Kisan Parivahan Yojna,ખેડૂતોને કિસાન પરિવહન યોજના 2024 | ગુજરાતના ખેડૂતોને મળશે માલવાહક વાહન ખરીદવા સહાય

કિસાન પરિવહન યોજના 2024 : ગુજરાત સરકાર દ્વારા લોકોને મદદ કરવા માટે ઘણી યોજના દ્વારા સુવિધાઑ પૂરી પાડે છે. જેમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ, લોકોને આર્થિક સહાય કે સાધન સહાય, ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. ત્યારે તેમાં એક યોજના કિસાન પરિવહન યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને પોતાના પાકને બજારમાં વેચવા માટે વાહનની જરૂરિયાત પડતી હોય છે. જેથી તેઓ ભાડે વાહન રાખે છે અને ઘણો ખર્ચ કરે છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ યોજના થકી ખેડૂતો પોતાનું વાહન ખરીદી શકે અને તેમાં આર્થિક મદદ મળી રહે તે હેતુથી આ યોજના ચલાવવા આવે છે. આવો જોઈએ કઈ રીતે આ યોજનાનો લાભ લેવો અને તેમની છેલ્લી તારીખ કઈ છે.

ખેડૂતોને કિસાન પરિવહન યોજના 2024

યોજનાનું નામ ખેડૂતોને કિસાન પરિવહન યોજના 2024
રાજ્ય ગુજરાત
સહાય કુલ ખર્ચના 35 %અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે
અરજી નો પ્રકાર ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટ ikhedut.gujarat.gov.in
ખેડૂતોને કિસાન પરિવહન યોજના 2024

ખેડૂતોને કિસાન પરિવહન યોજના નો હેતુ

આપણે બધા જાણીએ છીએ કે ખેતીની જમીન પર પાક ઉગાડવો અને તેને પ્રાણીઓ, જંતુઓ અને હવામાનથી સુરક્ષિત રાખવું કેટલું મુશ્કેલ છે. તેટલી મહેનત પછી પણ જો ખેડૂતને તેમના પાકની સંતોષકારક કિંમત ન મળી તો તે ખૂબ જ નિરાશાજનક છે. ખેડૂતો તેમના પાક વેચવા માટે બજારમાં જાય છે અને બજારો સામાન્ય રીતે શહેરોમાં હોય છે, તેથી ખેડૂતોને પાકને બજારમાં લઈ જવા માટે વાહનની જરૂર હોય છે. અને તમામ ખેડુતો પાસે વાહન નથી, ખાસ કરીને નાના ખેડૂતો. તેઓએ તેમના પાકને બજારમાં લઈ જવા માટે ટ્રાન્સપોર્ટરની વ્યવસ્થા કરવાની જરૂર છે. આ વિલંબમાં પાકને હવામાનની અસર થાય છે અને ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળતો નથી.ખેડૂતો કૃષિ ઉત્પાદનના પરિવહન માટે સામાન્ય રીતે ટ્રેક્ટરનો ઉપયોગ કરતાં હોય છે. તેમજ નાના ખેડૂતો ઓછું પાક ઉત્પાદન થતું હોવાથી તે ભાડૂતી વાહન અન્ય માલવાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બઝારો કે અન્ય બજારોમાં પહોચડતા હોય છે. જેથી ઘણી વખત પરિવહન માટે કોઈ વાહન ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ખેડૂતોને આ સમસ્યા નિવારવા માટે પોતાના ઘરનું કૃષિ વાહન ખરીદી કરવા માટે કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતો વાહનની ખરીદી પર 75000 રૂપિયા ની નાણાકીય સહાય આપવામાં આવે છે.

આ પણ વાંચો : Tractor Sahay Yojana 2024 | ટ્રેક્ટર સહાય યોજના 2024 ઓનલાઈન અરજી,પાત્રતા અને ડોક્યુમન્ટ ની સંપૂર્ણ વિગત

કિસાન પરિવહન યોજના 2024 માટે મળવાપાત્ર લાભ

  • નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને : કુલ ખર્ચના 35% અથવા રૂ. 75,000/- બે માંથી ઓછુ હોય તે
  • સામાન્ય/ અન્ય ખેડૂતોને : કુલ ખર્ચના 25% અથવા રૂ. 50,000/- બે માંથી ઓછુ હોય તે

કિસાન પરિવહન યોજના 2024 શરતો

  • રાજયનો કોઇ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઇ શકે છે.
  • આ યોજના માટે પેનલમાં સમાવેશ થયેલ ઉત્પાદકના માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.
  • ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકે છે અને તેનો લાભ ઓછામાં ઓછા 5 વર્ષ સુધી માણી શકે છે.
  • ખેડૂત આ સહાય મેળવવા માટે પાકું લાઈસન્‍સ ધરાવતો હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂત પાસે ખેતીની જમીન હોવી જોઈએ.

કિસાન પરિવહન યોજના 2024 જરૂરી આધાર પુરાવાઓ

  • અરજદારના અધારકાર્ડની નકલ.
  • જમીન હોવાના પુરાવા તરીકે 7/12 તથા 8-અ ની નકલ જોડવાની રહેશે.
  • જે ખેડૂત પાસે વન અધિકાર પત્ર હોય તો તેની નકલ.
  • સરનામાના પુરાવો. (રેશનકાર્ડ, ચુંટણી ઓળખકાર્ડ વગેરે)
  • અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે જાતી પ્રમાણપત્રની નકલ.
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારોનું સંમત્તિપત્ર.
  • અરજદારનું ડ્રાઈવીંગ લાઈસન્સ.
  • અરજદાર કોઈ મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દિવ્યાંગ અરજદારના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.

કિસાન પરિવહન યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા.

  • લાભાર્થી ગુજરાત રાજ્યના ખેડૂત હોવા જોઈએ.
  • નાના તથા સિમાંત ખેડૂતો / અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને તથા મહિલાને આ યોજનાનો લાભ મળશે.
  • સામાન્ય તથા અન્ય ખેડૂતોને વાહન ખરીદી યોજના હેઠળ સબસીડી મળવાપાત્ર થશે.
  • અરજદારને ગુજરાતમાં પોતાના નામે જમીન હોવી જોઈએ.
  • જે ખેડૂત પાસે વનઅધિકાર પત્ર હશે તોઓને પણ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
  • અરજદાર ખેડૂતે ભાર વાહક વાહન યોજના હેઠળ iKhedut Portal પર અરજી કરવાની રહેશે.
  • અરજદાર ખેડૂત વાહન ચલાવવાનું લાઈસન્સ ધરાવતા હોવા જોઈએ.
આ પણ જુઓ : શ્રવણ તીર્થદર્શન યોજના ગુજરાત લાભ,ઓનલાઈન અરજી અને ડોક્યુમેન્ટ્સ લીસ્ટ

કિસાન પરિવહન યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

  • સૌપ્રથમ https://ikhedut.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
  • ત્યાર બાદ યોજના પર ક્લિક કરો.
  • હવે ખેતીવાડીની યોજના માટે અહી ક્લિક કરો પર ક્લિક કરો.
  • ત્યાર બાદ માલ વાહક વાહન પર ક્લિક કરો.
  • જેમાં અરજદારે પોતાની માહિતી જેવી કે પોતાનું નામ, સરનામું, બેન્ક ખાતાની વિગત જેવી તમામ માહિતી દાખલ કરો.
  • ત્યાર બાદ ખેડૂતે પોતાના બેન્ક ખાતાની અને જમીનની વિગતો ચકાસીને દાખલ કરવાની રહેશે.
  • સંપૂર્ણ વિગતો ભરાય ગયા બાદ અરજીને સેવ કરી દો.
  • ત્યાર બાદ અરજી ની તમામ માહિતી ચકાસીને કન્ફોર્મ કરવાની રહેશે.
  • હવે મળેલ અરજી નંબરને સાચવી રાખવાની રહેશે તથા અરજીની પ્રિન્ટઆઉટ કાઢી લેવાની રહેશે.
  • અરજી મજૂર થયા બાદ ખેડૂતે વાહનની ખરીદી કરવાની રહેશે.

કિસાન પરિવહન યોજના 2024 ઉપયોગી લિંક

સત્તાવાર સાઈટ અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો