મકાન સહાય યોજના 2023 : સરકાર આપશે મકાન બનવવા માટે 1 લાખ 20 હજારની સહાય

મકાન સહાય યોજના 2023 : શું તમે મકાન સહાય યોજનાનું ફોર્મ ભરવા માંગો છો? અહીં અમે તમને આ લેખ દ્વારા મકાન સહાય યોજના ની સંપૂર્ણ માહીતી આપીશુ. મકાન સહાય યોજના ને પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના નો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો કે જેમની પાસે પોતાનો પ્લોટ અથવા કાચું મકાન છે તેમને પાકું મકાન બનાવવા સરકાર 1 લાખ 20 હજાર ની આર્થિક સહાય આપે છે. હવે અમે તમને મકાન સહાય યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

મકાન સહાય યોજના 2023

મકાન સહાય યોજના માં લાભાર્થીને પહેલો રૂ.40,000 હપ્તો, બીજો હપ્તો રૂ.60,000 અભરાઇ લેવલે મકાન આવે ત્યારે મળવા પાત્ર છે. તીજો હપ્તો મકાનની તમામ કામગીરી તેમજ શૌચાલયના હોય તો શૌચાલય બનાવ્યા બાદ રૂ.20,000નો હપ્તો મળતો હોય છે. એમ ટોટલ 1 લાખ 20 હજાર ની આર્થિક સહાય આપવામાં આવે છે. પહેલો હપ્તો મળ્યા બાદ બે વર્ષમાં તમામ મકાનની કામગીરી પુર્ણ કરવાની હોય છે.

મકાન સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામમકાન સહાય યોજના
હેઠળગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લેખનો પ્રકારસરકારી યોજના
અરજીમકાન સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરો
સત્તાવાર પોર્ટલesamajkalyan.gujarat.gov.in
લાભરૂ.1,20,000ની મકાન સહાય

મકાન સહાય યોજનાનો ઉદેશ્ય

મકાન સહાય યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો કે જેમની પાસે પોતાનો પ્લોટ અથવા કાચું મકાન છે અને તેઓ જર્જરિત હાલતમાં છે. તેવા ગરીબ લાભાર્થીને ગુજરાત સરકાર દ્વારા નવું પાકું મકાન બનાવવા માટે 1 લાખ 20 હજાર ની આર્થિક સહાય આપશે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

 • આ યોજના માં લાભાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે.
 • લાભાર્થી ગુજરાતની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના જોઈએ.
 • આ યોજના હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થી પાસે પોતાનો પ્લોટ અથવા તો પોતાનું કાચું મકાન હોવું આવશ્યક છે.
 • જો કોઈ વ્યક્તિને સરકાર દ્વારા મફતમાં પ્લોટ આપવામાં આવે છે તો તે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર બનશે.
 • લાભ લેવા ઇચ્છુક લાભાર્થીના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ પાસે બીજું મકાન કે પ્લોટ ન હોવો જોઈએ જો હોય તો તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે નહીં.
 • જો પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છુક લાભાર્થી ગ્રામીણ વિસ્તારનો હોય, તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 20 હજાર થી વધુ ના હોવી જોઈએ.
 • જો લાભાર્થી શહેરી વિસ્તારનો હોય તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 50 હજાર થી વધુ ન હોવી જોઈએ.
 • અરજી કરનાર પરિવારમાં કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી ન હોવી જોઈએ.
 • બી. પી. એલ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે.

મકાન સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

પ્રધાનમંત્રી આવાસ યોજના (Pmay) યોજના શહેરી આવાસ માટે માંગ અને પુરવઠા વચ્ચે સતત વધી રહેલા અંતરને દૂર કરવાના હેતુથી શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો પર એક નજર નાખો

 • ખાનગી વિકાસકર્તાઓની મદદથી ઝૂંપડપટ્ટીઓનું પુનર્વસન કરવું.
 • ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ દ્વારા નબળા વર્ગો માટે પોસાય તેવા આવાસને પ્રોત્સાહન આપવું.
 • જાહેર અને ખાનગી ક્ષેત્રો સાથે ભાગીદારીમાં પોસાય તેવા મકાનો બાંધવા.
 • લાભાર્થીની આગેવાની હેઠળના વ્યક્તિગત મકાન બાંધકામ માટે સબસિડી પ્રદાન કરવી.

આ યોજનાનો લાભ લેવા માટેના દસ્તાવેજો

 • અરજદારનો જાતિ / પેટાજાતિ નો દાખલો તથા આવકનો દાખલો
 • અરજદારનો રહેઠાણનો પુરાવો ( આધાર કાર્ડ / વીજળી બિલ / લાઇસન્સ / ભાડાકરાર / ચુંટણી કાર્ડ / રેશનકાર્ડ પૈકી કોઈપણ એક )
 • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન / તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની , એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
 • જમીન માલિકીનું આધાર / દસ્તાવેજ / અકારની પત્રક / હક પત્રક / સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
 • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્ય મંત્રી / સિટી તલાટી ક્ય મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
 • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
 • BPL નો દાખલો
 • પતિના મરણ નો દાખલો ( જો વિધવા હોય તો )
 • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે , તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ ( તલાટી – કમ – મંત્રિશ્રિ ) ની સહીવાળી .
 • પાસબુક / કેન્સલ ચેક
 • અરજદારના ફોટો

અરજી કઈ રીતે કરવી?

મકાન સહાય યોજના 2023 નું ફોર્મ માત્ર સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ પર જ ભરી શકશો.

 • સૌ પ્રથમ, તમારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગની સત્તાવાર વેબસાઇટ samajkalyan.gujarat.gov.in પર જવું પડશે.
 • તમારી સામે હોમ પેજ ખુલશે.
 • નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
 • હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે.
 • આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Scroll to Top