PM સૂર્ય ઘર મફત વિજળી યોજનાઃ 300 યુનિટ મફત વીજળી, થશે રૂપિયા 18000 ની બચત-PM Surya Ghar Muft Bijli Yojana

PM Surya Ghar Muft Bijli Yojana : નમસ્કાર મિત્રો, આપણા દેશની સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા સૂર્ય ઉર્જા ને પ્રોત્સાહન આપવા માટે એક યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેનું નામ છે પીએમ સૂર્ય ઘર મુક્ત બિજલ યોજના. આ યોજનાનો પ્રસાર કરવા માટે શહેરી વિસ્તારમાં તેમજ ગ્રામ પંચાયત લેવલ પર સૌર ઊર્જા પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે છે અને નાગરિકોને પ્રોત્સાહન કરવામાં આવશે. સરકારની આ યોજના હેઠળ સમગ્ર દેશના લગભગ એક કરોડ ઘરો પર મફતમાં સોલર પેનલ સિસ્ટમ લગાવવામાં આવશે. જેના કારણે લોકોને વીજળીના બિલમાં રાહત મળશે. આજના આ લેખમાં અમે તમને કેન્દ્ર સરકાર દ્વારા લોકોના હેત માટે શરૂ કરવામાં આવેલી પીએમ સૂર્ય ઘર મુક્ત બિજલ યોજના વિશે માહિતી આપીશું.

પીએમ સૂર્ય ઘર યોજના 2024

યોજનાનું નામ પીએમ સૂર્ય ઘર યોજના
યોજના શરૂ કરનાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી
લાભ300 યુનિટ મફતમાં વીજળી
લાભાર્થી દેશના તમામ નાગરિક
સત્તાવાર વેબસાઈટ https://pmsuryaghar.gov.in/
પીએમ સૂર્ય ઘર યોજના

પીએમ સૂર્ય ઘર યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામા આવેલી આ યોજના નો ઉદ્દેશ્ય આપણા દેશના 1 કરોડ લોકોના ઘરોની છતો પર મફતમાં સોલર પેનલ સિસ્ટમ લગાવવાનો છે. જેનાં કારણે આપણા દેશમાં ઉર્જા સંરક્ષણમાં વધારો થાય. આ યોજના દ્વારા આપણા દેશમાં નાગરિકોને પોતાની આવકમાં વધારો થાય તેનો ઉત્સર્જન હશે અને તેની સાથે પોતાના ઘરમાં મફતમાં વીજળી મળશે. સરકારની આ યોજના દ્વારા નાગરિકોને દર મહિને 300 યુનિટ વીજળી મફતમાં મળશે. જેના કારણે હવે તેમના પર વધારે પાર પડશે નહીં સોલર પેનલ સિસ્ટમ લગાવવા માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવશે.

પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના હેઠળ ઓનલાઈન અરજી કરો

  • સૌથી પહેલા તમારે https://pmsuryaghar.gov.in/ પોર્ટલની મુલાકાત લેવી પડશે. અહીં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે તમારે તમારી સ્ટેટ અને ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યૂશન કંપનીની પસંદગી કરવાની રહેશે. આ પછી, વીજ ગ્રાહક નંબર, મોબાઇલ નંબર અને ઇમેઇલ વિશેની માહિતી આપવી પડશે.
  • આ પછી, ગ્રાહક નંબર અને મોબાઇલ નંબર સાથે લોગઇન કરો. લોગઇન કર્યા બાદ રૂફટોપ સોલાર ફોર્મથી અરજી કરવાની રહેશે.
  • ડિસ્કોમ પાસેથી શક્યતાની મંજૂરી માટે રાહ જુઓ. જો તમને શક્યતાની મંજૂરી મળે છે, તો તમે તમારા ડિસ્કોમમાં કોઈપણ નોંધાયેલા વિક્રેતાઓ પાસેથી પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી શકો છો.
  • ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા પછી, પ્લાન્ટની વિગતો સબમિટ કરો અને નેટ મીટર માટે અરજી કરો.
  • નેટ મીટર ઇન્સ્ટોલ કર્યા બાદ અને ડિસ્કોમ દ્વારા ચકાસણી કર્યા બાદ પોર્ટલ પરથી કમિશનિંગ સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવશે.
  • કમિશનિંગ રિપોર્ટ પ્રાપ્ત કર્યા પછી, પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલો ચેક સબમિટ કરો. આ પછી, તમારી સબસિડી બેંક ખાતામાં 30 દિવસની અંદર મળી જશે.

સૂર્ય ઘર યોજના અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

  • ઓળખનો પુરાવો (આધાર કાર્ડ, વોટર આઈડી, વગેરે)
  • સરનામાનો પુરાવો (વીજળી બિલ, ગેસ બિલ, વગેરે)
  • મિલકતનો પુરાવો (મિલકત કાર્ડ, ઘરનો નકશો, વગેરે)
  • બેંક ખાતાની વિગતો
  • સાઇઝનો ફોટો

સૂર્ય ઘર યોજના અરજી યોગ્યતા

  • ભારતના નાગરિક
  • જેમના ઘરમાં સૌર પેનલ ઇન્સ્ટોલ કરવા માટે પૂરતી જગ્યા હોય
  • જેમનું ઘર DISCOM ગ્રીડ સાથે જોડાયેલું હોય

PM સુર્યઘર યોજના ફાયદા

  • દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી
  • વીજળીના બિલમાં ઘટાડો
  • ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોત
  • સરકાર દ્વારા સબસિડી

પીએમ સૂર્ય ઘર મફત બિજલી યોજના મળવાપાત્ર સબસિડી

તમને જણાવી દઈએ કે પીએમ સૂર્ય ઘર મફત બિજલી યોજના હેઠળ મહત્તમ 78,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. મહેરબાની કરીને નોંધ કરો કે સરકારની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ, 3 કિલોવોટ સોલર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા પર 36 હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે.

આ સિવાય, જો તમે 2KW રૂફટોપ સોલર પેનલ ઇન્સ્ટોલ કરો છો, તો સત્તાવાર વેબસાઇટ અનુસાર, તમારા બેંક ખાતામાં 18 હજાર રૂપિયાની સબસિડી ટ્રાન્સફર કરવામાં આવશે. જો કે, 2 કિલોવોટ સોલર પેનલ લગાવવા માટે તમને 47 હજાર રૂપિયાનો ખર્ચ થશે, જેમાંથી તમને 18 હજાર રૂપિયાની સબસિડી મળશે.