજના । Solar Rooftop yojana online Apply | સોલાર સૂર્ય-યોજના સબસીડી.

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2024

દેશ અને દુનિયામાં ટેકનોલોજીમાંં વિવિધ સુધારાઓ થઈ રહ્યા છે. દુનિયામાં પેટ્રોલ, ડિઝલ અને કોલસા તેનો વપરાશ વધી રહ્યો છે. આ કુદરતી સંશાધનો મર્યાદિત છે. તેનો વધારો થઈ એમ નથી. જે કાળક્રમે પૂરો પણ થઈ શકે છે. જેથી કુદરતી ઉર્જાનો ઉપયોગ વધારવો પડશે. જેને ધ્યાનમાં રાખીને પવન ઉર્જા, સૌર ઉર્જા વગેરે વપરાશ વધારી રહ્યા છીએ. સરકાર પણ સૌર ઉર્જા વધે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવે છે.

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2024 – હાઈલાઈટ્સ

યોજનાનું નામસોલાર રૂફટોપ યોજના 2024
કોના દ્વારા અમલમાં મુકવામાં આવેલનવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય (MNRE) ભારત સરકાર
ક્યા લાભાર્થીઓ મળશે?ભારતના નાગરિકો
કેટલી સબસીડી મળવાપાત્ર થાય20% થી લઈ ને 40% સુધી મળવા પાત્ર
સોલાર પેનલની સમય મર્યાદા20 વર્ષ સુધી
સત્તાવાર વેબસાઇટsolarrooftop.gov.in
Solar Energy Helpline No.1800 2 33 44 77

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજનાનો ઉદેશ્ય

ફ્યૂલની કિંમત (Fuel Price) પ્રતિદિન વધી રહી છે, જેના કારણે વીજળી (Electricity)ની ખપત વધવાની સાથે કિંમતમાં પણ ભારે વધારો ઝીંકવામાં આવી રહ્યો છે

રૂફટોપ સોલાર પીવી પેનલ્સ ઇમારતોને વીજળી પૂરી પાડશે તેથી તેમને ગ્રીડમાંથી ઓછી વીજળી ખરીદવાની જરૂર છે, જેનાથી ઊર્જા ખર્ચમાં બચત થાય છે અને પર્યાવરણને પણ ફાયદો થાય છે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

ગુજરાત સરકારે વર્ષ 2009માં ગુજરાત સૌર ઉર્જા નીતિ જાહેર કરી છે. સૌર ઉર્જા નીતિના ભાગરૂપે સરકાર પોતાની છત ઉપર સૌર પેનલ સિસ્ટમ સ્થાપવા ઇચ્છતા લોકોને વિવિધ પ્રોત્સાહન પૂરું પાડે છે. સોલાર રૂફ ટોપ યોજના વર્ષ 2012માં શરૂ કરવામાં આવી હતી.

  • સોલાર રૂફ્ટોપ સિસ્ટમ વપરાયેલ સોલાર સેલ અને સોલાર મોડયુલ ભારતમાં ઉત્પાદિત થયેલ હોવા જોઈએ.
  • કોમન સુવિધાઓ માટેના વીજ જોડાણો માટેના સોલાર સિસ્ટમ સ્થાપવા માટે તે જગ્યાની માલકી તે ગ્રૂપ હાઉસિંગ સોસાયટી / રેસિડેન્સિયલ વેલ્ફેર એસોસિયેશન(RWA)ની હોવી જોઈએ.
  • જે ફીડર પર દિવસ દરમ્યાન કાયમી 3- ફેઝ વીજ પુરવઠો મળતો હોય, માત્ર તે ફીડરના જ રહેણાંક હેતુના વીજ જોડાણને 3-ફેઝ સોલાર સિસ્ટમની મંજૂરી મળી શકશે.

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજનામાં મળવાપાત્ર લાભ

  • મફત વીજળી : સદર સોલર પ્લાન્ટ લગાવવાનો ખર્ચ અંદાજે ૫ વર્ષ માં વસુલ થઈ જશે, પછી ઉત્પન્ન થયેલ વધારાની વીજળી બાકીના ૨૦ વર્ષ સુધી મફત મળશે, આમ ઈન્વેસ્ટમેન્ટ ની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે.
  • વધારાની વીજળી વીજ કંપની ખરીદશે : જો વપરાશ કરતાં વધારે વીજળી ઉત્પન્ન થશે તો તે ગ્રીડ માં જશે, જે વીજનિયમન પંચ દ્વારા નક્કી થયેલ ભાવ મુજબ ૨૫ વર્ષ સુધી વીજ કંપની દ્વારા ખરીદવામાં આવશે અને
  • આવકમાં વૃદ્ધિ : તમારા વપરાશ સિવાયના યુનિટ rs.2.25/Unit લેખે વીજ કંપની ખરીદી લેશે દરેક નાણાકીય વર્ષ ને અંતે વીજબિલ માં જમા થતી વધારાની રકમ આપના બેન્ક ખાતામાં પરત આપવામાં આવશે.
  • 5 વર્ષ માટે મફત મેઈન્ટેનન્સ : સોલર રૂફ ટોપ પ્લાન્ટ સ્થપાયા બાદ જે તે એજન્સી ૫ વર્ષ સુધી સિસ્ટમનું વિનામુલ્યે મેન્ટેનન્સ કરશે.

આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો

  • નવીનતમ વીજ બિલની નકલ.
  • નવીનતમ મ્યુનિસિપાલિટી ટેક્સ અથવા ઇન્ડેક્સ-2 ની નકલ.
  • આધાર કાર્ડની નકલ.
  • પાન કાર્ડની નકલ.
  • પાસપોર્ટ સાઈઝ ફોટો-3 નકલ.
  • સંપર્ક નંબર.

અરજી કઈ રીતે કરવી?

  • સબસિડી અને રૂફટોપ સોલાર પીવી સિસ્ટમની સ્થાપના માટેની અરજી ફક્ત GEDA પસંદ કરેલા વિક્રેતાઓ પર જ કરી શકાય છે.
  • આ વિક્રેતાઓ પાસે અરજી પત્રક છે અને અરજી તેમની સાથે જ થઈ શકે છે
  • સોલાર રૂફટોપ પ્રોજેક્ટ માટે GEDA એમ્પેનલ્ડ વેન્ડર્સની યાદી શોધવા માટે અધિકૃત સોલાર એજન્સીની યાદી માટે અહીં ક્લિક કરો
  • નોંધ: માન્ય વિક્રેતાઓની અધિકૃત યાદી હંમેશા GEDA ની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હંમેશા ખાતરી કરો કે આ વિક્રેતાઓ જ સરકારી સબસિડી આપી શકે
  • ફોર્મ ભરો, સહીઓ સાથે અન્ય દસ્તાવેજો પ્રદાન કરો
  • વેન્ડરને યોગ્ય રીતે ભરેલું ફોર્મ પરત કરે છે
  • ખાતરી કરો કે તમે માત્ર સબસિડીવાળી રકમ માટે ચૂકવણી કરો છો અને સંપૂર્ણ રકમ માટે નહીં
  • સોલાર ઇન્સ્ટોલેશનની જાળવણી માટે વિક્રેતા અને લાભાર્થીઓએ રૂ.નો કરાર કરવાની જરૂર છે. 50 સ્ટેમ્પ પેપર

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો