[MSY] મુખ્યમંત્રી મહિલા સમૃદ્ધિ યોજના 2024 : સરકાર આપશે મહિલાઓને રોજગાર મેળવવા માટે 1.25 લાખની સહાય

મુખ્યમંત્રી મહિલા સમૃદ્ધિ યોજના 2024 : મહિલા સમૃદ્ધિ યોજના એ ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના આર્થિક વિકાસ માટે બહાર પાડવામાં આવેલી યોજના છે. આ યોજના દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહિલાઓને પોતાનો નાનો વ્યવસાય શરૂ કરી શકે અને આર્થિક રીતે પગભર બની શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા(Mahila samrudhdhi Yojna) મહિલા સમૃધ્ધિ યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ) હેઠળ સહાય આપવામાં આવે છે. મહિલા સમૃદ્ધિ યોજના એ એક સરકારી યોજના છે. મહિલા ઉત્કર્ષ યોજના, તથા મહિલા સ્વાવલંબન યોજનાઓ દ્વારા મહિલાઓને લોન આપવામાં આવે છે.

મુખ્યમંત્રી મહિલા સમૃદ્ધિ યોજના 2024

પરંતુ આ યોજનાનો હેતુ મહિલા Entrepreneur કે જે પછાત અથવા ગરીબ પરિવાર માંથી આવે છે. તેમને આર્થિક લાભ આપવાનો છે. આ યોજના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય પછાત વર્ગ નાણા અને વિકાસ નિગમ (NBCFDC) ના ભાગ રૂપે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, સરકાર મહિલા એંટરપીન્યોરને સીધા અથવા સ્વ-સહાય જૂથો (SHGs) દ્વારા માઈક્રો-ફાઇનાન્સ પ્રદાન કરે છે.

મુખ્યમંત્રી મહિલા સમૃદ્ધિ યોજના 2024 – હાઈલાઈટ્સ

યોજના નું નામમહિલા સમૃદ્ધિ યોજના
સહાય૧.૨૫ લાખ ની 4% નાં સાદા વ્યાજે લોન
રાજ્યગુજરાત
ઉદ્દેશપછાત વર્ગોની મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરવા માટે
લાભાર્થીસામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલાઓ
અરજી નો પ્રકારઓનલાઈન અરજી કરી શકાશે.
સંપર્કગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો સંપર્ક કરવો.

મુખ્યમંત્રી મહિલા સમૃદ્ધિ યોજનાનો ઉદેશ્ય

  • પછાત વર્ગોની મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરવા માટેની લઘુસ્તરીય ધિરાણ યોજના
  • આ યોજના અંતર્ગત મહિલા લાભાર્થીએ પોતાની પસંદગીનો ધંધો કરવાનો રહેશે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાંથી હોવી જોઈએ.
  • અરજદારના પરિવારે વાર્ષિક આવક રૂ.3.00 લાખથી વધુ ન હોવી જોઈએ.
  • અરજી કરતી વખતે અરજદારની ઉંમર 21 થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • અરજદારો પાસે અગાઉનો વ્યવસાય અનુભવ હોવો જોઈએ જેને તકનીકી અને અન્ય કુશળતાની જરૂર હોય.

મુખ્યમંત્રી મહિલા સમૃદ્ધિ યોજનામાં મળતો લાભ

  • આ યોજનાની શરૂઆત થઈ ત્યારથી, ઘણી મહિલાઓને તેમના વ્યવસાયિક સાહસો માટે માઇક્રોફાઇનાન્સમાં મદદ કરી છે.
  • આ યોજનાની વિવિધ વિશેષતાઓ અને લાભો જે તેને મહિલા એંટરપીન્યોર માટે ખૂબ જ આકર્ષક વિકલ્પ બનાવે છે તેનો નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ યોજના હેઠળની લોન સ્વ-સહાય જૂથો (SHGs) દ્વારા અથવા સીધા લાભાર્થીઓને આપવામાં આવે છે. SHG દીઠ યોજના હેઠળ વિતરિત કરાયેલ લોનની માત્રા મહત્તમ રૂ. 15,00,000 અને પ્રતિ લાભાર્થી વધુમાં વધુ રૂ. 1,00,000 છે. ઉપરાંત, SHG માટે અંતર્ગત શરત એ છે કે પ્રતિ જૂથ 20 સુધી મર્યાદિત સભ્યોની સંખ્યા હોવી જરૂરી છે. ધિરાણકર્તા દ્વારા મહત્તમ લોન પ્રોજેક્ટ ખર્ચના મહત્તમ 95% સુધી મર્યાદિત છે.

આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો

પ્રસ્તુત ભરતીમાં અરજી કરવા માટે નીચે પ્રમાણે દસ્તાવેજો છે :

  • અરજદારની આવકનો દાખલો
  • અરજદારની જાતિનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ વગેરે)
  • વ્યવસાય માટે દૃષ્ટાંત
  • બેંક પાસબુકના પ્રથમ પૃષ્ઠની નકલ

અરજી કઈ રીતે કરવી?

  • યોજના હેઠળ લોન મેળવવા માટેની અરજી પ્રક્રિયા વેબસાઇટ પર વિગતવાર છે.
  • અરજી ફોર્મ ચેનલ પાર્ટનર્સ પર મેળવી શકાય છે
  • તે ચેનલ પાર્ટનરની ડિસ્ટ્રિક્ટ ઓફિસમાં સબમિટ કરવાનું રહેશે જ્યાં અરજદાર રહે છે.
  • અરજી ફોર્મ તમામ સંબંધિત વિગતો તેમજ જો જરૂરી હોય તો વ્યવસાય અને તાલીમની આવશ્યકતાઓની વિગતો સાથે યોગ્ય રીતે ભરવાનું રહેશે.
  • અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અરજદારે અરજી ફોર્મ સાથે તમામ જરૂરી દસ્તાવેજો પણ સબમિટ કરવાના રહેશે.
  • વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરીને પણ અરજી ઓનલાઈન સબમિટ કરી શકાય છે.
  • ત્યારપછી અરજી રાજ્ય/જિલ્લાના સંબંધિત ચેનલ પાર્ટનરને મોકલવામાં આવશે જેમાં અરજદાર રહે છે.
  • ચેનલ પાર્ટનર ત્યારબાદ અરજી પ્રક્રિયા સંબંધિત વધુ વિગતો માટે અરજદારનો સંપર્ક કરશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો