પાલક માતા પિતા યોજના : સરકાર આપશે નિરાધાર તથા અનાથ બાળકોને મહિને 3000 રૂપિયાની સહાય

પાલક માતા પિતા યોજના : કેન્‍દ્ર સરકાર અને ગુજરાત સરકાર નિરાધાર બાળકો, નિરાધાર વૃધ્ધ તથા વિધવા બહેનો માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે. જેમાં નિયામક સમાજ સુરક્ષા દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય ચલાવવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ દ્વારા ‘વિધવા સહાય યોજના’ ચાલે છે. આ તમામ યોજનાઓ દ્વારા આવા લાભાર્થીઓને સીધી આર્થિક સહાય આપવાનો ઉદ્દેશ્ય રહેલો છે. આજે આપણે નિયામક સમાજ સુરક્ષા કચેરી દ્વારા ચાલતી પાલક માતા પિતા યોજના વિશે વાત કરીશું.

પાલક માતા પિતા યોજના

પાલક માતા-પિતા યોજના એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી તેમજ આ યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી હોય છે. આ યોજના માં ગુજરાત ના અનાથ અને નિરાધાર બાળકોને દર મહિને રૂપિયા ૩૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. આ સહાય DBT મારફતે સીધા બેંક એકાઉન્ટ માં મોકલવામાં આવે છે. આ સહાય બાળકોને તેમના ભરણપોષણ માં કામ આવતી હોય છે.

પાલક માતા પિતા યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામપાલક માતા પિતા યોજના
આર્ટિકલની ભાષાઅંગ્રેજી અને ગુજરાતી
યોજનાનો ઉદ્દેશ્યગુજરાતના અનાથ બાળકોને
દર મહિને આર્થિક સહાય આપીને પગભર બનાવવા માટે
લાભાર્થીઓગુજરાતના નિરાધાર તથા અનાથ બાળકો
સહાય કેટલી મળેદર મહિને  3000 રૂપિયા
અમલ કરનાર કચેરીનિયામક સુરક્ષા કચેરી
વિભાગનું નામSocial Justice and empowerment department
અધિકૃત વેબસાઈટhttps://sje.gujarat.gov.in/

પાલક માતા પિતા યોજનાનો ઉદેશ્ય

પાલક માતા-પિતા યોજના નો મુખ્ય હેતુ ગુજરાતનાં માતા-પિતા વગરના નિરાધાર તેમજ અનાથ બાળકોનું ભરણપોષણ કરવું છે. આ Palak Mata Pita Yojana માં બાળકને આર્થિક સહાય આપવામાં આવે છે. આર્થિક સહાય પેટે માસિક રૂપિયા ૩૦૦૦/- આપવામાં આવે છે. આ સહાય થી અનાથ અને નિરાધાર બાળકો નું ભરણપોષણ થઈ શકે છે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

પાલક માતા-પિતા યોજના માટે તેમના વિભાગ દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • ગુજરાતમાં વસતા 0 થી 18 વર્ષના તમામ અનાથ બાળકો
  • જેમના માતા-પિતા બંન્ને હયાત નથી તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે.
  • જો પિતાનું અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કરેલા હોય તેવા નિરાધાર અનાથ બાળકોની સાર-સંભાળ નજીકના સગાં-સંબંધિઓ કરતા હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે.

પાલક માતા પિતા યોજનામાં મળવાપાત્ર લાભ

પાલક માતા પિતા યોજના માં નીચે મુજબ સહાય મળે છે:

  • Palak Mata Pita Yojana માં અનાથ બાળકના ભરણપોષણ માટે બાળકને રાખનાર ને દર મહિને રૂપિયા ૩૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
  • ૩૦૦૦/- રૂપિયાની સહાય D.B.T મારફતે સીધા બેન્ક એકાઉન્ટ માં જમા કરવામાં આવે છે.
  • આ સહાય દર મહિને જમા થતી હોય છે.

યોજનાનો લાભ લેવા માટેના દસ્તાવેજો

જિલ્લા બાળ સુરક્ષા તથા જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા ચાલતી આ યોજના માટે નિયમો અને ડોક્યુમેન્‍ટ નક્કી થયેલા છે. Palak Mata Pita Yojana Required Document નીચે મુજબ નક્કી થયેલા છે.

  • બાળકનો જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C)
  • બાળકના માતા-પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ બિડવાનું રહેશે.
  • જો બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ હોય તે અંગેનું સોગંદનામું/ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈપણ એક દસ્તાવેજ
  • માતાએ પુન:લગ્ન કરેલાનો પુરાવો
  • આવકના દાખલાની નકલ (Income Certificate)
  • બાળક શિષ્યવૃતિનું બેંક એકાઉન્‍ટની પાસબુક
  • બાળક અને પાલક માતા-પિતાના સંયુક્ત બેંક ખાતાની પાસબુકની પ્રમાણિત નકલ
  • બાળકના આધારકાર્ડની નકલ
  • પાલક માતા-પિતાના રેશનકાર્ડની નકલ
  • બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના પ્રમાણપત્રની નકલ
  • પાલક માતા-પિતાના આધારકાર્ડની નકલ

અરજી કઈ રીતે કરવી?

પાલક માતા-પિતા યોજના માં અરજી કરવા નીચે મુજબ સ્ટેપ ફોલો કરો:

  • સૌપ્રથમ ફોર્મ ભરવા માટે https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
  • ત્યાર પછી “New Registration” પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવવાનું છે.
  • બધી જ માહિતી ભરીને સબમીટ કરી દેવાનું છે.
  • ત્યાર પછી તમારા મોબાઈલ માં Id અને પાસવર્ડ આવશે તેનાથી લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે તેના Palak Mata Pita Yojana પર ક્લિક કરો.
  • ત્યાર પછી તમારી બધી માહિતી ભરવાની રહેશે.
  • માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી લાસ્ટ માં અરજી સેવ કરી લેવાની રહેશે.
  • અરજી સેવ કર્યા પછી અરજી સબમિટ કરવાની છે.
  • અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ માં અરજી નંબર આવી જશે.
  • ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો