વાજપાઇ બેન્કેબલ યોજના 2024 : સરકાર આપશે નવો ધંધો શરૂ કરવા માટે 8 લાખ સુધીની લોન સહાય

વાજપાઇ બેન્કેબલ યોજના 2024 : કેમ છો પ્રિય વાંચકો? આશા રાખીશ કે મઝામાં હશો. ગુજરાતના ૨૬ વિભાગો દ્વારા અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. આજે આપણે એક વિભાગની યોજના વિશે વાત કરીશું. કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, જ્‍યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, ગ્રામોદ્યોગ વિકાસ કેન્‍દ્ર વગેરે યોજનાઓ ચાલે છે.

વાજપાઇ બેન્કેબલ યોજના 2024

કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી, ગાંધીનગર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. Vajpayee Bankable Yojana એ Loan Yojana છે. આ યોજના હેઠળ સ્વરોજગારી પૂરી પાડવા માટે લોન આપવામાં આવે છે. આ લોન પર Loan Subsidy પણ આપવામાં આવે છે. વાજપાઈ બેંકેબલ લોન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે Finance Department દ્વારા નવું પોર્ટલ લોન્‍ચ કરેલ છે.

વાજપાઇ બેન્કેબલ યોજના 2024 – હાઈલાઈટ્સ

યોજનાનું નામવાજપાઇ બેન્કેબલ યોજના 2024
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીગુજરાતના પાત્રતા ધરાવતા તમામ જ્ઞાતિના લાભાર્થીઓ
યોજના હેઠળ મળવાપાત્ર લોનની રકમઆ યોજના હેઠળ લાભાર્થી ને 8 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
લોન પર મળવાપાત્ર સબસીડીઆ યોજના હેઠળ લાભાર્થીઓને રૂ.60,000/- થી 1,25,000/-
સુધી સબસીડી મળવાપાત્ર થશે.
સત્તાવાર વેબસાઇટhttp://www.cottage.gujarat.gov.in/

વાજપાઇ બેન્કેબલ યોજનાનો ઉદેશ્ય

ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના શિક્ષિત યુવાન / યુવતીઓ, દિવ્યાંગોને સ્વરોજગારીની તક મળે ખૂબ જરૂરી છે. શ્રી બાજપાઈ બે‍ન્‍કેબલ યોજના દ્વારા કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે મહત્વનો ઉદ્દેશ્ય છે. નાગરિકો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે ખૂબ ઓછા દરે લોન મળે તે હેતુસર vajpayee bankable yojana કાર્યરત કરેલ છે. VBY યોજના હેઠળ લાભાર્થીઓને દ્વારા ઉદ્યોગ, સેવા અને વેપારક્ષેત્રે લોન મળશે. અને આ પર સબસીડી પણ મળવાપાત્ર થાય છે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • ઉંમર: 18 થી 65 વર્ષ હોવી જોઈએ.
  • લાયકાત: અરજદારે લઘુત્તમ ધોરણ ચોથું પાસ કરેલ હોવું જોઈએ અથવા, તાલીમ/અનુભવ: ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ત્રણ મહિના અથવા સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા એક મહિનાની તાલીમ મેળવવી જોઈએ. સૂચિત વ્યવસાયનો વિસ્તાર અથવા તે જ પ્રવૃત્તિમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા વારસાગત કારીગર હોવો જોઈએ.
  • આવકનો કોઈ માપદંડ નથી

વાજપાઇ બેન્કેબલ યોજનામાં મળતો લાભ

લોનની રકમ પર સબસિડીનો દર: ઉદ્યોગો, સેવા અને વ્યાપાર ક્ષેત્ર માટે નીચે જણાવ્યા મુજબ સબસિડી ઉપલબ્ધ રહેશે.

      ક્ષેત્ર (Service Sector)લોનની મર્યાદા (Minimum Loan)
ઉદ્યોગ ક્ષેત્ર માટે (Industries Sector)8 લાખની મહત્તમ મર્યાદા
સેવા ક્ષેત્ર માટે (Service Sector)8 લાખની મહત્તમ મર્યાદા
વેપાર ક્ષેત્ર માટે (Business Sector)8 લાખની મહત્તમ મર્યાદા

આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો

પ્રસ્તુત ભરતીમાં અરજી કરવા માટે નીચે મુજબના દસ્તાવેજોની જરૂર પડશે :

  • આધાર કાર્ડની નકલ.
  • વ્યવસાયિક તાલીમ પ્રમાણપત્ર.
  • શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર.
  • જાતિ પ્રમાણપત્ર.
  • સરનામાનો પુરાવો.
  • પાસપોર્ટ સાઈઝની ફોટોકોપી.
  • અરજદારની વિગતોનો પુરાવો.
  • બેંક ખાતાની પાસબુક.
  • શાળા કે કોલેજનું ઓળખ પત્ર.
  • વ્યવસાયનું સ્થળ.

અરજી કઈ રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટ https://blp.gujarat.gov.in/header_home.php ની મુલાકાત લો અથવા અહીં ક્લિક કરો.
  • મોબાઇલ OTP પ્રમાણીકરણ પ્રક્રિયા સાથે નોંધણી પ્રક્રિયા કરો.
  • સિટીઝન રજીસ્ટરમાં નામ, ઈમેલ, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરીને વિગતો આપો, રજીસ્ટર પર ક્લિક કરીને vajpayee bankable yojana login પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
  • અરજદારની વિગતો પ્રદાન કરો (આધાર નંબર, સરનામું, અન્ય દસ્તાવેજો પર આધારિત બધી વિગતો દાખલ કરો). પ્રોજેક્ટ વિગતો અને વ્યવસાય વિગતો, નાણાકીય આવશ્યકતા / પ્રોજેક્ટ ખર્ચ અને અનુભવ / તાલીમની વિગતો સંબંધિત અન્ય માહિતી પણ ભરવાની રહેશે અને સાચવો અને પર ક્લિક કરો. આગળ.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો