PM મુદ્રા લોન યોજના 2024 : સરકાર આપશે 50,000 થી 10 લાખ સુધી લોન એકદમ ઓછા વ્યાજદરે

PM મુદ્રા લોન યોજના 2024 : કેન્‍દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને નવા ધંધા-વ્યવસાય ચાલુ કરવા માટે વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ આપે છે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ક્રેડિટ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના તથા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વગેરે ચલાવવામાં આવે છે. મિત્રો, આજે આ આર્ટિકલના માધ્યમ દ્વારા નવો વ્યવસાય કે ધંધો ચાલુ કરવા માટે સરકારશ્રી દ્વારા આપવામાં આવતી PM Mudra Loan Yojana 2024 વિગતવાર માહિતી મેળવીશું.

PM મુદ્રા લોન યોજના 2024

આપણો દેશ ખેતી પ્રધાન છે. પરંતુ દેશમાં નવા ઉદ્યોગ સાહસિકો દ્વારા નવા ધંધા ચાલુ કરવા માટે જરૂરી ઈન્‍ફ્રાસ્ટ્રકચર મળે તે ખૂબ જરૂરી છે. જેમાં લોન ખૂબ જ અગત્યની બાબત છે. ભારત સરકારે આવા સાહસિકોને લોન સહાયથી સરળ મળી રહે તે હેતુથી PM Mudra Loan Yojana નામની યોજના ચાલુ કરી છે. આ યોજના હેઠળ નવીન કંપનીઓ મુદ્રા લોનના રૂપમાં નાણાંકીય સહાય મેળવી શકે છે. PM Mudra Loan Yojana નો લાભ કોણ-કોણ લઈ શકે, તેના માટે શું-શું ડોક્યુમેન્‍ટ જોઈએ વગેરે તમામ માહિતી આ આર્ટિકલના માધ્યમ દ્વારા મેળવીશું.

PM મુદ્રા લોન યોજના 2024 – હાઈલાઈટ્સ

યોજનાનું નામપ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2023
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજના કોણે ચાલુ કરીભારત સરકાર દ્વારા
લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓ
યોજના હેઠળ લોનની રકમપીએમ મુદ્રા લોન યોજના હેઠળ રૂ. 50,000 થી 10 લાખ સુધી લોન મળવાપાત્ર થાય છે.
હેલ્પલાઈન નંબર1800 180 1111 / 1800 11 0001
સત્તાવાર વેબસાઇટhttp://mudra.org.in/

PM મુદ્રા લોન યોજનાનો ઉદેશ્ય

સુક્ષ્મ, લઘુ, અને મધ્યમ ઉદ્યોગો (MSME’s) દેશના અથતંત્રમાં મહત્વનું યોગદાન આપે છે. પીએમ મુદ્રા યોજના હેઠળ દેશના નાગરિકો પોતાના નવા ધંધા, ઉદ્યોગ કે વ્યવસાય ચાલુ કરવા માંગતા હોય, તો તેમને સરળતા લોન તેવી વ્યવસ્થા પૂરી પાડે છે. આ યોજના હેઠળ દેશની અધિકૃત બેંકો દ્વારા લોન ગ્રાહકોને લોન મળી રહે તે મુખ્ય હેતુ સાથે આ યોજના અમલી બનાવેલ છે.

  • નાગરિકોને નવો ધંધો શરૂ કરવો
  • હાલના વ્યવસાયનું વિસ્તરણ અને વૃધ્ધિ
  • તાલીમ પામેલા તેમજ સક્ષમ કર્મચારીઓની ભરતી
  • નવા મશીનરીની ખરીદી
  • વ્યવસાય માટે કાર્યકારી મૂડી મેળવવી
  • કોમર્શિયલ સાધનોની ખરીદી

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

પીએમ મુદ્રા લોન યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • ભારતીય નાગરિક આ યોજના માટે પાત્રતા ધરાવે છે.
  • લાભાર્થીનો ક્રેડીટ સ્કોર સારો હોવો જોઈએ.
  • લોન લેનાર અન્ય બેંકોમાંથી ડિફોલ્ટર ન હોવો જોઈએ
  • મુદ્રા લોન હેઠળ લોન મેળવતા પહેલા રોકાણ કઈ જગ્યાએ કરશો અને કેટલું કરશો તે બેંકે લેખિતમાં બતાવવું પડશે.
  • અરજદાર પાસે આધારકાર્ડ હોવું જોઈએ.
  • પાનકાર્ડ
  • અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • છેલ્લા 3 વર્ષનું Income Tax Returns

PM મુદ્રા લોન યોજનામાં મળવાપાત્ર લાભ (પ્રકાર)

લોનના પ્રકારમળવાપાત્ર લાભ
શિશુ લોનજેઓ આ લોન માટે પાત્ર છે તેઓ કોઈપણ મુશ્કેલી વિના ₹ 50000 સુધી પ્રાપ્ત કરી શકે છે અને તેમની ઈચ્છા મુજબ તેમના પોતાના નાના સાહસમાં રોકાણ કરી શકે છે.
કિશોર લોનકિશોર લોન સાથે, તમે તમારા વ્યવસાયના લક્ષ્યોને આગળ વધારવા માટે ₹ 50000 થી ₹ 500000 ની વચ્ચેની લોન સુરક્ષિત કરી શકો છો.
યુવાન લોનતરુણ લોન લાભાર્થીઓને ₹500000 થી ₹1000000 ની વચ્ચેની રકમ મેળવવા માટે મુશ્કેલી-મુક્ત લોન સુવિધા આપે છે.

આ યોજનાનો લાભ લેવા માટેના દસ્તાવેજો

  • ઓળખ પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • વ્યાપાર યોજના
  • મશીનરી વગેરે વિશેની માહિતી.
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • વ્યવસાય પ્રમાણપત્ર
  • વ્યવસાયના સરનામાનો પુરાવો
  • mudra loan eligibility cibil score

અરજી કઈ રીતે કરવી?

પી.એમ મુદ્રા લોન યોજના ઓનલાઈન પણ કરી શકાય છે. નીચે આપેલા પગલાંને અનુસરીને પીએમ મુદ્રા લોન માટે ઓનલાઈન અરજી કરી શકાય.

  • સૌપ્રથમ Google માં જઈને PM Mudra Loan યોજના ટાઈપ કરવું.
  • જેમાં સર્ચ રિઝલ્ટમાંથી અધિકૃત વેબસાઈટ ખોલવાની રહેશે.
  • આ અધિકૃત વેબસાઈટ પરથી https://www.mudra.org.in/ એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરો અથવા તો ઓનલાઈન પણ અરજી કરી શકો છો.
  • નામ, સરનામુ, મોબાઈલ નંબર,KYC વિગતો ચોક્કસ વિગતો સાથે આ ફોર્મ ભરો.
  • જરૂરી Documents લગાવી કે અપલોડ કરી અરજીફોર્મ સબમિટ કરવાની જરૂર છે.
  • બેંક દ્વારા વધારાની પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે.(બેંકવાઈઝ અલગ અલગ હોઈ શકે છે.
  • ત્યારબાદપસંદ કરેલ બેંક ડોક્યુમેન્‍ટની ચકાસણી કરશે.
  • છેલ્લે, વેરિફિકેશન થઈ ગયા બાદ લોનની રકમ આપના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો